ગુજરાત કોંગ્રેસ માટે દિલ્લીમાં મંથન, રાહુલ-ખરગેની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ કમિટીની મળી બેઠક

|

Dec 16, 2023 | 9:32 PM

લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો સાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેની બેઠક મળી. જેમા પ્રદેશ કોંગ્રેસ સંગઠનના માળખાને અંતિમ ઓપ આપવા અંગે મંથન કરાયુ તો ગુજરાત કોંગ્રેસના આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરાઈ.

લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈ ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની દિલ્લીમાં બેઠક મળી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં ગુજરાત કોંગ્રેસનું સંગઠન માળખું જલ્દી જાહેર કરવા અને એકજુથ થઈ લોકસભા ચૂંટણી લડવા સૂચના આપવામાં આવી. આ સિવાય લોકસભા દીઠ સિનિયર નેતાઓએ તૈયાર કરેલ રિપોર્ટ પણ બેઠકમાં સબમિટ કરવામાં આવ્યો.

લોકસભા દીઠ કોંગ્રેસની સ્થિતિ અંગે બેઠકમાં મંથન

લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈ ગુજરાત કોંગ્રેસનું મંથન દિલ્હી કોંગ્રેસના હેડ ક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, રાહુલ ગાંધીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં થોડા સમય પહેલા જ જાહેર કરાયેલ ગુજરાત કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનીક ઉપસ્થિત રહ્યા હતા.

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

લોકસભા બેઠકો દીઠ ઉમેદવારોની પેનલ તૈયાર કરવા સૂચના

આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ તૈયાર કરેલ લોકસભા દીઠ કોંગ્રેસની સ્થિતિ દર્શાવતો રિપોર્ટ સબમિટ કર્યો હતો. મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને લોકસભા ચૂંટણી એકજૂથ થઈ લડવા તેમજ સંગઠન માળખું જલ્દી જાહેર કરવા માટે સૂચના આપી હતી. આ સિવાય લોકસભા દીઠ ઉમેદવારોની પેનલ તૈયાર કરવા અંગે જણાવવામાં આવ્યું.

આ પણ વાંચો: અમદાવાદ વીડિયો : 4.56 કરોડના ખર્ચે બનાવેલા લાંભા વોર્ડના તળાવની દુર્દશા, વોક વે અને પ્લે એરિયા પાણીમાં ગરકાવ

સકારાત્મક એજન્ડા સાથે સંગઠન મજબૂત કરીશું:ખરગે

ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ટ્વીટ કરી જણાવ્યું કે ગુજરાતમાં ભાજપ સરકારના કુશાસનના કારણે મુદ્દાઓ યથાવત છે. બેરોજગારી, મોંઘવારી, આર્થિક અસમાનતા, દલિતો-આદિવાસીઓ સામે અત્યાચાર, ફરજીવાડા અને અપાર ભ્રષ્ટાચાર. લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસની તૈયારીઓને લઈ વિચાર-વિમર્શ કર્યું. કોંગ્રેસ પાર્ટી સકારાત્મક એજન્ડા સાથે નવા પડકારો માટે સંગઠનને મજબૂત કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો