ગાઝા પર પરમાણુ બોમ્બ ઝીંકવાની શેખી મારનારા મંત્રીને અપાયું પાણીચું
ઈઝરાયેલના હેરિટેજ બાબતોના પ્રધાન અમીરાઈ ઈલિયાહુએ એવુ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે, ગાઝા પટ્ટી ઉપર ઈઝરાયેલ દ્વારા પરમાણુ બોમ્બ ફેકવાની સંભાવના પૈકીની એક સંભાવના છે. સાથોસાથ તેમણે કહ્યું હતું કે, પેલેસ્ટાઇન સ્થિત હમાસ આતંકવાદીઓ સામે યુદ્ધ પણ તીવ્ર બન્યું છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગત સાત ઓક્ટોબરથી શરુ થયેલા ભીષણ યુદ્ધને હવે એક મહિનાનો સમય થવા આવ્યો છે. આ દરમિયાન ગાઝામાં પરમાણુ બોમ્બ નાખવાની શેખી હાંકનારા ઈઝરાયેલના હેરિટેજ પ્રધાન અમીરાઈ ઈલિયાહુને નેતન્યાહુના મંત્રીમંડળમાંથી પાણીચું આપી દેવાયું છે. હેરિટેજ પ્રધાન અમીહાઈ ઈલિયાહુએ પરમાણુ બોમ્બના ઉપયોગ કરવાના કરેલા નિવેદનથી માત્ર ઈઝરાયેલ જ નહીં પરંતુ અમેરિકા સહીતના વિશ્વના અન્ય કેટલાક દેશમાં પણ હોબાળો મચી જવા પામ્યો હતો. અમીહાઈ ઈલિયાહુના નિવેદનની ગંભીરતાને ધ્યાને લઈને ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ તેમના નિવેદનની આકરી ટીકા કરીને તેમના મંત્રીમંડળમાંથી અમીહાઈ ઈલિયાહુને પડતા મુક્યા છે.
ઈઝરાયેલના હેરિટેજ બાબતોના પ્રધાન અમીરાઈ ઈલિયાહુએ એવુ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે, ગાઝા પટ્ટી ઉપર ઈઝરાયેલ દ્વારા પરમાણુ બોમ્બ ફેકવાની સંભાવના પૈકીની એક સંભાવના છે. સાથોસાથ તેમણે કહ્યું હતું કે, પેલેસ્ટાઇન સ્થિત હમાસ આતંકવાદીઓ સામે યુદ્ધ પણ તીવ્ર બન્યું છે.
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના સત્તાવાર સોશિયલ મીડિયા ‘X’ જે પહેલા ટ્વિટર તરીકે ઓળખવામાં આવતુ હતું તેના પર, લખ્યું છે કે, ઈઝરાયેલના હેરિટેજ બાબતોના પ્રધાન અમીરાઈ ઈલિયાહુનુ નિવેદન વાસ્તવિકતા પર આધારિત નથી. “ઇઝરાયેલ અને IDF નિર્દોષોને સહેજે પણ નુકસાન ન પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાના સર્વોચ્ચ ધોરણો અનુસાર કામ કરી રહ્યા છે. અમે અમારી જીત સુધી તેને અનુસરવાનું ચાલુ રાખીશું.”
અણુબોમ્બ નાખવાની વાત કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલના હેરિટેજ બાબતોના પ્રધાન અમીરાઈ ઈલિયાહુ હતું કે, “પરમાણુ બોમ્બ છોડવો એ એક શક્યતા છે. મીડિયા અહેવાલ અનુસાર ” ઇટામર બેન ગ્વીરની ધરા, જમણેણી પક્ષના એલિયાહુ સુરક્ષા કેબિનેટનો ભાગ નથી. અને ના તો યુદ્ધ સમયમાં નિર્ણયો લેવા માટે બનાવેલ સરકારમાં સામેલ છે. અમીરાઈ ઈલિયાહુએ ગાઝામાં કોઈપણ માનવીય સહાયને મંજૂરી આપવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.
મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે, ઈલિયાહુએ ગાઝા પટ્ટીનો પ્રદેશ ઈઝરાયેલ હસ્તક લેવા અને ત્યાં ઈઝરાયેલની વસાહતોને પુનઃસ્થાપિત કરવાનું સમર્થન કર્યું હતું. ગાઝામાં વસતા પેલેસ્ટાઈનના નાગરિકોના ભાવિ વિશે પૂછવામાં આવતા, એલિયાહુએ એમ જણાવ્યું હતું કે, “તેઓ ટાપુ અથવા રણમાં જઈ શકે છે.
દેશના ઈતિહાસના સૌથી ઘાતક હુમલાના લગભગ એક મહિના પછી રવિવારે, ઈઝરાયેલે હમાસને કચડી નાખવા માટે યુદ્ધ શરૂ કર્યું. 30 દિવસના યુદ્ધ પછી આરબ દેશો તરફથી યુદ્ધવિરામ અને નિરાશ નાગરિકો હોવા છતાં, ગીચ વસ્તીવાળા ગાઝા પટ્ટીના ઉત્તરમાં જમીની લડાઈ ફાટી નીકળી હતી, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો