AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : ગુજરાતના પ્રખ્યાત ઉત્ત્સવ વિશે તેમજ રાજ્ય કોની સાથે સરહદ ધરાવે છે? જાણો નોલેજ

BPSC, UP PCS Mains અને IBPS PO જેવી મોટી પરીક્ષાઓ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં યોજાવા જઈ રહી છે. આ પરીક્ષાઓની તૈયારી કરવા માટે તમે કરન્ટ વર્તમાન બાબતોના ટોપ મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબો અહીં ખૂબ જ સરળ ભાષામાં જોઈ શકો છો.

GK Quiz : ગુજરાતના પ્રખ્યાત ઉત્ત્સવ વિશે તેમજ રાજ્ય કોની સાથે સરહદ ધરાવે છે? જાણો નોલેજ
Famous festivals of Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 3:40 PM
Share

GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા હોવ તો તમને ખબર જ હશે કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે ઉમેદવારોની ક્ષમતા માપવામાં પણ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.

આ પણ વાંચો : GK Quiz : ભારતનું પ્રથમ અખબાર ક્યારે પ્રકાશિત થયું હતું ? જાણો ગુજરાતી ભાષાનું પ્રથમ અખબાર કયું હતું

ગુજરાત રાજ્યની રચના ક્યારે થઈ? જવાબ- 1 મે 1960

ગુજરાત રાજ્યની ઓફિશિયલ ભાષા કઈ છે? જવાબ-ગુજરાતી

હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? જવાબ- 33 જિલ્લાઓ

ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે? જવાબ- 11 બેઠકો

ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે? જવાબ- 26 બેઠકો

ગુજરાત તેની સરહદો કોની સાથે વહેંચે છે? જવાબ- રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દમણ ટાપુ, દાદર અને નગર હવેલી

ગુજરાતની મુખ્ય નદીઓ કઈ છે? જવાબ- નર્મદા, તાપી, મહી, સાબરમતી, દમણ ગંગા

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે? જવાબ- અમદાવાદ

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જવાબ- ડૉ.જીવરાવ મહેતા

ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? જવાબ: ભાદર નદી

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? જવાબ- કંડલા પોર્ટ

ગુજરાતનું મુખ્ય લોકનૃત્ય કયું છે? જવાબ-ગરબા

ગુજરાત કયા કિનારે આવેલું છે? જવાબ – ભારતનો ઉત્તર-પશ્ચિમ કિનારો

ગુજરાતનો પ્રખ્યાત ઉત્સવ તહેવાર કયો છે? જવાબ- કચ્છ ઉત્સવ (રણોત્સવ)

કચ્છ ઉત્સવ

કચ્છનું રણ એ ગુજરાતના કચ્છ શહેરની ઉત્તર અને પૂર્વમાં ફેલાયેલું વિશ્વનું સૌથી મોટું નમકથી થયેલું રણ છે. જો તમે સફેદ રણની મુલાકાત લેવા માંગતા હોવ તો આ જગ્યા તમારા માટે શ્રેષ્ઠ છે. આ જગ્યાએ તમને મોટી માત્રામાં મીઠું જોવા મળશે. અહીંનો રણ ઉત્સવ ઘણો પ્રખ્યાત છે.

અહીંની રાતો ખૂબ જ ઠંડી હોય છે. આવી સ્થિતિમાં કચ્છના રણમાં રાત્રે ટેન્ટ સિટીમાં પ્રીમિયમ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એક એવો અનુભવ છે જે તમને શાંતિ આપશે. તમને જણાવી દઈએ કે દર વર્ષે અહીં 28 ઓક્ટોબરથી 23 ફેબ્રુઆરી સુધી રણ ઓફ કચ્છ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. લોકનૃત્યો, સંગીતના કાર્યક્રમો, હસ્તકલા અને ખાદ્યપદાર્થોના સ્ટોલ, ઊંટની સવારી અને સાહસિક રમતો સાથે તહેવાર જીવંત બને છે.

આ રણમાં તમને શિયાળ અને ફ્લેમિંગોની દુર્લભ પ્રજાતિઓ જોવા મળશે. આ રણ 30 હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. ઓક્ટોબરથી માર્ચ સુધી તે પ્રવાસીઓ માટે પીક સીઝન હોય છે. કચ્છનું રણ ડિસેમ્બરના અંતથી સૂકાવાનું શરૂ કરે છે, ત્યારબાદ તે સંપૂર્ણપણે સફેદ રણ જેવું લાગે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">