World Squash: દીપિકા પલ્લીકલે જોડિયા બાળકોની માતા બન્યા બાદ કોર્ટમાં પરત ફરતા જ કર્યો કમાલ, બે ગોલ્ડ મેડલ જીતી ભારતનુ વધાર્યુ ગૌરવ

દીપિકા પલ્લીકલ (Dipika Pallikal) એ સ્ક્વોશ (Squash) કોર્ટમાં પરત સૌરવ ઘોસાલે સાથે મિક્સ ડબલ અને જોશના ચિનાપ્પા સાથે મહિલા ડબલ્સમાં દેશને ગોલ્ડન જીત આપી છે.

World Squash: દીપિકા પલ્લીકલે જોડિયા બાળકોની માતા બન્યા બાદ કોર્ટમાં પરત ફરતા જ કર્યો કમાલ, બે ગોલ્ડ મેડલ જીતી ભારતનુ વધાર્યુ ગૌરવ
Dipika Pallikal એ ગ્લાસગો માં રમાયેલી ચેમ્પિયનશીપમાં દેશને 2 ગોલ્ડ અપાવ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 10:45 AM

મા બન્યા બાદ મહિલા ખેલાડીઓ માટે વાપસી કરવી સરળ નથી હોતી. પરંતુ, દીપિકા પલ્લીકલે (Dipika Pallikal) જોડિયા બાળકોને જન્મ આપ્યા પછી માત્ર સ્ક્વોશ (Squash) કોર્ટમાં જ નહીં પરંતુ દેશ માટે ગોલ્ડન જીત પણ નોંધાવી. તેણે ગ્લાસગોમાં રમાયેલી વર્લ્ડ ડબલ્સ સ્ક્વોશ ચેમ્પિયનશિપ (World Doubles Championships) માં આ સફળતા હાંસલ કરી હતી. અગાઉ તેણે સૌરવ ઘોષાલ સાથે મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. અને પછી માત્ર દોઢ કલાક પછી, તેણે મહિલા ડબલ્સમાં તે સફળતા હાંસલ કરી, જેણે ભારતની ઝોળી બીજો ગોલ્ડ મેડલ મૂક્યો હતો.

વર્લ્ડ ડબલ્સ ચેમ્પિયનશિપમાં બીજા ક્રમાંકિત દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોસાલે મિક્સ ડબલ્સની ફાઇનલમાં ઇંગ્લેન્ડના એડ્રિયન વૉલર અને એલિસન વોટર્સને હરાવ્યાં. ભારતની મિક્સ ડબલ્સની જોડીએ ચોથી ક્રમાંકિત ઈંગ્લેન્ડની જોડીને 11-6, 11-8 થી પરાજય આપ્યો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મિક્સ્ડ ડબલ્સ ચેમ્પિયન દીપિકા અને ઘોષાલ

ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે જીત નોંધાવ્યા બાદ દીપિકા અને સૌરવ ઘોસાલ મિક્સ્ડ ડબલ્સ ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય જોડી બની. તે સ્ક્વોશ ડબલ્સ ચેમ્પિયનશિપની આ ઇવેન્ટમાં નવા વિશ્વ ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યા હતા.

ચિનપ્પા સાથે મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો

મિશ્ર ડબલ્સની નવી ચેમ્પિયન બન્યાના થોડા સમય પછી, દીપિકા પલ્લીકલ મહિલા ડબલ્સ રમવા આવી. અહીં જોશના ચિનપ્પા તેની જોડીદાર બની હતી. અને તેની સાથે મળીને તેણે એ જ કામ કર્યુ જે સૌરવ ઘોષાલ સાથે પણ કર્યું હતુ. શાનદાર ગોલ્ડન વિજય નોંધાવતા, દીપિકાએ ભારતની ઝોળીમાં વધુ એક ખિતાબ મૂક્યો છે.

મહિલા ડબલ્સમાં દીપિકા અને ચિનપ્પાની જોડીને ત્રીજો સીડ મળ્યો છે. ભારતીય જોડીએ બીજી ક્રમાંકિત સારાહ-જેન પેરી અને ઈંગ્લેન્ડની એલિસન વોટર્સને 11-9, 4-11, 11-8 થી પરાજય આપ્યો હતો.

જોકે, માતા બન્યા પછીની આ બે સફળતાઓએ દીપિકા પલ્લીકલને ચોક્કસ ખુશી આપી છે. પરંતુ તે કહે છે કે આ તો માત્ર શરૂઆત છે. તેમનું અસલી લક્ષ્ય કોમનવેલ્થ ગેમ્સ છે.

આ પણ વાંચો : Sabarkantha, Arvalli: યુદ્ધને લઈ ઘઉંના ઉંચા દામ! હિંમતનગરના બજારમાં 700 રુપિયાથી વધુ ભાવ બોલાયો, ખેડૂતો ખુશ

આ પણ વાંચો : CSK vs SRH IPL Match Result: ચેન્નાઈના માથે સળંગ ચોથી હાર લખાઈ, અભિષેક શર્માની ઇનીંગે હૈદરાબાદને પ્રથમ જીત અપાવી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">