મોદી હૈ તો મુમકીન હૈ, ફારુક અબ્દુલ્લાએ કર્યા પીએમ મોદીના વખાણ
જમ્મુ કાશ્મીરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રજાલક્ષી વિકાસ કાર્યોને કારણે જમ્મુ અને કાશ્મીરનું અર્થતંત્ર વધુ ઝડપે ધમધમતુ થવા સાથે પ્રવાસન પ્રવૃતિને વેગ આપશે. જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટેના અનેક પ્રોજેક્ટને લઈને પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યાં.
પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનુ લોકાર્પણ કરવાની સાથે સાથે ઘણી વિકાસલક્ષી યોજના માટે શિલાન્યાસ પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની જમ્મુ કાશ્મીરની મુલાકાત દરમિયાન કાશ્મીર ખીણના પ્રદેશ માટે પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી. આના પર, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મ્હોફાંટ વખાણ કર્યા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલ મંગળવાર 20મી ફેબ્રુઆરીએ કાશ્મીર ખીણમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન અને સાંગલદાન સ્ટેશન અને બારામુલ્લા સ્ટેશન વચ્ચેની ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી. કાશ્મીર ખીણ પ્રદેશના વિસ્તારોમાં રેલવે સેવા શરૂ કરવાના પગલાને, જમ્મુ કાશ્મીર સહીત સમગ્ર દેશમાંથી પ્રશંસા મળી છે.
#WATCH | J&K: On PM Modi to flag off the first electric train in the valley and train service between Sangaldan station & Baramulla station today, National Conference Chief Farooq Abdullah says, “…We needed it. It is important for our tourism and people. This is a big step that… pic.twitter.com/hu6F7GCfE3
— ANI (@ANI) February 20, 2024
નેશનલ કોન્ફરન્સ પાર્ટીના વડા, અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ પણ વડાપ્રધાન મોદીનો, આ મુદ્દે આભાર વ્યક્ત કરીને તેમની પ્રશંસા કરી હતી. નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, “અમને આની જરૂર હતી. આ પગલું આપણા પ્રવાસન અને લોકો માટે મહત્વપૂર્ણ છે. આ એક મોટું પગલું છે જે આજે ઉઠાવવામાં આવ્યું છે. હું આ માટે રેલવે મંત્રાલય અને પીએમ મોદીને અભિનંદન આપું છું.”
ફારુક અબ્દુલ્લાએ, વધુમાં જણાવ્યું હતું કે “જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરના ખીણ પ્રદેશને રેલવેથી જોડવાથી, શિયાળા અને ચોમાસા દરમિયાન રોડ અવરોધાઈ જવા જેવી ઘણી સમસ્યાઓ હલ થશે, રેલવેને કારણે માલસામાન અને સેવાઓના પરિવહન અને પુરવઠામાં પણ મદદરૂપ થશે. મને આશા છે કે આ રેલવે સેવા આપણા લોકો માટે પ્રગતિ લાવશે. અમને આશા હતી કે આ સેવા 2007 માં જ શરૂ થશે. પરંતુ ડુંગરાળ વિસ્તારને કારણે ઘણી મુશ્કેલીઓ હતી. હવે અમે ખુશ છીએ કે આ સેવા શરૂ થઈ છે.”
આઝાદે આરોપ લગાવ્યો હતો, અબ્દુલ્લાએ જવાબ આપ્યો હતો
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે, બે દિવસ પૂર્વે જ ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા વિશે એવો દાવો કર્યો હતો કે તેઓ રાત્રે પીએમ નરેન્દ્ર મોદી સાથે ગુપ્ત બેઠકો કરે છે. આ અંગે ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, “હું આશ્ચર્યચકિત છું જ્યારે હું ગુલામ નબી આઝાદ તરફથી આવા નિવેદનો સાંભળું છું. તેમણે કહ્યું હતું કે જો મારે વડાપ્રધાન મોદી અથવા અમિત શાહને મળવું હોય તો હું ધોળા દિવસે મળીશ, તેમને હું રાત્રે કેમ મળું. ?”