જ્યાં થશે ફિફા વર્લ્ડકપ 2022ની ધમાલ, જાણો તે દેશ કતારનો ઈતિહાસ

|

Nov 14, 2022 | 11:57 PM

કતારને ફિફા વર્લ્ડકપ 2022ની મેજબાની વર્ષ 2010માં સોંપવામાં આવી હતી. ત્યારથી જ આ કતારમાં ફિફા વર્લ્ડકપ માટેની તૈયારી શરુ થઈ ગઈ હતી. ચાલો જાણીએ ફિફા વર્લ્ડકપની મેજબાની કરી રહેલા આ દેશના ઈતિહાસ અંગેની રસપ્રદ વાતો.

જ્યાં થશે ફિફા વર્લ્ડકપ 2022ની ધમાલ, જાણો તે દેશ કતારનો ઈતિહાસ
Qatar history
Image Credit source: file photo

Follow us on

ફિફા વર્લ્ડકપ 2022 આ વર્ષે કતારમાં યોજવા જઈ રહ્યો છે. 20 નવેમ્બરથી ફૂટબૉલના મહાકુંભની શરૂઆત કતારના ભવ્ય સ્ટેડિયમોમાં થશે. આખી દુનિયામાં આ ફિફા વર્લ્ડકપ 2022ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુનિયાના અલગ અલગ દેશોથી ફૂટબૉલ ફેન્સ કતાર આવી રહ્યા છે. આવનારા એક મહિના સુધી આખી દુનિયા ફિફા વર્લ્ડકપ 2022ના રોમાંચ જોશે. કતારને ફિફા વર્લ્ડકપ 2022ની મેજબાની વર્ષ 2010માં સોંપવામાં આવી હતી. ત્યારથી જ આ કતારમાં ફિફા વર્લ્ડકપ માટેની તૈયારી શરુ થઈ ગઈ હતી. ચાલો જાણીએ ફિફા વર્લ્ડકપની મેજબાની કરી રહેલા આ દેશના ઈતિહાસ અંગેની રસપ્રદ વાતો.

કતારનો રસપ્રદ ઈતિહાસ

કતાર એક ખાડી દેશ છે. આ દેશ અરબના ઉત્તર પૂર્વી તટ પર સ્થિત છે. તેના દક્ષિણમાં સાઉદી અરબ છે. કતારની ત્રણે બાજુ ખાડી છે. કતાર તેના પડોશી દેશોની જેમ જ તેની નિકાસ કરનાર સમૃદ્ધ દેશ છે. વર્ષ 1783માં અહી અલ અલીફ વંશનું શાસન શરુ થયુ. ત્યારબાદ તે તુર્કી દેશને અધીન થયુ. પહેલા વિશ્વ યુદ્ધ બાદ આ દેશ બ્રિટનના આધિપત્યમાં આવ્યુ. વર્ષ 1971માં આ દેશ સ્વતંત્ર થતા, અહીં ખલીફા બિન હમદનું શાસન શરુ થયુ. કતારનું નામ આજના જુબારા નામના શહેરના પ્રાચીન નામ કતારાથી આવ્યુ છે, તે પ્રાચીન સમયમાં એક મહત્વપૂર્ણ બંદર અને શહેર હતુ. તેનો આકાર હાથના અંગૂઠા જેવો છે. કતાર દેશમાં તેલની સાથે પ્રાકૃતિક ગેસનો વિશાળ ભંડાર છે.

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

આ દેશની વસ્તી 29 લાખ છે. આ દેશનું સૌથી મોટું શહેર દોહા તેની રાજધાની છે. તેની આસપાસ જ કતારની વધારે વસ્તી છે. આ દેશ વ્યક્તિગત આવકની બાબતમાં દુનિયાના ટોપ 10 દેશોમાં સામેલ છે. આ દેશમાં સેટેલાઈટ ન્યૂઝ ચેનલ અલ જજીરા બન્યુ. જે અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેનના નિવેદનનો દુનિયા સામે લાવવા માટે જાણીતુ હતુ.

તેલ અને ગેસના ભંડારે આ દેશને સમૃદ્ધ બનાવ્યુ છે. ઉનાળામાં અહીંનું તાપમાન 40 ડિગ્રી હોય છે. અહીં મહિલાઓ માટે કડક કાયદાઓ છે. જોકે આ દેશ મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે. કતારમાં નિરંકુશ સરકાર છે. આ સરકાર અમીર શેખ તમિમ બિન હમાલ અલ થાનીના કહ્યા અનુસાર ચાલે છે.આ દેશમાં 45 સદસ્યોવાળી એક સલાહકાર પરિષદ પણ છે. તેના પડોશી દેશોની જેમ કતારમાં પણ રાજકીય પાર્ટીઓ પણ પ્રતિબંધ છે.

 

અહીં યૂનિયન બનાવવા પર અને હડતાળના અધિકાર સીમિત છે. કતાર સુન્ની ઈસ્લામની અત્યંત રુઢિવાદી પરંપરાઓમાં માને છે, જેને વહાબી કહેવાય છે. પડોશી દેશ સઉદી અરબથી ઊંધુ અહીં વિદેશી લોકોને દારુ પીવાની છૂટ છે. અહીં ઉનાળાની ગરમીના સમયે રહેવુ સરળ નથી હોતુ. કતાર ભલે નાનો દેશ છે, પણ તે દુનિયાના સૌથી તાકતવર દેશોમાં સામેલ છે.