અધુરા મંદિરના નિર્માણ સાથે પ્રાણ પ્રતિષ્ઠા પર શંકરાચાર્યે ઉઠાવેલા સવાલનો ચોટદાર જવાબ આપી રહ્યુ છે સોમનાથ ટ્રસ્ટનું આ પુસ્તક- જુઓ વીડિયો
અયોધ્યામાં રામ મંદિરના સંપૂર્ણ નિર્માણ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર ચાર મઠોના શંકરાચાર્યજી અને દેશની વિપક્ષી પાર્ટી સવાલ ઉઠાવી રહી છે. જેનો ચોટદાર જવાબ આપી રહ્યુ છે સોમનાથ ટ્રસ્ટનું આ પુસ્તક.
શંકરાચાર્યો અને વિપક્ષ દ્વારા મંદિરના અડધા બાંધકામને અપશુકન ગણાવતી બાબતને જડબાતોડ જવાબ આપી રહ્યું છે સોમનાથ ટ્રસ્ટનું પુસ્તક ‘પ્રભાસ તીર્થ દર્શન સોમનાથ’. આ પુસ્તકમાં જે લખાયું છે તે સમજવુ જરૂરી છે. આ પુસ્તકમાં લખાયું છે તે મુજબ 8 મે 1950ના રોજ મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહે નવા સોમનાથ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.
સૌ પ્રથમ ફ્લોર પથ્થરનો બનાવવામાં આવ્યો હતો અને તેની ઉપર ગર્ભગૃહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 11 મે, 1951ના રોજ ભગવાન સોમનાથના શિવલિંગને તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના કમળના પુષ્પોથી અભિષેક કરવામાં આવ્યો હતો. તે સમયે પંડિત સરસ્વતીજીએ 108 તીર્થસ્થાનોમાંથી શિવલિંગના જળથી જલાભિષેક કરીને પૂજા પૂર્ણ કરી હતી. 101 તોપોની સલામી આપવામાં આવી હતી અને આકાશ જયસોમનાથના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. જ્યારે સભામંડપ અને શિખરનું નિર્માણ પૂર્ણ થયું.
આ પણ વાંચો: અયોધ્યામાં 13 લાખ 50 હજાર લાડુ કરાયા તૈયાર, ભોગ ધરાવ્યા બાદ ભાવિકોને પ્રસાદ રૂપે અપાશે લાડુ- વીડિયો
તેના વર્ષો બાદ 13 મે 1965ના રોજ કળશને પવિત્ર કર્યા પછી કૌશલ્ય ધ્વજ લહેરાવવામાં આવ્યો. આ રીતે સોમનાથના પુનઃનિર્માણનું વચન પૂર્ણ થયું હતું. આ પુસ્તક જે.ડી.પરમાર દ્વારા લખાયેલ છે અને તેના પ્રકાશક શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ પાટણ છે. સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરી આખી બાબતની આધાર સાથે રજૂઆત કરી રહ્યા છે.
Input Credit- Yogesh Joshi- Somnath
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો