આત્મવિશ્વાસથી ભરેલુ મોદી સરકારનું વચગાળાનુ બજેટ: કેમ પૂર્ણ વિશ્વાસમાં મોદી સરકાર ? જાણો શું છે રાજકીય સંકેત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ અને વચગાળાનુ બજેટ રજૂ કરી દીધુ છે. બજેટમાં સરકાર તરફથી કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી . મોદી સરકારે વચગાળાના બજેટ દ્વારા રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આગામી લોકસભા ચૂંટણી જીતી જુલાઈમાં પૂર્ણ બજેટ રજૂ કરવાનો પણ દાવો કર્યો છે.

આત્મવિશ્વાસથી ભરેલુ મોદી સરકારનું વચગાળાનુ બજેટ: કેમ પૂર્ણ વિશ્વાસમાં મોદી સરકાર ? જાણો શું છે રાજકીય સંકેત
Follow Us:
| Updated on: Feb 01, 2024 | 8:27 PM

લોકસભા ચૂંટણીના રાજકીય ગરમાવા વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. મોદી સરકારે બજેટમાં ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ટેક્સમાં કોઈ ફેરફાર કર્યો નથી. સરકારે તેના 10 વર્ષના કાર્યકાળના રિપોર્ટ કાર્ડની જેમ બજેટ રજૂ કર્યું. દેશમાં સતત ત્રીજી વખત સત્તામાં પાછા ફરવાની આશા વ્યક્ત કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે જુલાઈમાં પૂર્ણ બજેટમાં અમારી સરકાર વિકસિત ભારતના લક્ષ્યનો વિગતવાર રોડમેપ રજૂ કરશે. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે આ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે. આ વિકસિત ભારત માટે સમર્પિત બજેટ છે.

દેશમાં બે મહિના પછી યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને એવી આશા હતી કે મોદી સરકાર બજેટ દ્વારા આકર્ષક વચનો આપીને રાજકીય સમીકરણ ઉકેલવાનો પ્રયાસ કરશે. પરંતુ નાણામંત્રી દ્વારા એવું કંઈ થયું નથી. મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કરતી વખતે સીતારમણે કોઈ મોટી જાહેરાત કરવાનું ટાળ્યું હતું.

નાણામંત્રી નિર્મલા સીતારમણે લલચામણા વચનો આપવાનુ ટાળ્યુ. ના તો મોદી સરકારે કોઈ મોટી જાહેરાત કરી કે ન તો કોઈ મોટા નીતિગત નિર્ણયો લીધા. ચૂંટણીનું વર્ષ હોવાને કારણે લોકો મોદી સરકાર પાસેથી જે અપેક્ષાઓ રાખીને બેઠા હતા તે અધૂરી રહી. નાણામંત્રીએ 2024માં ચૂંટણી જીત્યા બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવાનો દાવો પણ કર્યો. આ આત્મવિશ્વાસ ત્યારે જ આવે છે જ્યારે ચૂંટણી જીતીને ફરી સરકાર બનાવવાનો દૃઢ વિશ્વાસ હોય. ત્યારે સવાલ એ થાય છે કે મોદી સરકારે જે રીતે વચગાળાનું બજેટ જે આત્મવિશ્વાસ સાથે રજૂ કર્યું છે તેની પાછળનો રાજકીય સંકેત શું છે?

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

મોદી સરકારનો આત્મવિશ્વાસ ?

મોદી સરકાર પૂર્ણ રીતે આત્મવિશ્વાસથી ભરેલી છે, જેના કારણે વચગાળાના બજેટમાં કોઈ આકર્ષક વચનો આપવાનું ટાળ્યું છે. બજેટ દરમિયાન નાણામંત્રીનું સમગ્ર વક્તવ્ય 10 વર્ષની સિદ્ધિઓ ગણાવવા પર કેન્દ્રીત રહ્યુ. નાણાંમંત્રીએ રેલવે અને અન્ય ક્ષેત્રોના પ્રોજેક્ટ્સ માટે ચોક્કસપણે તેમનું વિઝન રજૂ કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું છઠ્ઠું બજેટ રજૂ કર્યુ. જેમા અત્યાર સુધીનું સૌથી ટૂંકું બજેટ ભાષણ હતું. સીતારમણે વચગાળાના બજેટમાં ટકાઉ વૃદ્ધિ (સસ્ટેનેબલ ગ્રોથ) પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેઓ કોઈ મોટી જનકલ્યાકારીણ યોજનાની જાહેરાત કરવાથી બચ્યા.

લોકસભાની ચૂંટણીને કારણે લોકોને અપેક્ષા હતી કે સીતારમણ વચગાળાના બજેટમાં કોઈ મોટો ધમાકો કરશે, પરંતુ આવુ કંઈ જ થયુ નહીં. મોદી સરકારે વચગાળાના બજેટ દ્વારા મોટો રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. લોકસભા ચૂંટણી જીતવા માટે, તે લોકોને આકર્ષવા માટે બજેટ દ્વારા ચૂંટણીલક્ષી હથકંડાનો સહારો નહીં લે. આ રીતે એવો પણ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે મોદી સરકાર જનકલ્યાણકારી અને લલચામણી સ્કીમોની જાહેરાત માટે વચગાળાના બજેટને પ્લેટફોર્મ તરીકે ઉપયોગ નહીં કરે. પરંતુ સતત ત્રીજીવાર સત્તામાં પરત ફરી પોતાનું સંપૂર્ણ બજેટ રજૂ કરશે ત્યારે તેમનો રોડમેપ રજૂ કરશે અને સરકાર તેમનું વિઝન રજૂ કરશે.

મોદી સરકારના આત્મવિશ્વાસ પાછળ શું છે કારણો ?

દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં મોદી સરકારને સત્તામાં પાછા ફરવાની પૂરી આશા છે, જેના કારણે સરકાર આત્મવિશ્વાસથી ભરેલી છે. આ તરફ વિપક્ષી છાવણીમાં પીએમ મોદીના રાજકીય કદનો કોઈ નેતા નથી. અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર થઈ રહ્યુ છે, જેના કારણે દેશભરમાં અલગ જ પ્રકારનો માહોલ છે. એવું મનાઈ રહ્યુ છે કે રામમંદિરની રાજકીય અસરો એપ્રિલમાં થનારી લોકસભાની ચૂંટણી પર પણ જોવા મળશે, જેનો ફાયદો ભાજપને મળવાની આશા છે. હાલમાં દેશના દરેક ગામ, શેરી અને શહેરમાં અયોધ્યાના ભવ્ય રામ મંદિર નિર્માણનો મુદ્દો છવાયેલો રહ્યો છે. રામ મંદિર દ્વારા ભાજપ 2024નો ચૂંટણી એજન્ડા સેટ કરી રહી છે.

અયોધ્યામાં ભવ્ય રીતે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું છે. હવે જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટી સફળતા મળી છે. જિલ્લા અદાલતે 31 વર્ષ બાદ જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસ જીના ભોંયરામાં પૂજાની પરવાનગી આપી છે, ત્યારબાદ વહીવટીતંત્રે મોડી રાત્રે પૂજા શરૂ કરી હતી. જ્ઞાનવાપીનો સર્વે પણ પુરો થઈ ગયો છે અને હાલ મામલો કોર્ટમાં છે. આવી સ્થિતિમાં રામ મંદિર અને હવે કાશીની જ્ઞાનવાપીની રાજકીય અસર 2024ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર ભારતના રાજ્યોમાં પડશે, જેનો લાભ ભાજપને થવાની પુરી શક્યતા છે. જાતિના આધારે લોકસભાની નૈયા પાર કરવાનો પ્રયાસ કરી રહેલા વિપક્ષી ગઠબંધન પાસે ભાજપના રામમંદિર અને જ્ઞાનવાપી જેવા કોઈ મુદ્દા નથી.

મોદી સરકારનું પોતાના સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા જે મજબૂત રાજકીય સમીકરણ બનાવ્યુ છે તેને કોઈ ભેદી શકે તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર કહેતા આવ્યા છે કે તેમના માટે ગરીબ, યુવા, મહિલા અને ખેડૂત આજ ચાર જાતિઓ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ બજેટ રજૂ કરતી વખતે આ ચાર જાતિઓ પર જ સૌથી વધુ ફોકસ કર્યુ છે. તેમણે જણાવ્યુ કે કેન્દ્ર સરકાર ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો સૌથી વધુ ધ્યાન આપી રહી છે. સરકાર તેમનુ જીવનધોરણ ઉંચુ લાવવા પ્રયાસરત છે. ગરીબોનું કલ્યાણ જ દેશનુ કલ્યાણ છે અને અમે ગરીબો માટે ઘણુ કામ કરી રહ્યા છીએ. મહિલાઓ અને યુવા મતદાતા પીએમ નરેન્દ્ર મોદીના મોટા સમર્થક જૂથ તરીકે ઉભરી આવ્યા છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતમાં મહિલા અને યુવા મતદારોની મહત્વની ભૂમિકા રહી છે.

વિપક્ષ વેરવિખેર, નીતિશે છોડ્યો સાથ

મોદી સરકારના આત્મવિશ્વાસ પાછળનું કારણ એ છે કે વિપક્ષ સંપૂર્ણપણે વેરવિખેર છે. 2024ની ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા ગઠબંધન તો બનાવ્યુ જેમા 28 દળો સામેલ થયા હતા. બીઆરએસ પ્રમુખ કેસીઆર, બીજેડી પ્રમુખ નવીન પટનાયક, વાયએસઆરના વડા જગનમોહન રેડ્ડી, અસદુદ્દીન ઓવૈસી અને સુખવીર બાદલ જેવા ક્ષેત્રિય દળો પહેલાથી જ ઈન્ડિયા ગઠબંધનની સાથે ન હતા. પરંતુ હવે મમતા બેનર્જીએ કિનારો કર્યા બાદ નીતીશ કુમારે પણ ઈન્ડિયા ગઠબંધનથી છેડો ફાડી નાખ્યો. આ ગઠબંધનના આર્કિટેક જ નીતિશકુમાર હતા. જે ખુદ હવે ભાજપના નેતૃત્વવાળા એનડીએની સાથે છે. જે વિપક્ષી ગઠબંધન માટે આ એક મોટો રાજકીય આંચકો છે જે ભાજપનો આત્મવિશ્વાસ વધારી રહ્યો છે. વિખેરાયેલો વિપક્ષ હાલના સમયમાં ભાજપનો સામનો કરી શકવાની સ્થિતિમાં જણાતો નથી.

ઈન્ડિયા ગઠબંધનમાં કંઈ નક્કી નહીં

ભાજપ સાથે મુકાબલો કરવા માટે રચાયેલા વિપક્ષી ભારત ગઠબંધનમાં હજુ સુધી કંઈ નક્કી થયું નથી. ગઠબંધનના સહયોગીદળો વચ્ચે સીટ શેરીંગને લઈને હજુ કોઈ સહમતી સધાઈ નથી. કોઈ પત્તા ખોલવામાં આવ્યા નથી. ના તો કોઈ એજન્ડા નક્કી કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં વિપક્ષી ગઠબંધનની સંયુક્ત રેલીની રૂપરેખા પણ હજુ સુધી નક્કી નથી. વિપક્ષી ગઠબંધનનો ચહેરો કોણ હશે અને કોના નેતૃત્વમાં તે ચૂંટણી લડશે તેના પર પણ કોઈ સહમતિ સધાઈ નથી. મહાગઠબંધનમાં સામેલ પક્ષો અલગ-અલગ સૂરમાં બોલી રહ્યા છે. સપા જુદા જ ટ્રેક પર છે તો કેજરીવાલની બોલી પણ હવે બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. આ રીતે મહાગઠબંધનમાં માત્ર કનફ્યુઝન જ છે. જ્યારે ભાજપ સંપૂર્ણપણે ઈલેક્શન મોડમાં આવી ગઈ છે. ટૂંક સમયમાં લગભગ 150 બેઠકો પર તેના ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દેશે. પીએમ મોદીએ દેશના અલગ-અલગ ભાગોમાં રેલીઓ કરીને રાજકીય માહોલ બનાવી રહ્યા છે.

આ પણ વાંચો: Budget 2024: આ બજેટમાં ઓટો સેક્ટર માટે શું છે નવુ? ઈ-વ્હીકલ અને નવા ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા અંગે શું છે સરકારનો પ્લાન- વાંચો

ભાજપના જૂના સાથી પક્ષો પરત ફરી રહ્યા છે

ભાજપના જૂના સાથી પક્ષો ફરી પાછા ફરી રહ્યા છે. નીતીશ કુમાર વિપક્ષી છાવણીમાંથી ફરી એનડીએનો હિસ્સો બની ગયા છે. આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી સાથે પણ વાતચીતનો દૌર શરૂ છે. એવુ મનાઈ રહ્યુ છે કે તેઓ એનડીએમાં પણ વાપસી કરી શકે છે. તેવી જ રીતે પંજાબમાં પણ અકાલી દળની ચર્ચા છે. યુપીથી લઈને કર્ણાટક અને બિહાર સુધી એનડીએનો સમૂહ પહેલેથી જ ઘણો મોટો છે. નીતીશ કુમારના આગમન સાથે, ભાજપ બિહારમાં વિશ્વાસ સાથે ઉભી છે કે તે તમામ 40 બેઠકો જીતવામાં સફળ થશે. ભાજપે યુપીમાં તમામ 80 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આ રીતે બીજેપી 2024માં 400ને પાર કરવાના નારા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે, જેના માટે પીએમ મોદી ઉત્તરથી દક્ષિણ સુધી રેલીઓ કરીને રાજકીય માહોલ બનાવી રહ્યા છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">