52 પાનાનો ખેલ…તમને ખબર છે ગંજીફામાં કેમ હોય છે 52 પત્તા? વાંચો શું છે સાચુ કારણ
બાજી પત્તાને માત્ર જુગાર સાથે જોડીને જોવામાં આવે છે, પરંતુ તે જુગારથી પણ વિશેષ છે. પત્તા એ કાળ એટલે કે સમયની ગણતરી કરતા શીખવે. જાણો આ કાર્ડ્સ વિશે.

જુગાર એ સારી બાબત નથી પણ જો વાત પત્તા રમવાની હોય તો તમે તેને જુગાર કહી ન શકો. જુગાર રમવા માટે પત્તાનો ઉપયોગ થતો હતો એ અલગ વાત છે પરંતુ પત્તા બનાવનારાએ એવી રીતે આ પત્તા બનાવ્યા છે કે દરેકનો એક મીનિંગ બની શકે.આજે અમે તમને પત્તા સાથે જોડાયેલા આવા જ કેટલાક ફેક્ટ વિશે વાત કરીશું જેમા તમને ખણી રોચક જાણકારી મળશે.
આ પણ વાંચો : વાહનમાં ઈંધણ ભરાવતી વખતે આવી ભૂલ ક્યારેય ન કરતા, નહીં તો થઈ જશે મોટું નુકસાન !
પત્તા કાળ એટલે કે સમયની ગણતરી કરવાનું શીખવે છે. જ્યારે લોકો પાસે કેલેન્ડર નહોતું ત્યારે તબ્બુ તાશના 52 કાર્ડ વડે વર્ષના 52 અઠવાડિયાની ગણતરી ખૂબ જ સરળતાથી કરી લેતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગણતરી પૂરી કરવા માટે જોકરને પત્તાની સામેલ કરવામાં આવ્યો હતો.
1 વર્ષમાં 52 અઠવાડિયા હોય છે અને 4 ઋતુઓ હોય છે, દરેક ઋતુના 3 મહિના ગણવામાં આવે છે. આ આધારે, 52 કાર્ડ્સ 52 અઠવાડિયાનું પ્રતિનિધિત્વ કરે છે.
3 મોટા કાર્ડ્સ જેક -ક્વીન -કિંગ = 4 ઋતુઓમાં આવતી સીઝનનું પ્રતિનીધિત્વ કરે છે દરેક સીઝનના 3 મહિના.
4 સૂટ્સ: ફુલી (♣), ચોકટ (♦), લાલ (♥) અને કાળી (♠) = 4 ઋતુઓ (ઉનાળો, પાનખર, વસંત, શિયાળો) દર્શાવે છે.
દરેક સુટ્સમાં 13 કાર્ડ = હિન્દુ કેલેન્ડર મુજબ, 13મો દિવસ ત્રયોદશી છે, આ દિવસ દેવતાઓના દેવ ભગવાન શિવને સમર્પિત છે, અને આ દિવસે મહાશિવરાત્રી પણ મનાવવામાં આવે છે, આ દિવસે પ્રદોષનું વ્રત પણ રાખવામાં આવે છે.
બાજી પત્તાના પત્તાની ગણતરી કરવામાં આવે તો વર્ષના અઠવાડિયા જેટલા જ થાય છે. તેમજ આ કાર્ડ પર રહેલા ચિન્હો ગણવામાં આવે તો તે 364 થાય છે.
આ પણ વાંચો : આ 2023નું પંજાબ છે, 1980નું નહીં… અમૃતપાલ ક્યારેય ભિંડરાવાલે નહીં બની શકે – આ છે 5 કારણો
હવે આ ગણતરીમાં જોકર ઉમેરી દેવામાં આવે તો 365.25 નો આંકડો આવે છે. જોકર માટે 1.25 ગણતરી કરવામાં આવે છે. ઓરીજીનલ કાર્ડમાં જોકર પર ચિન્હ પણ એ પ્રમાણે હોય છે. આ આંકડો આપણા કેલેન્ડરના દિવસો જેટલો થાય છે. તો હવે તમને ગણિત સમજાયું હશે કે આ પત્તા પાછળ શું લોજીક છે.