ઓનલાઈન શિક્ષણના નામે લોકોને છેતરી રહી છે BYJU’S ! વિદ્યાર્થીઓ અને વાલીઓએ લગાવ્યા છે ગંભીર આરોપો

એક વાર જાણીતી બન્યા બાદ સતત વિવાદોમાં રહેલ એજ્યુકેશન કંપની અને વિશ્વની સૌથી મૂલ્યવાન એડટેક સ્ટાર્ટ-અપ બાયજુસ કંપની પર તેની સેવા લેનાર લોકોએ છેતરપીંડી સહિત શોષણના પણ ઘણા આરોપો લગાવ્યા છે.

ઓનલાઈન શિક્ષણના નામે લોકોને છેતરી રહી છે BYJU'S ! વિદ્યાર્થીઓ અને વાલીઓએ લગાવ્યા છે ગંભીર આરોપો
BYJUS is cheating people in the name of online studies
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 3:57 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ FEMAની જોગવાઈઓ હેઠળ બેંગલુરુમાં રવિન્દ્રન બાયજુ (BYJU) અને તેની કંપની ‘થિંક એન્ડ લર્ન ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મની 3 જગ્યાઓ પર સર્ચ હાથ ધર્યું છે. EDએ સર્ચ ઓપરેશન દરમિયાન વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કર્યા છે.

ત્યારે આ પ્રખ્યાત એજ્યુકેશન કંપની અને વિશ્વની સૌથી મૂલ્યવાન એડટેક સ્ટાર્ટ-અપ બાયજુસ કંપની પર તેની સેવા લેનાર લોકોએ છેતરપીંડી સહિત શોષણના પણ ઘણા આરોપો લાગ્યા છે. ત્યારે કેટલાક લોકો તેને લઈને કેસ દાખલ કરતા કાર્યવાહી પણ થઈ છે. ત્યારે આ એપ તેમજ તેની સેવાને લઈને લોકોના લગાવેલ આરોપોના આધારે આ જાણકારી આપી રહ્યા છે.

વન ટુ વન શિક્ષણના નામે છેતરપીંડી

મિડીયા રિપોર્ટ મુજબ એક તેની સેવા લેનાર એક યુવકે તેઓ તેનું રિફંડ મેળવવા માટે મહિનાઓથી આ કંપનીની પરેશાન કરી રહી હોવાના આરોપ લગાવ્યા હતા. જેમણે કહ્યુ હતુ કે તેમના પુત્રને ગણિત અને વિજ્ઞાન શીખવવા માટે બાયજુ પાસેથી બે વર્ષનો પ્રોગ્રામ ખરીદ્યો હતો. આ માટે તેણે બાયજુને 5,000 રૂપિયા આપ્યા. જે બાદ તેમણે કહ્યું કે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમના પુત્રને રૂબરૂ કોચિંગ આપવામાં આવશે અને કાઉન્સેલરની સેવાઓ પણ મળશે. પરંતુ શરૂઆતના થોડા મહિનાઓ પછી, બાયજુએ તેના કૉલનો જવાબ આપવાનું બંધ કરી દીધું હતુ.

23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી

અનિચ્છનીય લોન આપવાના આરોપ

આ અગાઉ એક આક્ષેપ કર્તા BYJU’sને લઈને જણાવ્યુ હતુ કે BYJU’S નામની કંપનીએ તેણીનીની પુત્રીના સારા અભ્યાસને કારણે તેને આખા વર્ષ દરમિયાન ઓનલાઈન ટ્યુશન અને લેપટોપ આપવાનું વચન આપ્યું હતું. કહ્યું કે આ માટે તેઓએ કેટલાક પૈસા ખર્ચવા પડશે. જેને લઈને આ સંબંધમાં BYJU’s કંપનીમાંથી શશાંક નેગી નામનો વ્યક્તિ તેના ઘરે આવ્યો હતો અને કહ્યુ કે ટ્યુશન ફી અને લેપટોપના પૈસા BYJUSને હપ્તામાં ચૂકવવા પડશે. આ પછી તેણે શશાંકને પ્રક્રિયા રદ કરવા કહ્યું કારણ કે તેના પતિ હવે તેમ ઈચ્છતા ન હતા . પરંતુ શશાંકે આક્ષેપ કર્તાને કહ્યુ કે લોનની પ્રક્રિયા થઈ ગઈ છે.

UPSC અભ્યાસક્રમમાં ખોટી માહિતી આપવાનો આરોપ

જે બાદ બાયજુસ પર UPSC અભ્યાસક્રમમાં ખોટી માહિતી આપવાનો આરોપ લાગ્યો હતો. સાયન્સ ફર્મ ક્રાઈમિયોફોબિયાના સ્થાપક સ્નેહિલ ધલએ આરે કોલોની પોલીસ સ્ટેશનમાં બાયજુના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં UPSC અભ્યાસક્રમમાં કહ્યું હતું કે CBI એ યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન વિરૂદ્ધ ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (UNTOC)ની નોડલ એજન્સી છે. ધલના જણાવ્યા અનુસાર, CBI એ સ્પષ્ટ કર્યું છે કે તે યુએનટીઓસી માટે નોડલ એજન્સી નથી. તેથી તેણે ખોટી માહિતી આપવા બદલ બાયજુસ વિરુદ્ધ FIR દાખલ કરી છે.

BYJU’s પર વિદ્યાર્થીઓના શોષણના આરોપ

BYJU’s પર વિદ્યાર્થીઓએ પણ આરોપ લગાવ્યા છે કે તેમનું શોષણ થયું છે અને લોન આધારિત કરારો કરાવવા માટે તેમને છેતરવામાં આવી રહ્યા છે. કોર્સ ખરીદવા માટે તેઓએ તેમની બચત અને ભવિષ્ય જોખમમાં મૂકવું પડશે. આ બાબતે, બાળ અધિકાર સંસ્થાએ અગાઉ રવીન્દ્રનને 23 ડિસેમ્બરે વિદ્યાર્થીઓને BYJUના કોર્સમાં હાર્ડ સેલિંગ અને મિસ સેલિંગના કથિત ગેરરીતિ અંગે રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, “કમિશન પાસે આવેલા એક સમાચારમાં જણાવાયું છે કે BYJUની સેલ્સ ટીમ તેમના બાળકો માટે કોર્સ ખરીદવા માટે માતા-પિતાને લલચાવે છે, છેતરે છે અને શોષણ કરે છે.”

વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
g clip-path="url(#clip0_868_265)">