Delhi Free Electricity: દિલ્હીમાં મફત વીજળી પર લોકોને મોટો ઝટકો! આવતીકાલથી 46 લાખથી વધુ પરિવારોને નહીં મળે સબસિડી
દિલ્હીના ઉર્જા મંત્રી આતિશીએ લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેના પર ફાઇલ રોકવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે વીજળી સબસિડી માટેનું બજેટ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ સબસિડી અંગેના કેબિનેટના નિર્ણયની ફાઇલ LG પાસે છે.
Delhi: દિલ્હીના ઉર્જા મંત્રી આતિશીએ કહ્યું છે કે, આવતીકાલથી દિલ્હીના 46 લાખથી વધુ પરિવારોને વીજળી સબસિડી નહીં મળે. આતિશીએ લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેના પર ફાઇલ રોકવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે વીજળી સબસિડી માટેનું બજેટ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ સબસિડી અંગેના કેબિનેટના નિર્ણયની ફાઇલ LG પાસે છે. આતિશીએ કહ્યું કે તેમણે લેફ્ટનન્ટ ગવર્નરને મળવા માટે 5 મિનિટનો સમય માંગ્યો હતો, પરંતુ તેમણે આટલી મહત્વની બાબત પછી પણ સમય આપ્યો ન હતો. તેમણે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરે 24 કલાક પછી પણ સમય આપ્યો નથી.
આવતીકાલથી વીજળી પર સબસિડી મળશે નહીં
આતિશી કહે છે કે આ સમયે સામાન્ય જનતાને વીજળી સબસિડી મળતી રહે, તે સૌથી મહત્વપૂર્ણ છે, પરંતુ લેફ્ટનન્ટ ગવર્નર તેમને મળવાનો સમય નથી આપી રહ્યા, તેમને ન મળવાના કારણે રાજધાનીના 46 લાખથી વધુ પરિવારો પ્રભાવિત થશે. આવતીકાલથી સબસિડી ઉપલબ્ધ રહેશે નહીં.
આ પણ વાંચો : સત્તાનો દુરુપયોગ કરનારા લોકો જ અસલી ‘રાષ્ટ્ર વિરોધી’, સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર
મીટિંગનો 5 મિનિટનો સમય પણ આપ્યો ન હતો: આતિશી
આતિશીએ લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને કહ્યું કે, મેં ઘણી વખત એલજી ઓફિસનો સંપર્ક કર્યો અને લેફ્ટનન્ટ ગવર્નર સાથે એપોઇન્ટમેન્ટ માટે કહ્યું, પરંતુ મને 5 મિનિટની પણ એપોઇન્ટમેન્ટ આપવામાં આવી ન હતી. જ્યારે આ બહુ ગંભીર મુદ્દો છે. તેમણે કહ્યું કે આ મુદ્દે કેબિનેટના નિર્ણયવાળી ફાઇલ એલજી ઓફિસમાંથી પરત કરવામાં આવી નથી. જેના કારણે લાખો ગ્રાહકોની વીજળી સબસિડી બંધ થઈ ગઈ છે.
આતિશીએ કહ્યું કે ભાજપ જાણી જોઈને લોકોને વીજળી સબસિડી મેળવવા દેવા માંગતી નથી. તેમણે એલજીને ફાઈલ સંબંધિત તમામ કામ વહેલી તકે પૂર્ણ કરવા અને દિલ્હીના લોકોને વીજળી સબસિડી આપવામાં મદદ કરવા વિનંતી કરી.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…