Gujarati NewsNationalIdol entry Tirtha Poojan 7 days ritual start 16 jan Pran Pratishta Ayodhya
મૂર્તિ પ્રવેશ, તીર્થ પૂજન…. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આજથી શરૂ થશે 7 દિવસનું વિશેષ અનુષ્ઠાન
રામજન્મ ભૂમિ ટ્રસ્ટ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાત દિવસ પહેલાના સમગ્ર કાર્યક્રમની પુરી રૂપરેખા રજૂ કરવામાં આવી છે. જેમા 16 જાન્યુઆરીએ પ્રાયશ્ચિત અને કર્મકુટી પૂજન સાથેએ આયોજનની શરૂઆત થશે. ત્યારબાદ 17 જાન્યુઆરીએ મૂર્તિ મંદિરમાં લાવવામાં આવશે. ત્યારબાદ દરરોજ અધિક અનુષ્ઠાન થશે.
Follow us on
અયોધ્યામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મંદિરના પ્રાંગણને શણગારવામાં આવ્યું છે. પરિસર સજ્જ છે, ગર્ભગૃહ રાહ જોઈ રહ્યું છે અને 140 કરોડ ભારતીયોની આંખો હાલ અયોધ્યાની તમામ ગતિવિધિ પર મંડાયેલી છે. રસ્તાઓ પર લાઇનમાં ઉભેલા ભક્તો માત્ર તે ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને પછી રામલલાના ભવ્ય દર્શન થશે. ઘડી નજીક છે. હવે માત્ર સાત દિવસ બાકી છે. પ્રાણ પ્રતિષ્ઠા માટેની તારીખ 22મી જાન્યુઆરી 2024 નક્કી કરવામાં આવી છે અને આ નિયત તારીખ પહેલા 16મી જાન્યુઆરીથી તેના માટેનુ અનુષ્ઠાન શરૂ થવા જઈ રહ્યુ છે. મંગળવારથી લઈને 22 જાન્યુઆરી સોમવાર સુધી દરરોજ વિશેષ અનુષ્ઠાન થશે, જેની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. .બસ હવે ભક્તોની સદીઓની રાહનો અંત આવ્યો છે અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થવાની છે.
16મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યા છે અનુષ્ઠાન
રામજન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા આ સાત દિવસની સમગ્ર કાર્યક્રમની જાણકારી રજૂ કરવામાં આવી છે. 16 જાન્યુઆરીના રોજ પ્રાયશ્ચિત અને કર્મકુટી પૂજન સાથે આ કાર્યક્રમની શરૂઆત થશે. આ પછી 17 જાન્યુઆરીએ મૂર્તિનો મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવશે. આ પછી દરરોજ અધિક અનુષ્ઠાન થશે. જેમાં પાણી, ઔષધિ, સુગંધ, ઘી, અનાજ, ખાંડ, ફૂલ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ અધિવાસોની સમાપ્તિ બાદ 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ભગવાન શ્રી રામ લાલાની મૂર્તિની શુભ પ્રાણ પ્રતિષ્ઠા પોષ મહિનાની શુક્લ પક્ષની કુર્મ દ્નાદશીની તીથિના દિવસે 22 જાન્યુઆરીએ થશે. પ્રાણ પ્રતિષ્ઠાઅભિજીત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
આયોજનની તીથિ અને સ્થળ: ભગવાન શ્રી રામ લાલાની મૂર્તિનો શુભ પ્રાણ પ્રતિષ્ઠા યોગ પોષ શુક્લ કુર્મ દ્વાદશી, વિક્રમ સંવત 2080, એટલે કે સોમવાર, 22 જાન્યુઆરી 2024 ના રોજ આવે છે.
શાસ્ત્રોક્ત પ્રોટોકોલ અને પૂર્વ સમારોહ અનુષ્ઠાન: તમામ શાસ્ત્રોક્ત પ્રોટોકોલને અનુસરીને, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બપોરે અભિજીત મુહૂર્તમાં હાથ ધરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વ-સંસ્કારોની ઔપચારિક વિધિઓ 16 જાન્યુઆરીથી શરૂ થશે અને 21 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે.
અધિવાસ પ્રોટોકોલ અને આચાર્ય: સામાન્ય રીતે, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સાત અધિવાસ હોય છે, અને વ્યવહારમાં ઓછામાં ઓછા ત્રણ અધિવાસ હોય છે. 121 આચાર્યો અનુષ્ઠાનનું સંચાલન કરશે. શ્રી ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અનુષ્ઠાનની તમામ કાર્યવાહીની દેખરેખ, સંકલન, સંચાલન અને નિર્દેશન કરશે અને મુખ્ય આચાર્ય કાશીના લક્ષ્મીકાંત દીક્ષિત હશે.
વિશેષ અતિથિ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપીના મુખ્યમંત્રકી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
વૈવિધ્યસભર પ્રતિનિધિત્વ: ભારતીય અધ્યાત્મવાદની તમામ શાળાઓના આચાર્ય, ધર્મ, સંપ્રદાય, પૂજા પદ્ધતિ, પરંપરા, 150 થી વધુ પરંપરાના સંતો, મહામંડલેશ્વરો, મંડલેશ્વરો, શ્રીમહંતો, મહંત, નાગા સાધુઓ, તેમજ 50 થી વધુ આદિવાસીઓના અગ્રણી વ્યક્તિઓ, ગિરિવાસી, તત્વવાસી, દ્વીપવાસી આદિવાસી પરંપરાઓના લોકો રામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનશે.
ઐતિહાસિક આદિજાતિ પ્રતિનિધિત્વ: પહાડો,જંગલો, તટીય વિસ્તારો, ટાપુઓ સહિતના વિસ્તારોના લોકો દ્વારાપ્રતિનિધિત્વ કરાઈ રહેલી જનજાતિય પરંપરાઓની ઉપસ્થિતિ ભારતના હાલના ઈતિહાસમાં પ્રથમવાર થઈ રહી છે. જે અનોખી મિસાલ બનવા જઈ રહ્યુ છે.
સમાવિષ્ટ પરંપરાઓ: આ પરંપરાઓમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત, ગણપત્ય, પાટ્ય, શીખ, બૌદ્ધ, જૈન, દશનામ, શંકર, રામાનંદ, રામાનુજ, નિમ્બાર્ક, માધવ, વિષ્ણુ નામી, રામસનેહી, ઘીસાપંથ, ગરીબદાસી, ગૌડીય, કબીરપંથી અને વાલ્મિકી સામેલ છે. આ ઉપરાંત શંકરદેવ (આસામ), માધવ દેવ, ઈસ્કોન, રામકૃષ્ણ મિશન, ચિન્મય મિશન, ભારત સેવાશ્રમ સંઘ, ગાયત્રી પરિવાર, અનુકુલ ચંદ્ર, ઠાકુર પરંપરા, ઓડિશાના મહિમા સમાજ, અકાલી, નિરંકારી, પંજાબના નામધારી, રાધાસ્વામી, અને સ્વામિનારાયણ , વારકરી. , વીર શૈવ પણ સામેલ છે.
દર્શન અને ઉજવણી: ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂરો થયા બાદ તમામ સાક્ષીઓ અનુક્રમે દર્શન કરશે. શ્રી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સાહ સર્વત્ર દેખાઈ રહ્યો છે. અયોધ્યા સહિત સમગ્ર ભારતમાં તેને ભારે ઉત્સાહ સાથે ઉજવવાનો સંકલ્પ લેવામાં કરવામાં આવ્યો છે. સમારોહની તૈયારીઓ દરમિયાન, વિવિધ રાજ્યોમાંથી લોકો સતત પાણી, માટી, સોના, ચાંદી, રત્નો, કપડાં, આભૂષણો, વિશાળ ઘંટ, ડ્રમ્સ, સુગંધ/સુગંધિત વસ્તુઓ લાવી રહ્યા છે. તેમાંથી સૌથી વધુ નોંધપાત્ર હતી માતા જાનકીના પિયર પક્ષ તરફથી મોકલવામાં આવેલા ભેટ જે જનકપુર (નેપાળ) અને સીતામઢી (બિહાર)થી તેમના મામાના ઘરેથી અયોધ્યા લાવવામાં આવ્યા હતા. રાયપુર, દંડકારણ્ય વિસ્તારમાં આવેલા પ્રભુના શ્રીરામના મામાના ઘરેથી પણ વિવિધ પ્રકારના આભૂષણો વગેરેની ભેટ મોકલવામાં આવી છે.