AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના ભાનુભાઈ ચિતારાને મળ્યુ પદ્મશ્રી સન્માન, માતાની પછેડી નામની 700 વર્ષ જૂની કલા સાથે સંકળાયેલો છે ચિતારા પરિવાર

Ahmedabad: અમદાવાદના ભાનુભાઈ ચિતારાને તેમની માતાની પછેડી નામની 700 વર્ષ જૂની કલા માટે પદ્મશ્રી એવોર્ડ માટે જાહેરાત કરવામાં આવી છે. આ કલા લુપ્ત થવાને આરે છે. પરંતુ તેમની પદ્મશ્રી માટે જાહેરાત થતા કલાજગતમાં પણ આ કલાને જાણવા માટેની લાગણી જાગી છે. 

અમદાવાદના ભાનુભાઈ ચિતારાને મળ્યુ પદ્મશ્રી સન્માન, માતાની પછેડી નામની 700 વર્ષ જૂની કલા સાથે સંકળાયેલો છે ચિતારા પરિવાર
ભાનુભાઈ ચિતારાની પદ્મશ્રી માટે પસંદગી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 10:03 PM
Share

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એક અમદાવાદીની 700 વર્ષ જૂની કલાને સ્થાન મળ્યું છે. સામાન્ય રીતે જોતા આ કોઈ રાજસ્થાનની કલા લાગશે પણ આ કોઈ રાજસ્થાની કલા નથી. પણ આ છે વિરમગામ પાસેના અશોકનગર ગામની વર્ષો જૂની કલા. જેનું નામ છે માતાની પછેડી. જે કલા એક બે કે 50 અને 100 નહિ પણ 700 વર્ષ જૂની કલા છે. જે કલાને ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પદ્મશ્રી એવોર્ડમાં સ્થાન મળ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડ જાહેર કરાયા છે. જેમાં અમદાવાદમાં રહેતા ભાનુભાઈ ચુનીલાલ ચિતારાનું નામ જાહેર થયું છે. જેમની પેઢીઓ આ કલા સાથે જોડાયેલી છે. જે નામ જાહેર થતા ભાનુભાઈ ગર્વ અનુભવી રહ્યા છે. કેમ કે તેમની આ કલાને પદ્મશ્રીમાં સામેલ કરવામાં આવી છે.

ભાનુભાઈ ચુનીલાલ ચિતારા જેઓ 67 વર્ષના છે. તેઓ મૂળ અશોકનગર ગામ. વિરમગામના વતની છે. પણ 300 વર્ષથી અમદાવાદમાં ખાનપુરમાં અબ્દુલ વ્હાબ સાબના ટેકરા પર રહે છે. જેમના પરિવારમાં તેઓ તેમના પત્ની. સવિતાબેન. 60 વર્ષ. મોટા પુત્ર મહેશ ચિતારા. તેમની પત્ની અને બે બાળક એક બાળકી. બીજો પુત્ર સુધીર ચિતારા. પત્ની અને ત્રણ પુત્રી. ત્રીજા પુત્ર સતીશ ચિતારા પત્ની અને એક પુત્રી. ચોથા નંબરે નીલમ ચિતારા છે.

જે તમામ પરિવારના સભ્યો માતાની પછેડી કલા સાથે જોડાયેલા છે. 700 વર્ષ જૂની આ કલા તેઓ વિરમગામમાં કલાનું કામ કરતા હતા. પણ 56 કાળ બાદ અમદાવાદમાં કલા સ્થાયી થયા. બાદમાં 700 વર્ષ જૂની આ કળા પર તેઓ અમદાવાદમાં કામ કરી રહ્યા છે. જેમાં ભાનુભાઈના પરિવારની 10 મી પેઢી આ કલામાં કામ રહી છે.

શુ છે આ માતાની પછેડી ની કલા ?

વર્ષો પહેલા લોકો મંદિરોમાં જઈને ભગવાન અને માતાજીની પૂજા અર્ચના કરતા હતા. જે બાદ લોકો અનુકૂળ સ્થાને પૂજા અર્ચના અને પ્રાર્થના કરી શકે માટે આ માતાની પછેડી કલાની શરૂઆત થઈ. જેમાં એક કોટન કાપડ પર બામ્બુની સળી બનાવી પહેલા હાથથી ચિત્ર દોરવામાં આવે છે અને તે પણ આખા પ્રસંગો પર.  બાદમાં તે પ્રસંગ પ્રમાણે કલર કરવામાં આવે છે.  તે પણ નેચરલ કલર કરવામાં આવે છે. જેમાં બામ્બુ સ્ટીક આગળના ભાગે સોય જેટલી પતલી કરી તેનાથી કલર કરાય છે.

ભાનુભાઈને અગાઉ પણ સરકાર ભારત સરકાર દ્વારા ઍવોર્ડ પ્રાપ્ત થયેલા છે. જેમા વર્ષ 2006માં 49 વર્ષની ઉમરે તેમને નેશનલ મેરિડ સર્ટિફિકેટ રાષ્ટ્રપતિ દ્વારા મળ્યુ હતુ. જે ઘરે કુરિયર દ્વારા મળ્યુ હતુ. તો વર્ષ 2012માં નેશનલ ઍૅવોર્ડ 54 વર્ષની ઉમરે રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો હતો. તેમનો મોટો પુત્ર પણ ઍવોર્ડથી સન્માનિત થયેલ છે. તેઓ એક હેન્ડ્રીક્રાફ્ટ સંસ્થા સાથે જોડાયેલા છે. ત્યાંથી તેમનુ નામ ઍવોર્ડ માટે મોકલાયુ હોય તેવુ ચિતારા પરિવારનું માનવુ છે.

આ પણ વાંચો: ડોક્ટરની ફી માત્ર 20 રૂપિયા અને ફી ન આપો તો પણ ચાલે ! આવા ડોક્ટરને મળ્યો પદ્મશ્રી, જાણો કોણ છે આ વ્યક્તિ

થોડા સમય પહેલા યુકેના માતાને માતાની પછેડી ગિફ્ટ કરવામાં આવી. તે બાદ કલા ફરી વધુ સ્પ્રેડ થઈ તેવું પણ પરિવારનું માનવું છે. કેમ કે પરિવારનું જણાવવું હતું કે આ કલા લુપ્ત થવાને આરે છે જે કલાને જાળવી રાખવી જરૂરી છે. અને તેવામાં આ એવોર્ડ મળતા તેમની આશા જાગી છે. કે તેમની આ કલા આગળ વધશે. કેમ કે તેમનો પૂરો પરિવાર આ કલા પર નભે છે.

જેમનું ગુજરાન પણ આ કલા પર જ ચાલે છે. જેમાં પરિવાર સ્ટોરી બેઝ ચિત્ર તૈયાર કરે છે. કોઈમાં 1 મહિનો તો કોઈમાં 8 મહિના જેટલો સમય લાગે છે. જેથી તેમની કલા મોંઘી છે અને સમય પણ માંગી લે છે. માટે તેઓ સરકાર પાસે યોગ્ય પ્લેટફોર્મની પણ માંગ કરી છે. જેથી તેમની આ કલા વર્ષો સુધી આગળ ચાલતી રહે.

g clip-path="url(#clip0_868_265)">