27.4.2025

IPL ક્રિકેટર રજત પાટીદારની અટકનો ઈતિહાસ જાણો

Image -  Soical media 

પાટીદાર અટક પાટી અને દાર એમ બે શબ્દોથી બનેલી છે.

પાટી શબ્દોનો અર્થ જમીનનો હિસ્સો થાય છે. દાર શબ્દનો અર્થ ધારક અથવા માલિક થાય છે. પાટીદાર શબ્દનો અર્થ જમીનનો હિસ્સો ધરાવનાર વ્યક્તિ થાય છે.

પાટીદાર સમુદાય મુખ્યત્વે ખેતી પર આધારિત છે.

 ગામડાઓમાં જમીન ધરાવતા લોકો પાટીદાર અટકનો ઉપયોગ કરતા હતા.

પાટીદાર સમુદાય મુખ્યત્વે ખેતી પર આધારિત રહ્યો છે અને ગુજરાતમાં તેમનો નોંધપાત્ર સામાજિક અને રાજકીય પ્રભાવ પણ રહ્યો છે.

પાટીદારો કણબી સમુદાયમાંથી ઉદ્ભવે છે, જે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક ખેડૂત જાતિ છે.

પાટીદાર સમુદાયમાંથી લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર એમ આ બંને જૂથો મુખ્યત્વે ગુજરાતમાં સ્થાયી થયા છે.

પટેલ અને પાટીદાર અટક ઘણીવાર સમાનાર્થી તરીકે વપરાય છે. "પટેલ" નો અર્થ થાય છે - ગામના વડા અથવા જમીનદાર થાય છે.