Surat : GST કૌભાંડના સૂત્રધારના 5 દિવસના રિમાન્ડ મંજૂર, 310 કરોડના વ્યવહાર અંગે કરાશે પૂછપરછ

|

Jan 23, 2023 | 12:20 PM

Surat News : ઇકો સેલ દ્વારા સુરત ઉપરાંત મોરબી, રાજકોટ, અમદાવાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન 14 કૌભાંડીઓને ઝડપી લેવાયા હતાં.

Surat : GST કૌભાંડના સૂત્રધારના 5 દિવસના રિમાન્ડ મંજૂર, 310 કરોડના વ્યવહાર અંગે કરાશે પૂછપરછ
GST કૌભાંડના આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

Follow us on

સુરત ECO સેલે 3 નવેમ્બરે પાડેલા રાજ્યવ્યાપી GST કૌભાંડના દરોડાના સૂત્રધાર ઉસ્માન બગલાના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પોલીસે ભાવનગરથી આરોપી ઉસ્માન બગલાને ઝડપ્યો હતો. આરોપીએ અનેક પેઢીના નામે કરોડોના બિલો બનાવ્યા હતા. 50 પેઢીના નામે 310 કરોડનો વ્યવહાર કઈ રીતે કર્યો તે બાબતે વધુ પૂછપરછ કરાશે. 3 નવેમ્બરે પાડેલા રાજ્યવ્યાપી GST કૌભાંડના દરોડામાં આલમ શેખ મુખ્ય સુત્રધાર હતો. કૌભાંડી આમલે 19 બોગસ પેઢીઓ ઉભી કરી 496 કરોડનુ બિલીંગ કર્યાનું માનવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધી કુલ 14 લોકોની ધરપકડ થઈ ચુકી છે. મુખ્ય સુત્રધાર પણ પોલીસની પકડમાં આવવાથી GST કૌભાંડની તમામ કડીઓ જોડાશે અને તપાસમાં કૌભાંડની વધારે વિગતો સામે આવશે.

14 આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા

સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા બોગસ બિલિંગના રેકેટ મામલે સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતાં. ઓળખ અને રહેઠાણના બોગસ પુરાવાઓ ઉભા કરી તેના આધારે પેઢીઓનું જીએસટી રજીસ્ટ્રેશન કરાવી બોગસ બિલીંગનો ખેલ કરાતો હોવાની પાકી બાતમીના આધારે આ કાર્યવાહી કરાઇ હતી. ઇકો સેલ દ્વારા સુરત ઉપરાંત મોરબી, રાજકોટ, અમદાવાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન 14 કૌભાંડીઓને ઝડપી લેવાયા હતાં.

પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવી કરાયેલી તપાસમાં 1206 કરોડનાં બોગસ જીએસટી બિલ પધરાવી 116 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનો પર્દાફાશ કરાયો હતો. સરકારની તિજોરીને લૂણો લગાડનારા આ રેકેટ પાછળ મુખ્ય સૂત્રધાર તરીકે આલમ શેખ (સુરત), સુફિયાન કાપડિયા (સુરત), ઉસ્માન બગલા (ભાવનગર) અને સજ્જાદ રઉજાની (ભાવનગર) હોવાનું જણાયું હતું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

13 પેઢીઓનું ટર્નઓવર અંદાજિત 733 કરોડ હોવાનું જણાયું

પ્રાથમિક તપાસમાં પ્રથમ જે 8 પેઢી સબબ ગુનો નોંધાયો હતો, તેનું ટર્નઓવર 106 કરોડ અને અન્ય 13 પેઢીઓનું ટર્નઓવર અંદાજિત 733 કરોડ હોવાનું જણાયું હતું. જેમાં અંદાજે 42 કરોડ ITC (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) મેળવ્યા હોવાનું જણાયું છે. આ સિવાય સુરત, અમદાવાદ, ભાવનગર વગેરે જિલ્લાઓમાંથી આશરે 142 પેઢીનું ટર્ન ઓવર અંદાજિત 420 કરોડ હોવાનું અને તેમાંથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે 74 કરોડ મેળવ્યા હોવાનો અંદાજ પણ તપાસ દરમિયાન પોલીસે લગાવ્યો હતો. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.

Next Article