Breaking News: Jammu Kashmir: બૈસાખી મેળામાં મોટી દુર્ઘટના, સંગમ પર બનેલો ફૂટ બ્રિજ તૂટ્યો, ઘણા લોકો ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના ત્યારે સર્જાઈ છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો અહીં બૈસાખીના તહેવારની ઉજવણી માટે એકઠા થયા હતા. જિલ્લાના ચૈનાની તાલુકામાં બિનિસંગ નદી પરનો પુલ તૂટી પડ્યો હતો.

Breaking News: Jammu Kashmir: બૈસાખી મેળામાં મોટી દુર્ઘટના, સંગમ પર બનેલો ફૂટ બ્રિજ તૂટ્યો, ઘણા લોકો ઘાયલ
Jammu Kashmir: બૈસાખી મેળામાં મોટી દુર્ઘટના
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 4:09 PM

Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના ત્યારે સર્જાઈ છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો અહીં બૈસાખીના તહેવારની ઉજવણી માટે એકઠા થયા હતા. જિલ્લાના ચૈનાની તાલુકામાં બિનિસંગ નદી પરનો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે.

સ્થાનિક પોલીસકર્મીઓ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી

સ્થાનિક પોલીસકર્મીઓ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેઓને બચાવી લેવામાં આવ્યા છે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, બૈસાખી નિમિત્તે બૈન ગામના બેની સંગમ ખાતે મેળો ભરાય છે. આ મેળામાં ભાગ લેવા માટે આસપાસના ઘણા ગામોમાંથી લોકો એકઠા થાય છે.

આ પણ વાંચો: Delhi Free Electricity: દિલ્હીમાં મફત વીજળી પર લોકોને મોટો ઝટકો! આવતીકાલથી 46 લાખથી વધુ પરિવારોને નહીં મળે સબસિડી

જ્યારે લોકો અહીં સંગમ પર બનેલા પુલ પર ચઢી રહ્યા હતા, તે જ સમયે આ પુલ તુટી ગયો. જેના કારણે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ તંત્રને ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ રાહત ટીમના વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પુલ ધરાશાયી થતાં 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ

પ્રાથમિક માહિતી મુજબ મેળામાં પુલ ધરાશાયી થતાં 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રશાસન વતી રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે લોકોને બચાવવાની કામગીરીમાં લાગેલી છે. ઉધમપુર જિલ્લાના એસએસપી ડૉ. વિનોદે જણાવ્યું કે અત્યાર સુધીમાં 6 લોકોના ઘાયલ થવાની માહિતી મળી છે. સ્થળ પર ઝડપથી બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
રાજકોટમાં અશાંતધારા ભંગની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ થઈ દોડતી- Video
રાજકોટમાં અશાંતધારા ભંગની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ થઈ દોડતી- Video
અલંગ દરિયામાં ડામર જેવું કેમિકલ છોડાતા અનેક માછલીઓ અને પક્ષીઓના મોત
અલંગ દરિયામાં ડામર જેવું કેમિકલ છોડાતા અનેક માછલીઓ અને પક્ષીઓના મોત
કાંકરેજના માનપુરામાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, ખેતરોમાં પાણી ફરી વળ્યા
કાંકરેજના માનપુરામાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, ખેતરોમાં પાણી ફરી વળ્યા
BZ કૌભાંડ કેસમાં શાળાઓમાં ચોક્કસ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી
BZ કૌભાંડ કેસમાં શાળાઓમાં ચોક્કસ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">