શેખ હસીના હજુ પણ છે બાંગ્લાદેશના વડાપ્રધાન ? બાંગ્લાદેશમાં ફરી શરૂ થયું આંદોલન, જાણો શું છે કારણ

પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસક પ્રદર્શનો શરૂ થયા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન વિરુદ્ધ લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે. તેમના એક નિવેદનને લઈને આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

શેખ હસીના હજુ પણ છે બાંગ્લાદેશના વડાપ્રધાન ? બાંગ્લાદેશમાં ફરી શરૂ થયું આંદોલન, જાણો શું છે કારણ
Sheikh Hasina
Follow Us:
| Updated on: Oct 27, 2024 | 3:38 PM

બાંગ્લાદેશમાં એક નવું સંકટ ઊભું થયું છે. સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે શું શેખ હસીના હજુ પણ દેશના વડાપ્રધાન છે અને જો આવું છે તો શું સેના દ્વારા બનાવવામાં આવેલી મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર ગેરકાયદે છે ? કારણ કે બંધારણ મુજબ વડાપ્રધાન પદ ત્યારે જ ખાલી થશે, જ્યારે તેઓ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપશે. પરંતુ ઓગસ્ટમાં બાંગ્લાદેશ છોડીને ભારત પહોંચેલા શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે કે કેમ તે હવે મોટો પ્રશ્ન બની ગયો છે.

પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસક પ્રદર્શનો શરૂ થયા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન વિરુદ્ધ લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે. તેમના એક નિવેદનને લઈને આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ પ્રદર્શન

રાજધાની ઢાકામાં રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન બંગભવનની સામે વિદ્યાર્થી સંગઠન દ્વારા જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન સામે હજારો લોકો એકઠા થયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. કેટલાક મહિનાઓ પહેલા બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનાર વિદ્યાર્થી સંગઠન હવે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને હટાવવાની માંગ કરી રહ્યું છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલન કે જેણે શેખ હસીનાને સત્તા પરથી હટાવવા માટે અભિયાન ચલાવ્યું હતું, એ જ સંગઠને કેન્દ્રીય શહીદ મિનાર પાસે રેલી કાઢી અને શહાબુદ્દીનના રાજીનામાની માંગ કરી હતી. રાષ્ટ્રપતિ આવાસની બહાર પ્રદર્શન હિંસક બની ગયું હતું. દેખાવકારોએ પોલીસ બેરીકેટ્સ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તેમને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જનો આશરો લીધો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા.

રાષ્ટ્રપતિના આ નિવેદનના કારણે શરૂ થયો વિરોધ

હકીકતમાં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તેમની પાસે શેખ હસીનાના રાજીનામાના કોઈ પુરાવા નથી. તેમના નિવેદનથી વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘણા વિદ્યાર્થી સંગઠનોએ રાષ્ટ્રપતિ સામે વિરોધ કર્યો અને વિદ્યાર્થી સંગઠનના નેતાઓએ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારને અલ્ટીમેટમ પણ આપ્યું છે.

વિદ્યાર્થીઓએ સરકાર સમક્ષ રાષ્ટ્રપતિના રાજીનામા સહિતની અનેક માંગણીઓ રજૂ કરી છે. આમાં સૌથી મુખ્ય માંગ શેખ હસીનાની પાર્ટીના વિદ્યાર્થી સંગઠન પર પ્રતિબંધ અને નવા રાષ્ટ્રપતિની જાહેરાત કરવાની હતી. જો કે, મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે અવામી લીગના વિદ્યાર્થી સંગઠન બાંગ્લાદેશ સ્ટુડન્ટ લીગ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ સરકારે રાષ્ટ્રપતિ બદલવાની શક્યતા નકારી કાઢી છે.

શું શેખ હસીના હજુ પણ બાંગ્લાદેશના પીએમ છે ?

જ્યારે બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટે તખ્તાપલટ થયો, ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે શેખ હસીનાએ ઉતાવળમાં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું અને દેશ છોડી દીધો, પરંતુ રાષ્ટ્રપતિના આ નિવેદનથી શેખ હસીનાના રાજીનામા પર જ સવાલો ઉભા થયા છે. મોહમ્મદ શહાબુદ્દીને કહ્યું કે તેમણે શેખ હસીનાનું રાજીનામું મેળવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ કદાચ તેમની પાસે સમય નહોતો. તેમના નિવેદનથી સવાલો ઉઠી રહ્યા છે કે શું શેખ હસીનાએ રાજીનામું આપ્યું નથી અને હજુ પણ તેઓ બાંગ્લાદેશના વડાપ્રધાન છે ? કારણ કે થોડા દિવસો પહેલા હસીનાના પુત્ર વાજિદ જોયે પણ આવો જ દાવો કર્યો હતો.

પહેલા રાષ્ટ્રપતિ, પછી આર્મી ચીફનો વારો!

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિના નિવેદનથી સર્જાયેલા હોબાળા બાદ યુનુસ સરકારના એક વરિષ્ઠ સલાહકાર અને બે વિદ્યાર્થી નેતાઓ ન્યાયતંત્રના વરિષ્ઠ સભ્યને મળ્યા હતા અને તેમને રાષ્ટ્રપતિ બનાવવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી.

જમાત-એ-ઇસ્લામીની વિદ્યાર્થી પાંખની રાજકીય પકડને નબળી કરવા માટે રાષ્ટ્રપતિ પછી આ વિદ્યાર્થી નેતાઓનું આગામી ટાર્ગેટ આર્મી સ્ટાફ વકાર-ઉઝ-ઝમાન હોઈ શકે છે. આ પછી આગામી પગલું બાંગ્લાદેશના બંધારણને બદલવાનું હશે, જેની માંગ ભેદભાવ વિરોધી વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવી હતી.

આ વિદ્યાર્થી સંગઠનના કન્વીનર હસનત અબ્દુલ્લાએ કહ્યું હતું કે અમારી 5 માંગણીઓમાંથી પ્રથમ મુજીબ તરફી 1972ના બંધારણને હટાવવાની છે, જેના કારણે રાષ્ટ્રપતિ તેમના પદ પર યથાવત છે. વિદ્યાર્થી સંગઠનોએ કહ્યું છે કે જો મોહમ્મદ યુનુસની સરકાર એક સપ્તાહની અંદર આ માંગણીઓ પૂરી નહીં કરે તો તેઓ ફરી એકવાર સંપૂર્ણ તાકાત સાથે રસ્તા પર ઉતરશે.

વચગાળાની સરકાર પર બંધારણીય સંકટ

વિદ્યાર્થીઓની આ માંગ વચ્ચે મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારની બંધારણીય માન્યતાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. જો શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું નથી, તો શું સેના દ્વારા રચાયેલી મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર ગેરકાયદે છે ?

હકીકતમાં બાંગ્લાદેશના બંધારણના અનુચ્છેદ 57 (A) મુજબ, વડાપ્રધાન કોઈપણ સમયે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપી શકે છે, જેના પછી વડાપ્રધાનનું પદ ખાલી થઈ જાય છે. પરંતુ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિનું કહેવું છે કે તેમની પાસે શેખ હસીનાનું રાજીનામું નથી. આવી સ્થિતિમાં શું માનવું જોઈએ કે શેખ હસીના હજુ પણ બાંગ્લાદેશના વડાપ્રધાન છે.

બીજી તરફ બાંગ્લાદેશના બંધારણમાં કાર્યકારી સરકારની જોગવાઈને નાબૂદ કરવામાં આવી છે, 2011 સુધી દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ કરાવવા માટે કાર્યકારી સરકારની જોગવાઈ હતી, પરંતુ 30 જૂન, 2011ના રોજ શેખ હસીનાની પાર્ટીએ રદ કરી દીધી હતી. બંધારણમાં સુધારો કરીને આ જોગવાઈ કરી હતી.

વચગાળાની સરકારને બચાવવાનો પ્રયાસ

બાંગ્લાદેશના બંધારણના અનુચ્છેદ 106 મુજબ, જો દેશમાં એવો સમય આવે છે કે જ્યારે કાયદાને લગતો કોઈ પ્રશ્ન રાષ્ટ્રપતિ સમક્ષ ઊભો થાય અથવા થવાની સંભાવના હોય, અને જે ખરેખર જનહિતનો મુદ્દો હોય, તો તેના માટે તેમના પગલાં રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લેવો જોઈએ. આ માટે રાષ્ટ્રપતિ તે મુદ્દો સુપ્રીમ કોર્ટના એપેલેટ ડિવિઝનને મોકલી શકે છે. જેના પર સુનાવણી બાદ કોર્ટ પોતાનો અભિપ્રાય રાષ્ટ્રપતિ સુધી પહોંચાડી શકે છે.

તેથી એવું માનવામાં આવે છે કે વચગાળાની સરકારને આ બંધારણીય કટોકટીમાંથી બહાર કાઢવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. એક તરફ વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિને હટાવવાની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર પોતાનું અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરી રહી છે. જો આગામી દિવસોમાં બાંગ્લાદેશ આ તમામ વિવાદોનું નિરાકરણ નહીં લાવે તો મોટી રાજકીય અને બંધારણીય કટોકટી સર્જાઈ શકે છે.

g clip-path="url(#clip0_868_265)">