Mumbai Air Pollution: દિલ્હીની જેમ મુંબઈમાં પણ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે, આ વિસ્તારોમાં સ્થિતિ થઇ રહી છે ભયાનક

ખાસ કરીને અનલોક થયા બાદ મુંબઈમાં પ્રદૂષણ (Mumbai Air Pollution) વધવા લાગ્યું છે. શુક્રવારે મુંબઈના કોલાબા, મઝાગોન, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને મલાડમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી નોંધવામાં આવી છે.

Mumbai Air Pollution: દિલ્હીની જેમ મુંબઈમાં પણ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે, આ વિસ્તારોમાં સ્થિતિ થઇ રહી છે ભયાનક
Mumbai Air Pollution
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 1:22 PM

મુંબઈ શહેર (Mumbai) અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ દિલ્હીની (Delhi)જેમ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ મુંબઈમાં વધતા પ્રદૂષણના કારણો કંઈક બીજું છે.  અહીં પ્રદૂષણનું  થવાનું કારણ ગગનચુંબી ઈમારતોનું બાંધકામ છે.

અહીં પ્રદૂષણનું કારણ અલગ-અલગ સ્થળોએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નિર્માણથી ઉદભવતી ધૂળ છે, અહીં પ્રદૂષણનું કારણ ચોવીસ કલાક અનલોક કર્યા પછી રસ્તાઓ પર દોડતા વાહનો છે. આ તમામ કારણોને લીધે મુંબઈમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ટૂંક સમયમાં એવો સમય આવી શકે છે જ્યારે મુંબઈ પ્રદૂષણના મામલે દિલ્હી સાથે સ્પર્ધા કરવાનું શરૂ કરશે.

ખાસ કરીને અનલોક થયા બાદ મુંબઈમાં પ્રદૂષણ વધવા લાગ્યું છે. શુક્રવારે 11 ડિસેમ્બરના રોજ મુંબઈના કોલાબા, મઝાગોન, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને મલાડમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી નોંધવામાં આવી છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

શુક્રવારે મુંબઈની હવાની ગુણવત્તા નોંધાઈ હતી વધતી જતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા મકાનોનું બાંધકામ શહેરના વિસ્તરણ માટે વૃક્ષોનું કટીંગ વધતા ઉદ્યોગો એ કેટલાક કારણો છે જેના કારણે મુંબઈમાં પ્રદૂષણમાં વધારો થયો છે. દક્ષિણ મુંબઈ સહિત મધ્ય મુંબઈમાં અનલોક બાદ ફરી એકવાર બાંધકામના કામમાં ઝડપ આવી છે.

આ કામોમાંથી સતત ધૂળ ઉડે છે. આ ધૂળ સમગ્ર વાતાવરણમાં ફેલાય છે. જેના કારણે હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. મુંબઈમાં દરરોજ લાખો વાહનો આવે છે અને જાય છે. આ વાહનો પ્રદુષણ પણ ફેલાવે છે.

ધુમ્મસ, ધૂળ અને ધુમાડાના કારણે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જોકે મુંબઈમાં શિયાળો નથી. પરંતુ તેમ છતાં સવારના સમયે ઘણા વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળે છે. આ રીતે ધુમ્મસ, ધૂળ અને ધુમાડો એકસાથે પ્રદૂષણનું સ્તર વધારી રહ્યા છે. જેના કારણે મુંબઈકરોને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારતના 24 શહેરોમાંથી મુંબઈમાં સૌથી વધુ PM-10 છે ભારતના 24 મોટા શહેરોની સરખામણીમાં મુંબઈમાં સૌથી વધુ PM-10 છે. PM-10ને પાર્ટિક્યુલેટ મેટર કહેવામાં આવે છે. આ કણોનું કદ 10 માઇક્રોમીટર અથવા તેનાથી ઓછું છે. તેમાં ધૂળ, ગંદકી, ધાતુના સૂક્ષ્મ કણોનો સમાવેશ થાય છે. PM-10 ધૂળ, બાંધકામ અને કચરામાંથી વધે છે.

PM-10 નું સામાન્ય સ્તર 100 માઇક્રોગ્રામ ક્યુબિક મીટર (MGCM) હોવું જોઈએ. જો તે આનાથી વધારે હોય, તો ધુમ્મસ વધે છે અને દૃશ્યતા ઘટી જાય છે. PM-10ની માત્રામાં વધારો થવાને કારણે મુંબઈ ભારતના અન્ય બે મહત્વના દરિયાકાંઠાના શહેરો કોલકાતા અને ચેન્નાઈ કરતાં વધુ પ્રદૂષિત શહેર બની ગયું છે.

આ પણ વાંચો : DRDOએ પિનાકા રોકેટના અપગ્રેડેડ વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, મલ્ટી-બેરલ લોન્ચર સિસ્ટમ દુશ્મનની યોજનાઓને કરશે નાકામ

આ પણ વાંચો : Viral: નદીમાં દોડતા પ્રાણીનો વીડિયો વાયરલ, જોઈને લોકોએ કહ્યું ‘આંખો પર વિશ્વાસ નથી આવતો’

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">