બુસ્ટર ડોઝમાં Covovaxનો સમાવેશ, સરકારી સમિતિએ તેને બજારમાં લોન્ચ કરવાની કરી ભલામણ

|

Jan 13, 2023 | 2:16 PM

કોરોના વેક્સીન કોવેક્સીન વિશે સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓએ કહ્યું કે તે વાસ્તવમાં શ્રેષ્ઠ બૂસ્ટર ડોઝ છે, કારણ કે તે કોવિશિલ્ડની તુલનામાં ઓમિક્રોન સામે ખૂબ અસરકારક છે.

બુસ્ટર ડોઝમાં Covovaxનો સમાવેશ, સરકારી સમિતિએ તેને બજારમાં લોન્ચ કરવાની કરી ભલામણ
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

દેશના સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીના નિષ્ણાતની સમિતિએ એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની એન્ટિ-કોવિડ રસી કોવોવેક્સીનને બજારમાં લોન્ચ કરવાની મંજૂરી આપવાની ભલામણ કરી છે. આ બુસ્ટર ડોઝ છે, જે ફક્ત પુખ્ત વયના લોકો માટે જ આપવામાં આવે છે, જે કોવિશિલ્ડ અથવા કોવેક્સિન બંને ડોઝ લેનાર માટે લગાવવામાં આવે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, SII ડાયરેક્ટર (સરકારી અને નિયમનકારી બાબતો) પ્રકાશ કુમાર સિંહે તાજેતરમાં ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI)ને કેટલાક દેશોમાં કોવિડ-19 રોગચાળાના વધતા કેસોને લઈને પત્ર લખ્યો હતો. તેને ધ્યાનમાં રાખીને 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે બુસ્ટર ડોઝના રૂપમાં કોવેક્સીન રસી માટે મંજૂરીની માંગ કરવામાં આવી છે.

બુસ્ટર ડોઝની ભલામણ કરવામાં આવી

સૂત્રએ જણાવ્યું કે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની કોવિડ-19 પર સાથે જોડાયેલી નિષ્ણાત સમિતિ (SEC)એ બુધવારે આ મુદ્દા પર ચર્ચા કરી હતી અને ભલામણ કરી હતી કે પુખ્ત વયના લોકો કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બે ડોઝ લેનારાઓ માટે કોવિડ રસી કોવેક્સ માટે બૂસ્ટર ડોઝ તરીકે માર્કેટિંગ મંજૂરીની ભલામણ કરી છે.

Mosquitoes Bite: કયા લોકોને મચ્છર સૌથી વધારે કરડે છે અને કેમ? જાણો કારણ
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?

આ પણ વાચો: ભારત બાયોટેકની નેઝલ વેક્સિન ટૂંક સમયમાં બજારમાં આવશે, જાણો તેની કિંમત કેટલી હશે

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ 28 ડિસેમ્બર, 2021ના ​​રોજ પુખ્ત વયના લોકોમાં ઈમરજન્સીની પરિસ્થિતિઓમાં મર્યાદિત ઉપયોગ માટે અને 9 માર્ચ, 2022ના રોજ અમુક શરતો સાથે 12થી 17 વર્ષની વયના બાળકો માટે Covaxને મંજૂરી આપી હતી. તેને DCGIએ 28 જૂન 2022ના રોજ સાતથી 11 વર્ષની વયના બાળકો માટે મંજૂર કરવામાં આવી હતી. કોવેક્સીનનું ઉત્પાદન નોવાવેક્સથી ટેકનોલોજી ટ્રાન્સફરથી કરવામાં આવે છે. યુરોપિયન મેડિસિન એજન્સીએ તેને શરતી માર્કેટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે.

આદર પૂનાવાલાએ વ્યક્ત કરી આશા

રવિવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII)ના મુખ્ય કાર્યકારી અધિકારી આદર પૂનાવાલાએ કહ્યું હતું કે, તેમની કોવેક્સીન રસી આગામી 10થી 15 દિવસમાં એન્ટી કોવિડ 19 બુસ્ટર ડોઝ તરીકે મંજૂરી મળી જશે. પૂનાવાલાએ રવિવારે ભારતી વિદ્યાપીઠ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે, રસી કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપ સામે ખૂબ અસરકારક છે. જ્યારે રાજ્યો અને જિલ્લાઓને કોવિશિલ્ડ રસી ન મળવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે રસીઓનો પૂરતો સ્ટોક છે.

તેમણે કહ્યું કે, કોવોવેક્સને બુસ્ટર ડોઝ તરીકે આગામી 10થી 15 દિવસમાં મંજૂરી મળી જશે. આ શ્રેષ્ઠ બુસ્ટર ડોઝ છે, કારણ કે તે કોવિશિલ્ડ કરતા ઓમિક્રોન સામે વધુ અસરકારક છે. પૂનાવાલાએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ આશા સાથે ભારત તરફ જોઈ રહ્યા છે, ન માત્ર આરોગ્ય સેવા સંદર્ભ જ નહીં, પણ દેશ વિશાળ લોકોની સંભાળ રાખવામાં સફળ રહ્યો છે અને તેણે કોવિડ-19 દરમિયાન 70થી 80 દેશોને પણ મદદ કરી.