Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : સુરતમાં પીપોદરા નજીક થયેલી કરોડોની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે 6 લૂંટારુઓની કરી ધરપકડ

Video : સુરતમાં પીપોદરા નજીક થયેલી કરોડોની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે 6 લૂંટારુઓની કરી ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 5:26 PM

Surat crime news : બે દિવસ પહેલા પીપોદરા ગામ પાસે સુરતથી સિલ્ક કાપડ ભરી વારાણસી જઈ રહેલા ટ્રકને કન્ટેનર વડે આંતરી લૂંટારૂઓએ લૂંટને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.

સુરતના પીપોદરા નજીક ટ્રક ડ્રાઇવરને બંધક બનાવી એક કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ 6 લૂંટારૂઓની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી એક તમંચો, ચાકુ, ટ્રક સહિત કુલ 1 કરોડ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બે દિવસ પહેલા પીપોદરા ગામ પાસે સુરતથી સિલ્ક કાપડ ભરી વારાણસી જઈ રહેલા ટ્રકને કન્ટેનર વડે આંતરી છ લૂંટારૂઓએ લૂંટને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી સંતોષ ગુપ્તા છે. જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ઝડપાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મહત્વનું છે કે, સુરતના નેશનલ હાઇવે પર લૂંટની ઘટના બની હતી. અન્ય વાહનમાં આવેલા પાંચ લૂંટારૂએ ટ્રકને રોકી બંદુકની અણીએ ટ્રક ચાલકને બંધક બનાવ્યો હતો અને ટ્રકમાં રહેલા સિલ્ક કાપડના જથ્થા સહિત કરોડો રુપિયાની લૂંટ આચરી હતી.

આ પણ વાંચો- Video : સુરતમાં ફ્રી ફાયર ગેમના ઝઘડામાં કિશોરની હત્યા થયાનો ઘટસ્ફોટ, ત્રણ માસ પૂર્વે નોંધાઇ હતી ફરિયાદ

લૂંટારુઓએ ટ્રક ચાલકને એકાંત જગ્યાએ મુકીને ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે કોસંબા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. લૂંટારુઓએ ટ્રક રોકતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેને લઇને પોલીસે તપાસ શરુ કરી હતી. ત્યારે પોલીસે હવે ગણતરીના કલાકોમાં જ લૂંટારુની ધરપકડ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">