Viral: નદીમાં દોડતા પ્રાણીનો વીડિયો વાયરલ, જોઈને લોકોએ કહ્યું ‘આંખો પર વિશ્વાસ નથી આવતો’
થોડીક સેકન્ડના આ વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. બધાને આશ્ચર્ય થાય છે કે પ્રાણી પાણી પર કેવી રીતે ચાલી શકે? આ વીડિયો જોયા પછી તમે ચોક્કસ ચોંકી જશો.
સોશિયલ મીડિયા (Social Media)ની દુનિયામાં ક્યારે શું જોવા મળી જાય તે કહી શકાઈ નહીં. હાલ એક મૂઝ (હરણોની એક પ્રજાતિ)નો આવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને કોઈને પોતાની આંખો પર વિશ્વાસ નહીં થાય. હકીકતમાં વીડિયોમાં મૂઝ (Moose)નદી પર દોડતો જોવા મળે છે.
હા, તમે એકદમ સાચું વાંચ્યું. આ મૂઝ પાણી પર ચાલી રહ્યું છે. થોડીક સેકન્ડના આ વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. બધાને આશ્ચર્ય થાય છે કે પ્રાણી પાણી પર કેવી રીતે ચાલી શકે? આ વીડિયો જોયા પછી તમે ચોક્કસ ચોંકી જશો.
વાયરલ (Viral Videos) થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે મૂઝ (Moose running across the river) પાણી પર એવી રીતે દોડી રહ્યો છે કે જાણે તે જમીન પર દોડી રહ્યો હોય. આ વીડિયો જોયા પછી તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. કારણ કે બોટ મૂઝની નજીકથી ઝડપથી આગળ વધે છે.
મતલબ, એક વાત સ્પષ્ટ છે કે મૂઝ ખરેખર ઊંડી નદી પર દોડી રહ્યો છે. 11 સેકન્ડનો આ વીડિયો જોયા બાદ દરેક યુઝરના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આવું કેવી રીતે થઈ શકે. આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે. તો ચાલો પહેલા આ વીડીયો જોઈએ.
View this post on Instagram
આ અદ્ભુત વીડિયો ocean.forever નામના ઈન્સ્ટાગ્રામ (Instagram)એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું કે, ‘પાણી પર ચાલી રહેલ મૂઝ.’ આ વીડિયો જોયા પછી કોઈને આશ્ચર્ય થયું, તો કોઈએ તેને નકલી ગણાવ્યું. આ અંગે યુઝર્સ સતત પોતપોતાના ફીડબેક આપી રહ્યા છે.
એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘આ વીડિયો ફેક છે, તમે જોઈ શકો છો કે ઘોડો આખરે નદીમાં ડૂબી જાય છે.’ આનો જવાબ આપતા બીજા યુઝરે લખ્યું, ‘સૌથી પહેલા તો તે ઘોડો નથી પણ મૂઝ છે. અને માણસની હાજરીને કારણે તે ગભરાઈને અટકીને પડી ગયો.આપને જણાવી દઈએ કે આ વીડિયો સૌથી પહેલા ક્રિસ્ટી નામના ટિકટોક યુઝરે શેર કર્યો હતો.
આ પણ વાંચો: Technology News: WhatsApp પર ચેટિંગ કરવાનો બદલી જશે અંદાજ, આ છે 2022 ના નવા અપકમિંગ ફિચર્સ
આ પણ વાંચો: Viral Video: વાંદરાએ છરીની બરાબર અણી કાઢી, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘ આર પારની લડાઈ થશે’