રોટલી, કોલ્ડ્રીંક્સ,જ્યુસ બાદ થુંકવાળી ચા વેચતા યુવકનો વીડિયો વાયરલ થયો,પોલીસે કેસ નોંધ્યો
આમ તો મસુરી પ્રવાસીઓ માટે ફરવા માટેનું બેસ્ટ સ્થળ માનવામાં આવે છે. પરંતુ જો તમે આ વાયરલ વીડિયો જોશો. તો મસુરી ફરવાનું નામ નહિં લો કારણ કે, વીડિયો જ એવો છે. મસુરીમાં ચામાં થૂંક નાંખી ચા વેચતા યુવકનો વીડિયો વાયરલ થયો છે.
ક્યારેક થૂંક લગાવેલી રોટલી, તો ક્યારેક જ્યુસમાં પેશાબ આવા અજીબો ગરીબ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. થોડા સમય પહેલા કોલ્ડ્રીંકસમાં થૂંક નાંખતો વીડિયો પણ ખુબ વાયરલ થયો હતો. જેમાં ડિલિવરી બોય કોલ્ડ્રીંક્સમાં થૂંકતો જોવા મળે છે અને આ કોલ્ડ્રીંક્સ ઓર્ડર કરેલા ગ્રાહકને આપે છે. જો કે આ વીડિયો કેનેડાનો હતો. ભારતમાં પણ અવાર-નવાર આવા વીડિયો સામે આવતા રહેતા હોય છે. ત્યારે હાલમાં ઉત્તરાખંડના મસૂરીમાં એક ઘૃણાસ્પદ કૃત્યનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં થૂંક સાથે ચા વેચવાનો કિસ્સો સામે આવ્યો છે. મસૂરી પોલીસે આ મામલામાં બે યુવકો વિરુદ્ધ FIR નોંધી છે.
થૂંકવાળી ચાનો વીડિયો થયો વાયરલ
એક યુવક ફરવા માટે 29 સપ્ટેબરના રોજ મસૂરી ગયો હતો. ત્યારે તે સવારે ફરવા માટે મસૂરીમાં નીકળ્યો આ દરમિયાન લાઈબ્રેરી ચોક પાસે વહેલી સવારે 6:30 કલાકે ચાની ટપરીએ ગયો. અહિ 2 યુવક હતા, જેઓ પ્રવાસીઓ માટે ચા, મેગી તેમજ નાસ્તો વેંચી રહ્યા હતા. ફરવા જનારો યુવક વહેલી સવારનો મસુરીના નજારાનો આનંદ માણી રહ્યો હતો. આ સાથે તે આસપાસના સુંદર દર્શ્યોને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યો હતો. આ દરમિયાન તેના કેમેરામાં એક એવો સીન કેદ થયો તે પણ જોઈને ચોંકી ગયો હતો.
थूक जिहाद।
देहरादून मसूरी में जिहादी शेर अली ख़ान जो चाय हिंदुओ को पिला रहा था,उसमे पहले थूकता था। pic.twitter.com/n14GYE5ByY
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) October 9, 2024
આ વીડિયોમાં ચા બનાવનાર યુવક ચા બનાવી ચામાં થૂંકતો જોવા મળી રહ્યો છે. પ્રવાસી યુવકે આ સમગ્ર ઘટનાનો વીડિયો તેના ફોનમાં કેદ કરી લીધો હતો. જ્યારે પ્રવાસી યુવકે ચા વેંચનારને કહ્યું તો તે પ્રવાસી યુવકને અપશબ્દો કહેવા લાગ્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવા લાગ્યા હતા.
मसूरी क्षेत्र में चाय के बर्तन में थूकने की घटना में दून पुलिस की त्वरित कार्यवाही
घटना में शामिल दोनो अभियुक्त (नौशाद पुत्र शेर अली तथा हसन अली पुत्र शेर अली निवासी जमशेर कालोनी खतौली, मुजफ्फरनगर को किया गिरफ्तार#UttarakhandPolice pic.twitter.com/Gr06tZHUU5
— Dehradun Police Uttarakhand (@DehradunPolice) October 9, 2024
મસૂરી પોલીસે બે યુવકો વિરુદ્ધ FIR નોંધી
જ્યારે ચાના પૈસા ઓનલાઈન આપ્યા તો તેમાં તેનું નામ હુસૈન અલી આવ્યું હતુ. આસપાસના લોકોને જ્યારે નામ પુછવામાં આવ્યું તો તેનું નામ નૌશાદ જણાવવામાં આવ્યું હતુ. અને બીજા યુવકનું નામ હસન અલી જણાવવામાં આવ્યું હતુ. હાલ તો મસૂરી પોલીસે આ મામલામાં બે યુવકો વિરુદ્ધ FIR નોંધી છે.