UNHRCમાંથી બહાર છતાં સૂધરવાનુ નામ નથી લઈ રહ્યું રશિયા, ‘બુચા નરસંહાર’ના તમામ આરોપને મોસ્કોએ નકાર્યા

|

Apr 08, 2022 | 7:21 AM

યુક્રેને (Ukraine) રશિયા પર બુચામાં નરસંહારનો આરોપ લગાવ્યો છે, પરંતુ મોસ્કોએ (Moscow) તમામ આરોપોને નકારી કાઢ્યા છે. હવે સવાલ એ છે કે યુદ્ધ અપરાધનો નિર્ણય કેવી રીતે થશે...?

UNHRCમાંથી બહાર છતાં સૂધરવાનુ નામ નથી લઈ રહ્યું રશિયા, બુચા નરસંહારના તમામ આરોપને  મોસ્કોએ નકાર્યા
Bucha City (File Photo)

Follow us on

દરેક યુદ્ધના (War) કેટલાક નિયમો હોય છે અને આ નિયમો જીનીવા સંધિ (Geneva Convention)દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જીનીવા સંમેલન સાથે અન્ય આંતરરાષ્ટ્રીય કરારો પણ છે, જેમાં યુદ્ધના મેદાનમાં પણ કેટલીક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં, યુદ્ધના સમયમાં નાગરિકોની  (civiliansસુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે. સાથે જ નિયમો અનુસાર યુદ્ધમાં નાગરિકોને નિશાન બનાવવું જોઈએ નહીં, તેમના પર કેમિકલ, બાયોવેપન કે અન્ય કોઈ પ્રતિબંધિત હથિયારથી હુમલો ન કરવો જોઈએ. યુદ્ધના મેદાનમાં ઘાયલ અને બીમાર લોકોની સંભાળ લેવી જોઈએ. પરંતુ હાલ રશિયા યુક્રેન પર કબજો કરવાની ઘેલછામાં દરેક નિયમોને નેવે મુકી રહ્યું છે.

યુક્રેન પર કબજો કરવાની ઘેલછામાં દરેક નિયમોને નેવે મુકી રહ્યું છે રશિયા

આ સિવાય દુશ્મન દેશનો સૈનિક પકડાય તો પણ તેની સાથે બર્બરતાભર્યું વર્તન કરી શકાતું નથી. તેની પાસે પ્રિઝનર ઑફ વૉર હેઠળ પણ અધિકારો છે. જ્યાં સુધી નરસંહારનો સંબંધ છે, તે એક ચોક્કસ યુદ્ધ અપરાધ છે, જે મુજબ જો કોઈ ચોક્કસ દેશ, જાતિ અથવા ધાર્મિક આધાર પર એક સાથે અનેક લોકોની હત્યા કરવામાં આવે તો તેને નરસંહાર કહેવામાં આવે છે.

રશિયા પર બુચામાં નરસંહારનો આરોપ

યુક્રેને રશિયા પર બુચામાં નરસંહારનો આરોપ લગાવ્યો છે, પરંતુ મોસ્કો આવા આરોપોને નકારે છે. હવે સવાલ એ છે કે યુદ્ધ અપરાધનો નિર્ણય કેવી રીતે થશે. તમને જણાવી દઈએ કે, યુદ્ધ અપરાધોના કેસોની તપાસ અને પકડવાના ચાર રસ્તા છે. આ કાર્યવાહી ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા થઈ શકે છે. બીજો વિકલ્પ એ છે કે યુનાઈટેડ નેશન્સ તેના તપાસ કમિશનથી આગળ વધે અને હાઈબ્રિડ ઈન્ટરનેશનલ વોર ક્રાઈમ ટ્રિબ્યુનલ (Hybrid International War Crimes Tribunal) બનાવવા માટે કામ કરે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

NATO, યુરોપિયન યુનિયન અને યુએસ મિલિટરી ટ્રિબ્યુનલ જેવા સંબંધિત પક્ષોની મદદથી આ કરી શકાય છે. આ સિવાય યુદ્ધ ગુનેગારો સાથે વ્યવહાર કરવા માટે કેટલાક દેશોના પોતાના અલગ કાયદા છે. જર્મની પહેલાથી જ તેના કાયદા અનુસાર પુતિનની તપાસ કરી રહ્યું છે. જોકે અમેરિકામાં આવો કોઈ કાયદો નથી. બીજી તરફ ઈન્ટરનેશનલ કોર્ટની વાત કરીએ તો રશિયા તેને માન્યતા આપતું નથી. બીજી તરફ, કોઈપણ દેશ આ કોર્ટના નિર્ણયને સ્વીકારવા માટે પણ બંધાયેલો નથી.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Russia Ukraine War: UNHRCમાં વ્લાદિમીર પુતિનને લાગ્યો મોટો ઝટકો, રશિયાની સદસ્યતા સસ્પેન્ડ

આ પણ વાંચો : પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વિપક્ષમાં ઉત્સવનો માહોલ, ઈમરાનના મંત્રીએ નિર્ણયમાં દર્શાવી ખામીઓ

Next Article