ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચે બનશે નવો દેશ ? શું અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ ઘડી રહી છે ષડયંત્ર ?

મિઝોરમના CM લાલદુહોમા અમેરિકાના ઈન્ડિયાપોલિસમાં એક નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદનથી ઘણા દેશોમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે અમેરિકામાં આપેલા પોતાના ભાષણમાં મિઝોરમના મુખ્યમંત્રીએ ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને મ્યાનમારનો ઉલ્લેખ કર્યો હતો.

ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચે બનશે નવો દેશ ? શું અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ ઘડી રહી છે ષડયંત્ર ?
New Country
Follow Us:
| Updated on: Nov 11, 2024 | 5:44 PM

તાજેતરમાં મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમા અમેરિકામાં હતા ત્યારે તેમણે અમેરિકાના ઈન્ડિયાપોલિસમાં એક નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદનથી ઘણા દેશોમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે અમેરિકામાં આપેલા પોતાના ભાષણમાં મિઝોરમના મુખ્યમંત્રીએ ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને મ્યાનમારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ચિન-કુકી-જો અને એક દેશની એકતા માટે હાકલ કરી હતી.

તમને જણાવી દઈએ કે ચિન-કુકી-જો ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમારમાં રહેતી ખ્રિસ્તી જાતિઓ છે. હવે સવાલ એ છે કે શું અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમારના ભાગોને અલગ કરીને એક અલગ ખ્રિસ્તી દેશ બનાવવાની યોજના પર કામ કરી રહી છે ?

અલગતાવાદી એજન્ડા અંગે ચિંતા વધી

મિઝોરમના મુખ્યમંત્રીના ભાષણ પછી અલગતાવાદી એજન્ડાને લઈને ચિંતા વધી ગઈ છે. તેનાથી દક્ષિણ એશિયામાં અસ્થિરતા સર્જાઈ શકે છે. ધાર્મિક અને સાંસ્કૃતિક પાસાઓ પર ટિપ્પણીઓ સાથે લાલદુહોમાના ભાષણે કોઈ વિદેશી સમર્થનની શંકા ઊભી કરી છે. આ નિવેદને સાર્વભૌમત્વ, પ્રાદેશિક સ્થિરતા અને ભૌગોલિક રાજકીય દાવપેચ પર પણ ચર્ચાને વેગ આપ્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

લાલદુહોમાએ 4 સપ્ટેમ્બર 2024ના રોજ અમેરિકામાં આ નિવેદન આપ્યું હતું. આ નિવેદન એક સમુદાયની મીટિંગમાં આપવામાં આવ્યું હતું જ્યાં તેમણે પૂર્વોત્તરમાં એક સંગઠિત ચર્ચ બનાવવાની ચર્ચા પણ કરી હતી. તેમણે ત્રણેય દેશોમાં છૂટાછવાયા ખ્રિસ્તીઓ એક દેશમાં ભેગા થવાની વાત પણ કરી હતી.

અમે એક જ લોકો છીએ, વિભાજિત થવું પોસાય તેમ નથી : લાલદુહોમા

ઈન્ડિયાપોલિસમાં તેમના ભાષણમાં મિઝોરમના મુખ્યમંત્રી પીયુ લાલદુહોમાએ કહ્યું કે, અમે બધા એક જ લોકો છીએ, અમે ભાઈ-બહેન છીએ અને અમે વિભાજિત થઈ શકીએ તેમ નથી. ભગવાને આપણને એક બનાવ્યા છે અને આપણે રાષ્ટ્રત્વ પ્રાપ્ત કરવા માટે એક નેતૃત્વ હેઠળ ઉભા થવું પડશે. દેશની સીમાઓ ભલે હોય, એક સાચુ રાષ્ટ્ર આ બધાથી પર છે. આપણે બધા ત્રણ દેશોમાં ત્રણ સરકારો વચ્ચે અન્યાયી રીતે વહેંચાયેલા છીએ. જેને આપણે બિલકુલ સ્વીકારી શકતા નથી.

લાલદુહોમાએ રાજકીય એકતા અંગેનો પ્રસ્તાવ મૂક્યો, જેણે સાર્વભૌમત્વ અંગે ચિંતાઓ ઊભી કરી. તેમના ભાષણમાં તેમણે સામાન્ય સંસ્કૃતિ અને ધાર્મિક ઓળખ માટે આહવાન કર્યું છે. ચીન-કુકી-જો સમુદાયના લોકોની લાગણી તાજેતરમાં ઉભરી આવી છે, જેઓ હાંસિયામાં ધકેલાઈ ગયાની લાગણી અનુભવી રહ્યા છે. ચિન-કુકી-જો સમુદાયો ભારતીય રાજ્યો મણિપુર અને મિઝોરમ તેમજ બાંગ્લાદેશ અને મ્યાનમારના કેટલાક વિસ્તારોમાં વસે છે. તમને જણાવી દઈએ કે આ ત્રણેય સમુદાયો વચ્ચે ભાષાકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધો છે.

લાલદુહોમા કોની તરફ કરી રહ્યા છે ઇશારો ?

લાલદુહોમાનો ઇશારો ત્રણ અલગ અલગ સરકારો ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર પર હતો. લાલદુહોમાના નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે ત્રણ અલગ-અલગ દેશોમાં રહેતા ખ્રિસ્તી સમુદાયને તે પસંદ નથી અને તે આ ત્રણેય ક્ષેત્રોને એક કરવાનો માર્ગ શોધવા માંગે છે.

લાલદુહોમાના નિવેદનથી સ્પષ્ટ છે કે તે એવા દેશની વાત કરી રહ્યા છે જેમાં ત્રણેય સ્થાનોના લોકોને સામેલ કરવામાં આવશે. લાલદુહોમા આ નિવેદન એવા સમયે આપી રહ્યા છે જ્યારે તેઓ પોતે ભારતીય પ્રજાસત્તાક હેઠળ બંધારણીય પદ ધરાવે છે અને દેશની એકતા અને અખંડિતતાના શપથ લીધા છે.

ખ્રિસ્તી દેશની વાત નવી નથી

ભારતના ઉત્તર પૂર્વમાં ખ્રિસ્તી દેશ બનાવવાનો આ વિચાર નવો નથી. મિઝોરમમાં શાસક જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM), વિરોધ પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) તેમજ કોંગ્રેસ પાર્ટીનું રાજ્ય એકમ મિઝોરમ સ્થિત ZRO દ્વારા કરવામાં આવેલી એકીકરણની માંગને સમર્થન આપે છે.

શેખ હસીનાએ અવામી લીગના નેતાઓને કહ્યું હતું કે જોગમ નામનો ખ્રિસ્તી દેશ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. શેખ હસીનાએ કહ્યું હતું કે આ દેશમાં સાગિંગ ડિવિઝન અને મ્યાનમારના ચિન રાજ્યનો મોટો હિસ્સો, ભારતના મિઝોરમ અને મણિપુરના કુકી પ્રભાવિત વિસ્તારો અને બાંગ્લાદેશના ચટગાંવ ડિવિઝનના બંદરબન જિલ્લો અને આસપાસના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવશે.

કુકી (ખ્રિસ્તી) સમુદાયના લોકો જેમણે મણિપુરમાં હિંસા ફેલાવવા માટે મીતાઈ (હિંદુ) સમુદાય વિરુદ્ધ હિંસા ભડકાવી હતી તેઓ પણ આ બ્રેક ઈન્ડિયા જોડાણનો એક ભાગ છે. મણિપુરમાં હિંસા ફેલાવવાનું ષડયંત્ર વિદેશમાં પણ ઘડવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર હિંસા પહેલા કુકી નેતાઓ અમેરિકામાં CIA એજન્ટોને મળ્યા હતા.

મણિપુરમાં હિંસામાં મોટી ભૂમિકા ભજવનાર કુકીઓ પણ ધાર્મિક આધાર પર લોકો સાથે જોડાયેલા છે. કુકીઓ હાલમાં મ્યાનમારમાં મોટા વિસ્તારોને નિયંત્રિત કરે છે. મણિપુરમાં હિંસા ફેલાવવામાં મ્યાનમારથી આવતા ઘૂસણખોરોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ કુકીઓ પણ કુકી-ચીન-જો સમુદાયનો ભાગ છે, જેનો એક વર્ગ અલગ ખ્રિસ્તી દેશ ઈચ્છે છે.

મિઝોરમમાં ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ

મિઝોરમની લગભગ 87 ટકા વસ્તી ખ્રિસ્તી છે. મિઝોરમમાં ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ 20મી સદીની શરૂઆતથી શરૂ થયો છે. આ પહેલા અહીંના મોટાભાગના લોકો આદિવાસી પરંપરાઓમાં માનતા હતા. જો કે, મિશનરીઓએ લાંબા સમય સુધી અહીં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો જેના કારણે રાજ્યના મોટાભાગના લોકો ખ્રિસ્તી બન્યા. ખ્રિસ્તી ઉપરાંત મિઝોરમમાં બૌદ્ધ ધર્મના લોકો 8.5 ટકા છે, તે હિન્દુ ધર્મના લોકો માત્ર 3.3 ટકા જ છે, બાકીના 1 ટકામાં અન્ય સમુદાયોનો સમાવેશ થાય છે.

મિઝોરમ ઉપરાંત નાગાલેન્ડ અને મેઘાલય પણ બહુમતી ખ્રિસ્તી ધર્મ ધરાવતા રાજ્યો છે. જો કે, મિઝો લોકો સરહદો પર ફેલાયેલા છે, તેથી તેમના એકીકરણની સાથે સાથે એક દેશ બનાવવાની પણ ચર્ચાઓ થઈ છે. સીએમ લાલદુહોમાનું નિવેદન પણ આ જ કહાની દર્શાવે છે.

શેખ હસીનાએ પણ આ અંગે આશંકા વ્યક્ત કરી હતી

લાંબા સમયથી એવી ચિંતા સેવાઈ રહી છે કે વિદેશી શક્તિઓ વ્યૂહાત્મક હેતુઓ માટે આ પ્રદેશનું વિભાજન કરી શકે છે. ત્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના લાલદુહોમા જે કહે છે તે સંબંધિત અગાઉ શંકા વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશમાં તખ્તાપલટ પહેલા શેખ હસીનાએ મે 2024માં કહ્યું હતું કે ગોરી ચામડીવાળા દેશો બાંગ્લાદેશ, મ્યાનમાર અને ભારતના એક ભાગને તોડીને તેને ખ્રિસ્તી દેશ બનાવવા માંગે છે.

શેખ હસીનાએ એમ પણ કહ્યું હતું કે અમેરિકા સહિત તમામ પશ્ચિમી દેશો તેમની ચૂંટણી અને સરકારમાં અવરોધો ઉભા કરી રહ્યા છે કારણ કે તેઓ બંગાળની ખાડીમાં બેઝ ઇચ્છે છે. હસીનાએ કહ્યું હતું કે આ ખ્રિસ્તી દેશ ચટ્ટોગામનો પણ સમાવેશ કરશે, જે ગલ્ફનું મુખ્ય બંદર છે. તેમણે કહ્યું હતું કે એક ગોરી ચામડીના માણસે તેમને આ બધી ઓફર આપી હતી.

હસીનાના આ નિવેદનથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. હવે મિઝોરમના સીએમનું નિવેદન પણ આવી જ ચિંતા પેદા કરે છે કે શું આ ક્ષેત્રમાં અમેરિકાનો કોઈ દખલ છે. હસીના દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતા ફરી એકવાર મિઝોરમના સીએમના નિવેદનના રૂપમાં સામે આવી છે.

લાલદુહોમાના ભાષણે આ ચિંતાઓને વધારી દીધી છે, કારણ કે તેમણે આ સંદેશ અમેરિકન ધરતી પરથી આપવાનો વિકલ્પ પસંદ કર્યો છે. અમેરિકા પર ભૂતકાળમાં પણ વ્યૂહાત્મક હિતોને આગળ વધારવા માટે અલગતાવાદી ચળવળોને ટેકો આપવાનો આરોપ લાગ્યો છે. હસીના બાદ ઈન્ડિયાનાપોલિસમાં પોતાનું ભાષણ આપીને લાલદુહોમાએ અમેરિકન ઈરાદાઓ વિશે નવી અટકળોને જન્મ આપ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">