Recruitment 2022: બેંક ઓફ બરોડામાં 100 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ

બેંક ઓફ બરોડા (Bank of Baroda)માં 100 જગ્યાઓ ખાલી છે, જેમાંથી 47 એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર માટે છે અને 53 આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ - એક્વિઝિશન એન્ડ રિલેશનશિપ મેનેજમેન્ટ માટે છે.

Recruitment 2022: બેંક ઓફ બરોડામાં 100 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ
Bank of Baroda
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 1:55 PM

કોરોના(Corona)ને કારણે છેલ્લા ઘણા સમયથી લોકોને નોકરી અને વેપાર ધંધા ગુમાવવાનો વારો આવ્યો હતો. કોરોનાને કારણે ઘણી સરકારી ભરતીઓ પણ અટકી ગઇ હતી. જો કે હવે કોરોના કેસ ઓછા થતા ભરતીઓ બહાર પડી રહી છે. હવે  નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે વધુ એક તક આવી છે. બેંક ઓફ બરોડામાં અલગ અલગ જગ્યાઓ પર 100 જગ્યા પર ભરતી કરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે. બેંક ઓફ બરોડા (BOB Recruitment 2022) તેની વેબસાઈટ bankofbaroda.in પર એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર (AMO Jobs) અને આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ (AVP Jobs)- એક્વિઝિશન એન્ડ રિલેશનશિપ મેનેજરની જગ્યા પર ભરતી માટે ઓનલાઈન અરજી (Apply Online)ઓ મગાવી છે.

બેંક ઓફ બરોડામાં 100 જગ્યાઓ ખાલી છે, જેમાંથી 47 એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર માટે છે અને 53 આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ – એક્વિઝિશન એન્ડ રિલેશનશિપ મેનેજમેન્ટ માટે છે.

એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર્સની 47 ભરતી

રાજકોટમાં 2, અમદાવાદમાં 2, પટનામાં 4, ચેન્નાઇમાં 3 ,બેંગાલુરુમાં 2, ન્યુ દિલ્હીમાં 1, ચંદીગઢમાં 4, અર્નાકુલમમાં 2, કોલકાતા 3, મીરૂતમાં 3 જગ્યા માટે ભરતી

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આસિસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટની 53 પોસ્ટ

અમદાવાદ, બરોડા, બેંગાલુરુ, ચંદીગઢ, ચેન્નાઇ, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઇ, નવી દિલ્હી, પુણેમાં જગ્યા

લાયકાત

આસિસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટની પોસ્ટ માટે એક્વિઝિશન અને રિલેશનશિપ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન (કોઈપણ વિદ્યાશાખામાં) અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી / ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (ન્યૂનતમ 2 વર્ષનો કોર્સ) /CA કરેલુ હોવુ જરુરી છે. તો એગ્રિકલ્ચર માર્કેટિંગ ઓફિસર માટે કૃષિ / બાગાયત / પશુપાલન / પશુચિકિત્સા વિજ્ઞાન / ડેરી વિજ્ઞાન / મત્સ્યોદ્યોગ / મત્સ્યોદ્યોગ / કૃષિમાં 4 વર્ષની ડિગ્રી (ગ્રેજ્યુએશન) હોવી જરુરી છે.

અનુભવ

  1. આસિસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટની પોસ્ટ માટે ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ આવશ્યક છે.
  2. એગ્રિકલ્ચર માર્કેટિંગ ઓફિસર માટે BFSI સેક્ટરમાં કૃષિ અને સંલગ્ન ઉદ્યોગોના વ્યવસાયમાં માર્કેટિંગ અને લીડ જનરેટ કરવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ

અરજી કરવાની અંતીમ તારીખ અને ફી

બેંક ઓફ બરોડામાં અરજી કરવાની અંતિમ તારીખ 26 એપ્રિલ 2022 છે અને અરજી કરવા માટે કોઇ ફી રાખવામાં આવી નથી.

વયમર્યાદા

આસિસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટ – 25 થી 40 વર્ષ એગ્રિકલ્ચર માર્કેટિંગ ઓફિસર – 26 થી 40 વર્ષ

આ રીતે અરજી કરો

– બેંકની વેબસાઇટ www.bankofbaroda.co.in પર જાઓ અને પછી કરિયર પેજ પર જાઓ.

– વિવિધ જગ્યાઓ માટે Current Opportunities ભરતી પર ક્લિક કરો

– એપ્લાય પર ક્લિક કરીને જરૂરી તમામ વિગતો ભરીને અરજી કરો.

એગ્રીકલ્ચર ઓફિસરની ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો એગ્રીકલ્ચર ઓફિસરની ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો એગ્રીકલ્ચર માર્કેટિંગ વીપીની ભરતીની જાહેરાત કરવા માટે અહીંયા ક્લિક કરો એગ્રીકલ્ચર માર્કેટિંગ વીપીની ભરતીની ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો

આ પણ વાંચો-Naukri News: શું તમારે માર્કેટિંગ ક્ષેત્રમાં નોકરીની જરૂર છે ? તો વાંચો આ અહેવાલ

આ પણ વાંચો-UPSC Interview Tips: IAS જિતિન યાદવનો ગુરુમંત્ર, UPSC ઈન્ટરવ્યુ પહેલા આ લોકો વિશે જરૂર વાંચો

g clip-path="url(#clip0_868_265)">