AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhota udepur: પદ્મશ્રીથી સન્માનિત થશે પરેશ રાઠવા, વાંચો 12 હજાર વર્ષ જૂની પીઠોરા કળા અને લિપીના સંવર્ધન માટે કઈ રીતે કર્યું જતન

પરેશ ભાઈનું કહેવું છે કે તેમને બનાવેલા ચિત્રો દેશ વિદેશમાં પણ છે તેમજ અને દિલ્હીની આદિજાતિની કચેરીમાં પણ મૂકવામાં આવ્યા છે. આદિવાસી  સમાજના લોકો સુખ સમૃધ્ધિ અને ખેતીની ઉપજ સારી થાય તે માટે તેમના દેવતાના પ્રતીક સમાન આ આ ચિત્રો બાધાના સ્વરૂપે બનાવડાવવામાં આવતા હોય છે.

Chhota udepur: પદ્મશ્રીથી સન્માનિત થશે પરેશ રાઠવા, વાંચો 12 હજાર વર્ષ જૂની પીઠોરા કળા અને લિપીના સંવર્ધન માટે કઈ રીતે કર્યું જતન
Padmashri Pareshbhai Ranthva Chhota udepur
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 1:36 PM
Share

સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી તેમાં ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ગામના પરેશભાઈ રાઠવાનો પણ સમાવેશ થાય છે. પરેશભાઈ રાઠવાના નામની જાહેરાત થતા જ સમગ્ર જિલ્લામાં આનંદ વ્યાપી ગયો હતો. છોટા ઉદેપુર આદિવાસી બહુલ વસતી ધરાવતો જિલ્લો છે. અહીં રહેતા પરેશભાઈ રાઠવા પીઠોરા ભીતચિત્રોનો વારસો સાચવીને બેસેલા છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓની કલા, સંસ્કૃતિ અને આસ્થા નું સમન્વય એટલે સુંદર ભીતચિત્રો. આદિવાસીઓ બાબા પીઠોરા દેવ માને છે અને પીઠોરા ચિત્રો તેની વિશેષતાને કારણે અલગ તરી આવે છે.

આદિવાસીઓની સૈકાઓ જૂની લિપી

વર્ષો જૂની પરંપરાને આજે પણ સમાજે જાળવી રાખી છે, આ પીઠોરા ચિત્રો દેશ વિદેશમાં કલા સ્વરૂપે નામના મેળવી રહ્યા છે. વર્ષોથી પીઠોરા ભીંતચિત્રો દોરનારા પરેશભાઈ રાઠવાને ભારત સરકારે પદ્મશ્રીના રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની ઓળખ સમા પીઠોરા દેવના ચિત્રો એ માત્ર ચિત્રો નથી, પણ પ્રાચીન સમય ની એક લિપી છે, પીઠોરા કળા દોરાતી નથી પરંતુ લખવામાં આવે છે.

પિઠોરા આદિવાસી રાઠવા સમાજનો સૌથી મોટા દેવ મનાય છે. આદિવાસીઓ આ પીઠોરા ચિત્રોને પોતાના ઘરમાં ચિત્રણ કરાવે છે અને તેની પૂજા અર્ચના કરે છે. 12000 હજાર વર્ષથી ચાલી આવતી આ પરંપરા હાલ પણ જીવિત છે અને પરેશભાઈ રાઠવા આ પીથોરા લિપીનું ચિતરામણ છેલ્લા 30 વર્ષોથી કરતા આવ્યા છે. પરેશભાઈએ આ કળાને જીવંત રાખવામાં અપાર મહેનત કરી છે તેમણે ચિતરેલી પીઠોરા લિપી દેશ વિદેશની કચેરીઓને પણ શોભાયમાન કરી રહી છે

આદિવાસી સમાજ દ્વારા જે ચિત્રો દોરવામાં આવે છે તે મોટા ભાગના આદિવાસી લોકોના ઘરમાં સજાવટ તરીકે જોવા મળે છે તેમાં જે પુરૂષ પાત્ર જોવા મળે છે તે આદિવાસીઓના દેવ પીઠોરા છે.  આવા ચિત્રો છોટાઉદેપુરની સરકારી કચરીઓમાં પણ જોવા મળી રહ્યા છે. પરેશ ભાઈનું કહેવું છે કે તેમને બનાવેલા ચિત્રો દેશ વિદેશમાં પણ છે તેમજ અને દિલ્હીની આદિજાતિની કચેરીમાં પણ મૂકવામાં આવ્યા છે. આદિવાસી  સમાજના લોકો સુખ સમૃધ્ધિ અને ખેતીની ઉપજ સારી થાય તે માટે તેમના દેવતાના પ્રતીક સમાન આ આ ચિત્રો બાધાના સ્વરૂપે બનાવડાવવામાં આવતા હોય છે.

પરેશ ભાઈને ગુજરાત સરકાર તરફથી સ્ટેટ એવોર્ડ , ટુરિઝમ એવોર્ડ અને રાજ્ય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે અને હાલ જ્યારે તેમને પદ્મશ્રીનો એવોર્ડ મળવા જઈ રહ્યો છે ત્યારે તેઓ ખૂબ ખુશ છે અને સાથો સાથ કવાંટ ગામમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિથ ઇનપુટ ક્રેડિટ: મકબૂલ મન્સૂરી ટી.વી9,  છોટાઉદેપુર

Follow Us
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
g clip-path="url(#clip0_868_265)">