Surat : બુટલેગરોએ પોલીસ જવાનો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો, ફિલ્મી દ્રશ્યો કેમેરામાં થયા કેદ, જુઓ LIVE VIDEO

અગાઉ પણ પોલીસે(Police ) ફિલ્મી ઢબે જ આવા આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી પણ આ કિસ્સામાં પોલીસને ચકમો આપીને ફરાર થઇ જવામાં બુટલેગરો સફળ થયા છે.

Surat : બુટલેગરોએ પોલીસ જવાનો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો, ફિલ્મી દ્રશ્યો કેમેરામાં થયા કેદ, જુઓ LIVE VIDEO
Bootleggers tried to carjack policemen, footage caught on camera
Follow Us:
| Updated on: Aug 23, 2022 | 10:57 AM

સુરત જીલ્લાના ઉમરપાડા પોલીસને ચોક્કસ ખાનગી રાહે એવી બાતમી મળી હતી કે એક કારમાં વિદેશી દારૂ આવી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્ટાફના માણસો સાથે વોચ ગોઠવી દીધી હતી. ઈમરપાડા પાસે બાતમી વાળી કાર પસાર થતા જ તેને અટકવાનો પ્રયાસ કર્યો હતો. પણ બુટલેગર એ પુરપાટ ઝડપે ફિલ્મી ઢબે કાર હંકારી દીધી હતી. પોલીસે પણ કાર ને કોર્ડન કરીને પકડી લેવા અલગ અલગ વાહનોથી પીછો કર્યો હતો.

જોકે પુરપાટ ઝડપે હંકારી રહેલા કાર ચાલકે પોલીસથી બચવા બાઈક પર પીછો કરી રહેલા બે પોલીસ જવાનો પર કાર ચડાવી દીધી હતી. જોકે  સદનસીબે બન્ને પોલીસ જવાનો બચી ગયા હતા. પણ પોલીસ જવાનોની બાઈકને નુકશાન પહોચ્યું હતું, અને બુટલેગર કાર લઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો, તે બાદ આ બુટલેગરો ઉમરપાડા તાલુકાના શરદા ગામ નજીક કાર મૂકીને ભાગીગયા હતા. હાલ તો ઉમરપાડા પોલીસે કાર જપ્ત કરી લીધી છે. કારમાં પોલીસે તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો છે.

એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો
આ ખોરાક ખાવાથી વધશે સ્પર્મ કાઉન્ટ

જુઓ વિડીયો :

શું ખરેખર બુટલેગરોને પોલીસ કે કાયદાનો ડર નથી ?

ગઈકાલે સાંજના સમયે પોલીસ અને ઉમરપાડા પોલીસ વચ્ચે જે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા તે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. જે હદે બુટલેગરોએ પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો તેને  લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે શું બૂટલેગરો ને ખરેખર કાયદાનો કે પોલીસનો ડર નથી ? આટલી બધી હિંમત બુટલેગરોમાં આવે છે કેમ જેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, હાલ તો ઉમરપાડા પોલીસે વિદેશી દારૂ અને કાર જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી છે. પણ પોલીસને હવે બે લગામ થયેલા આવા બુટલેગરો પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

નોંધનીય છે કે અગાઉ પણ પોલીસે ફિલ્મી ઢબે જ આવા આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી પણ આ કિસ્સામાં પોલીસને ચકમો આપીને ફરાર થઇ જવામાં બુટલેગરો સફળ થયા છે. આ બનાવની વધુ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં
યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં
g clip-path="url(#clip0_868_265)">