Gulmarg માં સેના અને સ્થાનિક લોકોના પ્રયાસથી ખુલ્લું મુકાયું શિવમંદિર
ગુલમર્ગમાં ભારતીય સેનાની બટાલિયનએ સ્થાનિક લોકોની મદદથી એક જૂનું શિવ મંદિરની કાયાકલ્પ કરી શરૂ કર્યું છે. આ મંદિરને 1974 ની પ્રખ્યાત હિન્દી ફિલ્મ આપ કી કસમમાં બતાવવામાં આવ્યું હતું. "જય જય શિવશંકર" ગીત અહીં ફિલ્માવવામાં આવ્યું હતું.
Gulmarg માં ભારતીય સેનાની બટાલિયનએ સ્થાનિક લોકોની મદદથી એક જૂનું શિવ મંદિર(Shiv temple )ની કાયાકલ્પ કરી શરૂ કર્યું છે. આ મંદિરને 1974 ની પ્રખ્યાત હિન્દી ફિલ્મ આપ કી કસમમાં બતાવવામાં આવ્યું હતું. “જય જય શિવશંકર” ગીત અહીં ફિલ્માવવામાં આવ્યું હતું.
આ શિવ મંદિર( Shiv temple ) 1915 માં જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિસિંહના પત્ની મહારાણી મોહિની બાઇ સિસોદિયા દ્વારા બનાવવામાં આવ્યું હતું.
લાંબા સમયથી કોઈ નવીનીકરણનું કામ કરવામાં આવતું ન હોવાથી શિવ મંદિર( Shiv temple ) ના વિસ્તૃત નવીનીકરણની જરૂર હતી. સુંદર શહેર ગુલમર્ગની મુલાકાતે આવેલા મોટી સંખ્યામાં સ્થાનિકો અને પ્રવાસીઓએ મંદિરને તેની મૂળ સ્થિતિમાં પુન: સ્થાપિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ભારતીય સેનાએ હંમેશાં સ્થાનિક લોકો સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા છે અને આને કાશ્મીરના વારસામાં ફાળો આપવાની ભાગ તરીકે પ્રયત્ન કર્યો છે.
Gulmarg માં નવીનીકરણ કરાયેલ શિવ મંદિર( Shiv temple )નો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. જેને આજે લોકો માટે ફરીથી ખોલવામાં આવ્યું છે. આ પ્રસંગે શિવ મંદિરના રખેવાળ ગુલામ મોહમ્મદ શેખે જણાવ્યું હતું કે “શિવ મંદિર કાશ્મીરની સંસ્કૃતિ અને તેના ભવ્ય વારસાનું સાક્ષી છે”.
તેમણે ગુલમર્ગ સમુદાયને કોઈ પણ ધાર્મિક પૂર્વગ્રહ વિના અને કાશ્મીરિયતના ખરા અર્થમાં સમુદાયની સેવા ચાલુ રાખવા હાકલ કરી.
ડબ્લ્યુ.યુ.એન. અનુસાર બ્રિગેડિયર બી.એસ. ફોગાટે કહ્યું, “તે બધાને ખબર છે કે કાશ્મીર પૃથ્વી પરનું સ્વર્ગ છે પરંતુ કાશ્મીરની વાસ્તવિક સુંદરતા તેના લોકોમાં છે. ગુલમર્ગ એક પર્યટક સ્થળ છે અને ભારતીય સૈન્ય અને નાગરિક વહીવટને ધ્યાનમાં રાખીને અમે મંદિરનું નવીનીકરણ કર્યું છે અને સ્થાનિક લોકોએ ઘણી મદદ કરી અને અમે પહેલ કરી પણ તે દરેકના પ્રયત્નોથી કરવામાં આવ્યું.
કાશ્મીર ટૂરિઝમ વિભાગની મદદથી મંદિરનું ફરીથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.