બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા મુશ્કેલીમાં, મહાદેવ બેટિંગ એપ કેસમાં EDની પુછપરછ

|

Oct 17, 2024 | 8:37 PM

તમન્ના ભાટિયાએ મહાદેવ સટ્ટાબાજીની એપમાં IPL જોવા માટેનો પ્રચાર કર્યો હતો. અભિનેત્રી હાલમાં જ ફિલ્મ સ્ત્રી 2ને કારણે ચર્ચામાં હતી, જેમાં તેનું ગીત આજ કી રાત...ખુબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે.

બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા મુશ્કેલીમાં, મહાદેવ બેટિંગ એપ કેસમાં EDની પુછપરછ

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈડી દ્વારા તમન્નાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. તમન્ના ભાટિયાની ગુવાહાટીની ED ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ મેચોને ગેરકાયદેસર રીતે જોવાને પ્રોત્સાહન આપવાના આરોપમાં ઈડી દ્વારા તમન્નાને સમન્સ મોકલીને પુછપરછ કરવામાં આવી હતી.

તમન્ના ભાટિયાએ મહાદેવ સટ્ટાબાજીની એપમાં IPL જોવા માટેનો પ્રચાર કર્યો હતો. અભિનેત્રી હાલમાં જ ફિલ્મ સ્ત્રી 2ને કારણે ચર્ચામાં હતી, જેમાં તેનું ગીત આજ કી રાત…ખુબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે.

તમન્ના લગભગ બપોરના 1.30 વાગ્યે ગુવાહાટીમાં ED ઓફિસ પહોંચી હતી. અભિનેત્રી તમન્ના ભાટિયાની સાથે તેની માતા પણ હતી. અભિનેત્રીને ફેરપ્લે સટ્ટાબાજીની એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચો જોવાને કથિત રીતે પ્રમોટ કરવા બદલ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ફેરપ્લે એપ મૂળભૂત રીતે એક સટ્ટાબાજીની એપ છે, જેમાં અનેક પ્રકારની રમતો હોય છે. ફેરપ્લે એ મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપની સિસ્ટર એપ્લીકેશન છે, જે ક્રિકેટ, પોકર, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ કાર્ડ ગેમ્સ અને ચાન્સ ગેમ્સ જેવી ઘણી લાઈવ ગેમ્સમાં ગેરકાયદેસર સટ્ટાબાજી માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.

બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તમન્નાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. તમન્ના ભાટિયાની ગુવાહાટીની ED ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ મેચોને ગેરકાયદેસર રીતે જોવાને પ્રોત્સાહન આપવાના આરોપમાં ઈડી દ્વારા તમન્ના ભાટીયાને સમન્સ મોકલીને ફુછપરછ કરવામાં આવી છે.

 

Next Article