Electric Vehicles in Indian Army: હવે ભારતીય સેનામાં પણ સામેલ કરવામાં આવશે ઈલેક્ટ્રિક વાહન, જાણો શું છે સરકારનો પ્લાન

|

Apr 24, 2022 | 11:00 AM

Electric Vehicles in Indian Army: ટાટા મોટર્સ પરફેક્ટ મેટલ ઈન્ડસ્ટ્રીઝ (PMI) અને રિવોલ્ટ મોટર્સ કંપનીએ શુક્રવારે નવી દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આર્મી ચીફ જનરલ એમએમ નરવણે અને ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓની સામે તેમના સંબંધિત ઈલેક્ટ્રિક વાહનો (EV) પ્રદર્શિત કર્યા.

Electric Vehicles in Indian Army: હવે ભારતીય સેનામાં પણ સામેલ કરવામાં આવશે ઈલેક્ટ્રિક વાહન, જાણો શું છે સરકારનો પ્લાન
File Image

Follow us on

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો (Petrol Diesel Price Hikes) વચ્ચે દેશ હવે ઈલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) તરફ આગળ વધી રહ્યો છે, જ્યારે સરકાર તાજેતરમાં ઈંધણના વિકલ્પ તરીકે ગ્રીન હાઈડ્રોજન (Green Hydrogen) બનાવવાની દિશામાં પણ કામ કરી રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સામાન્ય લોકો માટે ઈલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે સબસિડી પણ આપી રહી છે. ઈલેક્ટ્રિક વાહનોને લગતું એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં ભારતીય સેનામાં (Indian Army) પણ ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. હા, ભારતીય સેનાએ તેના વાહનોના કાફલામાં ઈલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. સેનાના અધિકારીઓએ આ માટે એક ભલામણ તૈયાર કરી લીધી છે.

ટાટા મોટર્સ પરફેક્ટ મેટલ ઈન્ડસ્ટ્રીઝ (PMI) અને રિવોલ્ટ મોટર્સ કંપનીએ શુક્રવારે નવી દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આર્મી ચીફ જનરલ એમએમ નરવણે અને ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓની સામે તેમના સંબંધિત ઈલેક્ટ્રિક વાહનો (EV) પ્રદર્શિત કર્યા. ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદકોએ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન હસ્તગત કરવામાં આવેલ ઈલેક્ટ્રિક વાહનોની ટેક્નોલોજી અને તેમની વધતી જતી લોકપ્રિયતા વિશે માહિતી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સેનાના કાફલામાં ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક વાહનો પણ સામેલ થશે.

શું છે સરકારનો પ્લાન?

ભારતીય સેનામાં ઈલેક્ટ્રિક વાહનોને સામેલ કરવા માટે બોર્ડ ઓફ ઓફિસર્સે તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આના આધારે ભારતીય સેના ત્રણ કેટેગરીમાં કાર, બસ અને મોટરસાઈકલમાં ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાની યોજના બનાવી રહી છે. સંરક્ષણ પ્રધાને ભારતીય સેનામાં ઈલેક્ટ્રિક વાહનોને સામેલ કરવાની અને સરકારની નીતિઓને અનુરૂપ અશ્મિભૂત ઈંધણ પર નિર્ભરતા ઘટાડવાની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ફેમ I અને IIની સરકારી નીતિએ ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ સિસ્ટમને જાળવી રાખવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને મોટું પ્રોત્સાહન આપ્યું છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

તમને જણાવી દઈએ કે ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે લાઈસન્સ મેળવવાની જરૂરિયાતને દૂર કરી દીધી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે સરકારે ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આ મોટું પગલું ભર્યું છે.

સેના ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહિત કરશે

પીબીએનએસના અહેવાલ મુજબ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેનું માનવું છે કે પરિવહનનું ભવિષ્ય ઈલેક્ટ્રિક વાહનોમાં રહેલું છે અને ભારતીય સેનાએ આ બાબતમાં અગ્રણી બનવું પડશે. ભારતીય સેનાએ પણ આ ટેક્નોલોજીને અપનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવવી પડશે, કારણ કે વિશ્વની સેનાઓ પણ તેમના કાફલામાં ઈલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરવા પર વિચાર કરી રહી છે.

ભારતીય સૈન્યમાં ઈલેક્ટ્રિક વાહનોને સામેલ કરવા માટે એક ચોક્કસ સમયમર્યાદા રોડમેપ તૈયાર કરવા માટે પુરવઠા અને પરિવહનના મહાનિર્દેશક (DGST) લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર સિંહ યાદવ હેઠળ અધિકારીઓના એક બોર્ડની રચના કરવામાં આવી છે.

બોર્ડ ઓફ ઓફિસર્સે તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર સિંહ યાદવે આર્મી કમાન્ડરોની બેઠક દરમિયાન ઈલેક્ટ્રિક વાહનોને સામેલ કરવાની યોજના વિશે આર્મી સ્ટાફના વડા, આર્મી કમાન્ડર અને વરિષ્ઠ આર્મી અધિકારીઓને માહિતી આપી હતી. આના આધારે ભારતીય સેના કાર, બસ અને મોટરસાઈકલની ત્રણેય શ્રેણીમાં ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા જઈ રહી છે.

આ પણ વાંચો: PM Modi Jammu Kashmir Visit Live: PM મોદી આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે, સુરક્ષા વ્યવસ્થા કડક

આ પણ વાંચો: Suratમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 54,005 ઉમેદવારો આપશે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article