અમરનાથ યાત્રાએ જવાના છો ? આજથી નોંધણી પ્રક્રિયા શરુ, જાણો કેવી રીતે કરશો Online રજિસ્ટ્રેશન
અમરનાથ યાત્રા 2024 માટે ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ચાલો જાણીએ કે 29મી જૂન 2024થી શરૂ થતી આ યાત્રા માટે ઓનલાઈન પરમિટ કેવી રીતે ડાઉનલોડ કરવી.
અમરનાથ યાત્રા માટે એડવાન્સ રજીસ્ટ્રેશન આજથી એટલે કે 15મી એપ્રિલ 2024થી શરૂ થઈ ગયું છે. દર વર્ષે 45 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 29 જૂને શરૂ થશે અને રક્ષાબંધન અને સાવન પૂર્ણિમાના દિવસે 19 ઓગસ્ટે સમાપ્ત થશે.
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે નોંધણી કરાવે છે. આ યાત્રા માટે ભારતીય ભક્તોએ પ્રતિ ભક્ત 220 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે વિદેશી નાગરિકોએ આ માટે 1510 રૂપિયા પ્રતિ ભક્ત ચૂકવવા પડશે.
યાત્રામાં રજીસ્ટ્રેશન કરાવવા માટે ભક્તોને બ્લડ ગ્રુપની માહિતી સહિત આધાર કાર્ડ, ફોટોગ્રાફ અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર પડશે. દરેક મુસાફર માટે મેડિકલ ચેકઅપ ફરજિયાત છે. આવો, ચાલો જાણીએ કે અમરનાથ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
આ રીતે કરો ઓનલાઈન રજીસ્ટ્રેશન
- સૌ પ્રથમ શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB) ની સત્તાવાર વેબસાઇટ www.jksasb.nic.in પર જાઓ.
- અહીં ઓનલાઈન સર્વિસ ટૅપ પર આપેલા ‘રજિસ્ટર’ બટન પર ટૅપ કરો અથવા ક્લિક કરો.
- આ પછી ભક્તો તેમની માહિતી ભરે છે અને સબમિટ બટન પર ક્લિક કરે છે.
- એપ્લિકેશનની પ્રક્રિયા થયા પછી, વપરાશકર્તાઓને તેમના મોબાઇલ નંબર પર એક મેસેજ મળશે, જેમાં OTP એટલે કે વન ટાઇમ પાસવર્ડ આપવામાં આવશે.
- OTP દાખલ કર્યા પછી, એપ્લિકેશન ફી ચૂકવો.
- આ રીતે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે.
- નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, મુસાફરી પરમિટ ડાઉનલોડ કરી શકો છો.
આ રીતે મેળવો મેડિકલ પ્રમાણપત્ર
અમરનાથ યાત્રા માટેના મેડિકલ પ્રમાણપત્ર માટે, PNB, SBI, YES બેંક અને જમ્મુ અને કાશ્મીર બેંકની સ્થાનિક શાખાની મુલાકાત લો. ત્યાં આપેલું મેડિકલ ફોર્મ ભરો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાંથી ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. અમરનાથ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓની ઉંમર 13 વર્ષથી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
6 અઠવાડિયા કે તેથી વધુની ગર્ભવતી મહિલાઓ અમરનાથની મુલાકાત લઈ શકતી નથી. અમરનાથની યાત્રા કરનારા યાત્રિકોને ઘણી ઊંચાઈઓ પર જવું પડે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ જ કારણ છે કે અસ્થમા અને ફેફસા સંબંધિત સમસ્યાઓથી પીડિત ભક્તોને આ યાત્રા માટે તબીબી રીતે યોગ્ય ગણવામાં આવતા નથી.