ભારતને ગુલામ બનાવનાર ઈસ્ટ ઈન્ડિયા કંપની આજે વેચે છે ચા-કોફી, જાણો કેવી રીતે બરબાદ થઈ આ કંપની
ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના વર્ષ 1600માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને એશિયામાં વેપાર કરવાનો હતો. 1757માં પ્લાસીના યુદ્ધ પછી કંપનીએ બંગાળ પર શાસન શરૂ કર્યું અને ધીરે ધીરે આ કંપનીએ ભારતમાં રાજકીય અને લશ્કરી નિયંત્રણ વઘાર્યું. ત્યારે આ લેખમાં જાણીશું કે, એવું તે શું થયું કે આ કંપની બરબાદ થઈ ગઈ.

અંગ્રેજોએ આપણા દેશ પર કુલ 190 વર્ષ શાસન કર્યું. તેમાંથી 90 વર્ષ સુધી બ્રિટિશ ક્રાઉને રાજ કર્યું, જ્યારે બાકીના 100 વર્ષમાં એક કંપનીએ આપણા પર રાજ કર્યું. 1600માં બનેલી ઈસ્ટ ઈન્ડિયા કંપની એ જ છે, જેના કારણે બ્રિટિશ ક્રાઉને માત્ર ભારત જ નહીં, પરંતુ મ્યાનમાર, ચીન, શ્રીલંકા અને દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશો પર કબજો જમાવ્યો હતો. આ કંપનીની પોતાની સેના હતી. પોતાના જહાજો હતા. બ્રિટિશ ક્રાઉન તરફથી પુષ્કળ સમર્થન હતું. એટલું જ નહીં, એક સમયે તેની પાસે બ્રિટનની પોતાની સેના કરતાં પણ મોટી સેના હતી. પછી કંઈક એવું થયું કે આ કંપની બંધ થઈ ગઈ. વર્ષ 1579માં ફ્રાન્સિસ ડ્રેક નામના પ્રવાસીએ ભારત સુધી પહોંચી શકાય તે માર્ગની શોધ કરી. ડ્રેકે સ્પાઈસ આઈલેન્ડની શોધ કરી હતી. આ સ્થળ ઈન્ડોનેશિયાના ઉત્તર પૂર્વમાં આવેલું છે. તે 1580માં અહીંથી...