Gujarati NewsInternational newsUkraine Russia War On the 46th day of the war fierce fighting could break out in the eastern part advising people to leave the place immediately
Ukraine-Russia War: યુદ્ધના 46માં દિવસે પૂર્વીય ભાગમાં ભીષણ લડાઈ થઈ શકે, લોકોને તાત્કાલિક સ્થળ છોડી જવાની સલાહ, જાણો 10 મહત્વની વાતો
Ukraine Russia War: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ રવિવારે તેના 46માં દિવસમાં પ્રવેશી ગયું છે. યુક્રેન દેશના પૂર્વ ભાગમાં રશિયન સૈનિકો સામે લડવાની તૈયારી કરી રહ્યું છે.
Ukraine Russia War (ફાઈલ ફોટો)
Follow us on
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ (Ukraine Russia War) રવિવારે તેના 46માં દિવસમાં પ્રવેશી ગયું છે. યુક્રેન દેશના પૂર્વ ભાગમાં રશિયન સૈનિકો સામે લડવાની તૈયારી કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે, રાજધાની કિવ પરનો ખતરો ઓછો થયો છે પરંતુ પૂર્વીય ક્ષેત્ર પર ખતરો વધી રહ્યો છે. તેણે કહ્યું કે, ‘તે એક અઘરી લડાઈ હશે. અમે આ લડાઈ અને અમારી જીતમાં વિશ્વાસ રાખીએ છીએ. અમે સાથે મળીને લડવા તૈયાર છીએ. અમે યુદ્ધને સમાપ્ત કરવા માટે રાજદ્વારી માર્ગો શોધી રહ્યા છીએ.’ બંદરીય શહેર માર્યુપોલમાં, રશિયન સૈનિકોએ ગોળીબાર કર્યો અને માનવતાવાદી કોરિડોરને નુકસાન પહોંચાડ્યું સ્થળાંતર પ્રક્રિયામાં વિક્ષેપ પાડ્યો હતો. ચાલો હવે જાણીએ યુદ્ધ સાથે જોડાયેલી 10 મહત્વની વાતો.
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જાહેરાત કર્યા વિના કિવની મુલાકાત લીધી અને ત્યાંના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીને મળ્યા. તેમણે યુક્રેનને બખ્તરબંધ વાહનો અને જહાજ વિરોધી મિસાઈલ આપવાનું પણ વચન આપ્યું છે. તેમણે કહ્યું કે, તે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના દૃઢ નેતૃત્વ અને યુક્રેનના લોકોની બહાદુરી અને શાણપણને કારણે છે કે, પુતિનના ભયંકર ઇરાદાઓને નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે.
યુક્રેનના સત્તાવાળાઓએ દેશના પૂર્વ ભાગમાં રહેતા રહેવાસીઓને તાત્કાલિક ભાગી જવા માટે કહ્યું છે. દક્ષિણમાં મેરીયુપોલ શહેરને કબજે કર્યા બાદ રશિયન સૈનિકોએ હવે ડોનેત્સર ક્ષેત્ર તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે.
રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેના હેલિકોપ્ટરે હુમલામાં સશસ્ત્ર વાહનોના કાફલાને નષ્ટ કરી દીધો હતો.
રાજધાની કિવ પાસેના ગામ બુઝોવામાં ડઝનેક યુક્રેનિયન નાગરિકોના મૃતદેહોથી ભરેલી કબર મળી આવી છે. કેટલાક અઠવાડિયા સુધી આ સ્થાન રશિયન સૈનિકો દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. આ સૈનિકો ઘણો વિનાશ કર્યા પછી અહીંથી ગયા છે.
બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, રશિયન સૈનિકોએ યુક્રેનના ઉત્તરીય ભાગમાંથી નીકળતા પહેલા અહીં નિઃશસ્ત્ર લોકોને નિશાન બનાવ્યા છે. તેઓએ લોકોને બાંધીને માનવ ઢાલ તરીકે ઉપયોગ કર્યો, મોટા પાયે કબરો મળી આવી છે અને ઈમારતોને પણ ઘણું નુકસાન થયું છે. રશિયાએ યુદ્ધ અપરાધો કર્યા છે.
રશિયા અને યુક્રેને ત્રીજી વખત કેદીઓની આપ-લે કરી છે. કિવ કહે છે કે 26 યુક્રેનિયનો ઘરે પાછા ફરશે. જેમાં 9 મહિલાઓ સહિત 14 નાગરિકો અને 12 સૈનિકોનો સમાવેશ થાય છે.
એસોસિએટેડ પ્રેસ સાથેની મુલાકાતમાં ઝેલેન્સકીએ કહ્યું કે, તે શાંતિ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ સાથે તેણે દેશોને વધુ હથિયારો આપવા કહ્યું છે.
અહેવાલ મુજબ, નાટો હાલમાં એક યોજના પર કામ કરી રહ્યું છે જેના હેઠળ સંગઠનની પૂર્વ બાજુએ સૈનિકોની કાયમી હાજરી હશે. એક મુલાકાતમાં નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે, રશિયાના હુમલા પછી યુક્રેનને રીસેટ કરવાની જરૂર છે.
યુક્રેને રશિયા પાસેથી તમામ આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. યુદ્ધ પહેલા તે વાર્ષિક 6 બિલિયન ડોલર સુધીની આયાત કરતું હતું. તેણે અન્ય દેશોને પણ આવું કરવા અને રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદવા કહ્યું છે. યુક્રેનિયન સૈનિકોએ રાજધાની પર કબજો મેળવ્યા પછી યુરોપિયન દૂતાવાસો કે જેઓ યુદ્ધ પહેલા અથવા તે દરમિયાન કિવમાંથી બહાર ગયા હતા તે પાછા ફરવાનું શરૂ કર્યું છે.
એક અધિકારીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, યુક્રેન જૂનની શરૂઆતમાં EU સભ્યપદ મેળવવાની અપેક્ષા છે. નાયબ વડા પ્રધાન ઓલ્ગા સ્ટેફનિશ્નાએ શુક્રવારે EUના ટોચના અધિકારીઓની કિવની મુલાકાત બાદ આ વાત કહી.