રાજ્યભરમાં 700 શાળાઓ (Schools )એક શિક્ષક દ્વારા ચલાવવામાં આવે છે. ખુદ સરકારે ગુજરાત વિધાનસભામાં જાહેરાત કરી છે કે એકલા કચ્છમાં જ 100માંથી મોટાભાગની શાળાઓ એક શિક્ષક(teacher ) દ્વારા ચલાવવામાં આવે છે. રાજ્યભરની વિવિધ શાળાઓમાં રિયાલિટી ચેક દરમિયાન તાપી જિલ્લાની 58 જેટલી શાળાઓ પણ શિક્ષક દ્વારા ચલાવવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત, રાજ્યમાં આવી ઘણી શાળાઓ છે જ્યાં ઓરડાઓની અને વર્ગખંડની અછત છે. તાપી જિલ્લામાં પણ શિક્ષકની ભરતી ન થવાના કારણે લાંબા સમયથી 400 થી વધુ શિક્ષકોની કાયમી અછત સર્જાય છે. જેના પરિણામે જિલ્લામાં ધોરણ 1 થી 5ની 58 શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કેવી રીતે કરશે તેવો પ્રશ્ન ઉભો થાય છે.વ્યારા અને તાપી વાલોડ તાલુકાની જુદી જુદી શાળાઓમાં જઈને તપાસકરવામાં આવી હતી.
દરેક શાળામાં દસ દિવસ અગાઉથી શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે કે કેમ અને કયારેય શિક્ષકોની કાયમી નિમણૂંક થશે કે કેમ કે પછી સ્થળાંતરિત શિક્ષકોના આધારે શિક્ષણનું વાહન ચાલશે તે ચર્ચાનો વિષય બન્યો છે. તાપી જિલ્લા ઉપરાંત માત્ર એક જ વર્ગખંડમાં અંદાજિત 118 શાળાઓ ચલાવવામાં આવી રહી છે. અનેક શાળાઓ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે જર્જરિત બિલ્ડીંગમાં બેસી રહેવાની ફરજ પડી રહી છે. જર્જરિત ઈમારતોને તોડીને નવી ઈમારતો બનાવવા માટે અનેક શાળાઓમાં અરજીઓ આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાપીના વ્યારાના ટીચકપુરા અને વાલોડ તાલુકાની દેગામા અને અંબાચ પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષથી માત્ર એક જ શિક્ષક ભણાવતા હતા. હજુ પણ વહીવટી તંત્ર માત્ર સ્થળાંતરિત શિક્ષકોની નિમણૂંકથી સંતુષ્ટ છે પરંતુ વિદ્યાર્થીઓ અને બેરોજગાર યુવાનોના હિતમાં સરકાર દ્વારા આવી શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવી જરૂરી બની છે. શિક્ષકોની કાયમી અછતના કારણે વાલીઓ પણ પોતાના બાળકોના ભવિષ્ય અંગે ચિંતિત છે.
આમ એક તરફ ગરીબ અને ગામડાઓમાં પણ રહેતા બાળકોને સારા અભ્યાસની વાતો કરવામાં આવે છે. ત્યાં શિક્ષકોની અછતને કારણે બાળકોના ભવિષ્ય સામે પણ સવાલો ઉભા થયા છે. તાજેતરમાં જ દિલ્હીની આપ સરકાર દ્વારા શિક્ષણ બાબતે ગુજરાત સરકારને પણ ચેલેન્જ આપવામાં આવ્યું છે. ત્યારે હકીકત પણ સૌની નજર સામે જ છે.
આ પણ વાંચો :