મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રાજેશ કેસરવાની નામના ભાજપના નેતાના ઘરે આવકવેરા વિભાગે રેડ કરતા ત્યાંથી 4 મગરમચ્છ મળી આવ્યા હતા. શુક્રવારે વન વિભાગે રેડ દરમિયાન મળી આવેલા તમામ મગરમચ્છને તેના કબ્જામાં લીધા હતા. ભાજપના નેતાના કાળા નાણાં અને બેનામી સંપત્તિની તપાસ માટે આઈટી દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન રાજેશ કેસરવાનીના ઠેકાણાઓ પર રેડ કરવામાં આવી હતી. જો કે આઈટી વિભાગના જણાવ્યા મુજબ જે ઘરેથી મગરમચ્છ મળ્યા છે તે ભાજપના પૂર્વ ધારાસભ્ય હરવંશસિંહ રાઠોરના છે.
આ દરોડા રાઠૌરના બિઝનેસ પાર્ટનર રાજેશ કેસરવાનીના બીડી કારોબારમાં ટેક્સ ચોરીના આરોપોને પગલે કરવામાં આવ્યા હતા. રાઠૌરની સાગર જિલ્લામાં સારી એવી પકડ છે. તે વર્ષ 2013માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમના પિતા હરનામ રાઠૌર મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. ઈનકમ ટેક્સના અધિકારીઓએ રાજેશ કેસરવાની અને તેમના સહયોગીઓના ઠેકાણાઓ પર દરોડા કર્યા હતા.
મળતા અહેવાલ અનુસાર શુક્રવારે દરોડા દરમિયાન અધિકારીઓને પરિસરની અંદર બનેલા એક તળાવમાં ચાર મગરમચ્છ દેખાયા હતા. તેમણે તેની સૂચના વનવિભાગના અધિકારીઓને આપી. મધ્યપ્રદેશના વન વિભાગના પ્રમુખ અસીમ શ્રીવાસ્તવે મગરમચ્છ મળ્યાની પુષ્ટિ કરતા જણાવ્યુ કે તમામ મગરનું રેસ્ક્યુ કરી વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ કે જપ્ત કરાયેલા મગરના સ્વાસ્થ્યની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કે તેમણે એ જણાવવાનો ઈનકાર કરી દીધો કે મગરમચ્છ કોના ઘરેથી મળી આવ્યા છે.
આઈઠી અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 155 કરોડની ટેક્સ ચોરીની જાણકારી મળી છે. 3 કરોડ રોકડ સહિત સોનુ-ચાંદી જપ્ત કરાયુ છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે પૂર્વ ધારાસભ્યની 144 કરોડની ટેક્સ ચોરી પકડાઈ છે. જે કન્સ્ટ્રક્શનનો પણ બિઝનેસ કરે છે. આ
આવકવેરા વિભાગે ટેક્સ ચોરીના આ કેસમાં હરવંશસિંહ અને તેના સંબંધિતોના ઘરેથી દરોડા દરમિયાન 14 કિલો સોનુ જપ્ત કર્યુ. આઈ સાથે 144 કરોડની ટેક્સ ચોરી પકડાઈ છે. અધિકારીઓ જ્યારે તેના ઠેકાણા પર પ્રવેશ્યા તો જોઈને દંગ રહી ગયા હતા
આ સાથે જ પૂર્વ ધારાસભ્ય હરવંશસિંહ રાઠૌરના સૌશિયલ મીડિયા એકાઉન્ટ પર રાજાશાહી ઠાઠની ઝલક જોવા મળી છે. તેમણે એવી અનેક તસવીરો શેર કરી છે. જેમા ઘરની દિવાલો પર હરણની ખોપડી અને વાઘની ખાલ શોભા વધારી રહ્યા છે. જો કે એ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી કે આ હરણની ખોપડી અને વાઘની ખાલ અસલી છે કે નકલી.
જો કે સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર આ તમામ ચીજો જે પૂર્વ ધારાસભ્યના ઘરેથી મળી આવી છે તે અત્યંત જૂની છે. સાથે જ તેમના પરિવારના લોકો જંગલમાં શિકાર માટે પણ જતા હતા આથી આ ચીજો એ સમયની પણ હોઈ શકે છે. હાલ સાગર જિલ્લામાં આ પરિવાર રિયલ એસ્ટેટ, બીડી, શરાબ અને અન્ય કારોબાર સાથે જોડાયેલો છે. આવકવેરા વિભાગની આટલી મોટા પાયે દરોડાની કાર્યવાહી છતા અત્યાર સુધી હરવંશસિંહ રાઠૌર તરફથી કોઈ નિવેદન સામે આવ્યુ નથી.
દેશ ના તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:14 pm, Sat, 11 January 25