Lebanon Blast : લેબનોનમાં ફરી બ્લાસ્ટ, રેડિયો-લેપટોપ અને મોબાઈલ થઈ રહ્યાં છે બ્લાસ્ટ, 3ના મોત-100થી વધુ ઘાયલ
લેબનોનમાં સતત બીજા દિવસે બ્લાસ્ટ થઈ રહ્યા છે. મંગળવારે પેજરમાં બ્લાસ્ટ થયા હતા, જ્યારે આજે બુધવારે તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં ભેદી વિસ્ફોટ થઈ રહ્યા છે. આમાં લેપટોપ, વોકી-ટોકી અને મોબાઈલનો પણ સમાવેશ થાય છે. લેબનોન અનેક શહેરોમાંથી આવી ઘટનાઓ સામે આવી છે.
લેબનોનમાં સતત બીજા દિવસે ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે. મંગળવારે પેજરમાં બ્લાસ્ટ થયા હતા, જ્યારે આજે બુધવારે ઘણાબધા ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં વિસ્ફોટ થઈ રહ્યા છે. આમાં લેપટોપ, વોકી-ટોકી અને મોબાઈલનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, એક કલાકમાં બેરુત, બેકા, નાબાતીહ અને દક્ષિણ લેબનોનમાં સેંકડો લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મોબાઈલ ફોનની સાથે ઘરોમાં અન્ય ઉપકરણોમાં પણ બ્લાસ્ટ થઈ રહ્યા છે. કેટલીક ઇમારતોમાં આગ લાગી છે. સમગ્ર દક્ષિણ લેબનોન અને બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે.
પેજર બ્લાસ્ટની ઘટનાઓમાં માર્યા ગયેલા હિઝબુલ્લાના લડવૈયાઓ અને બાળકોના અંતિમ સંસ્કાર દરમિયાન અનેક વિસ્ફોટો પણ સંભળાયા હતા. હિઝબુલ્લાએ મંગળવારે કહ્યું કે આ હુમલા ઇઝરાયેલ દ્વારા કરવામાં આવ્યા છે. આ દાવા બાદ આજે જે હુમલા થયા છે તેના પરથી કહી શકાય કે તેનું કોમ્યુનિકેશન નેટવર્ક ટાર્ગેટ છે. તાઈવાનની કંપની ગોલ્ડ એપોલોનું કહેવું છે કે લેબનોન અને સીરિયામાં વિસ્ફોટ થયેલા પેજર્સ હંગેરિયન કંપની દ્વારા બનાવવામાં આવ્યા હતા.
અમેરિકન અધિકારીનો ચોંકાવનારો દાવો
ગોલ્ડ એપોલોએ દાવો કર્યો છે કે અન્ય બુડાપેસ્ટ કંપનીએ આ પેજર્સ બનાવ્યા છે. જ્યારે નિષ્ણાતોનું કહેવું છે કે ડિલિવરી પહેલા જ પેજરમાં વિસ્ફોટક સામગ્રી નાખવામાં આવી હતી. મંગળવારે થયેલા વિસ્ફોટમાં બે બાળકો સહિત 12 લોકોના મોત થયા હતા. 3 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. હિઝબુલ્લાહ અને લેબનીઝ સરકાર બંનેનું કહેવું છે કે, ઈઝરાયેલે આ હુમલા કર્યા છે. આ દરમિયાન એક અમેરિકન અધિકારીએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલે હુમલા બાદ અમેરિકાને જાણ કરી હતી. પેજરમાં વિસ્ફોટકનો થોડો જથ્થો હતો.