પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વિપક્ષમાં ઉત્સવનો માહોલ, ઈમરાનના મંત્રીએ નિર્ણયમાં દર્શાવી ખામીઓ

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ વિપક્ષે રાહતનો શ્વાસ લીધો છે. શાહબાઝ શરીફે કહ્યું, અલ્લાહે સમગ્ર પાકિસ્તાનની પ્રાર્થના સ્વીકારી છે. પાકિસ્તાનનું બંધારણ જ નહીં પરંતુ આ નિર્ણયને કારણે સમગ્ર દેશ બચી ગયો છે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વિપક્ષમાં ઉત્સવનો માહોલ, ઈમરાનના મંત્રીએ નિર્ણયમાં દર્શાવી ખામીઓ
Opposition leaders reacted to the Supreme Court's decision
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 11:57 PM
પાકિસ્તાનમાં (Pakistan) ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ પર ગુરુવારે રાત્રે સુપ્રીમ કોર્ટે (Supreme Court) સંસદ ભંગ કરવાના મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે સંસદને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય આપ્યો અને કહ્યું કે નેશનલ એસેમ્બલી (સંસદનું નીચલું ગૃહ) 9 માર્ચે સવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરશે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ વિપક્ષે રાહતનો શ્વાસ લીધો છે. આ નિર્ણયથી વિપક્ષોએ ઉત્સવ મનાવવાનું શરૂ કરી દીધું છે.

g clip-path="url(#clip0_868_265)">