Surat : ગ્રીષ્મા સાથે ઘટેલી ઘટનાનું પુનરાવર્તન થતા અટક્યુ, એક તરફી પ્રેમમાં પાગલ વિકૃત પ્રેમીએ કિશોરી પર ચપ્પુ વડે કર્યો હુમલો

સુરતમાં ફરી એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કિશોરી પર ચપ્પુ વડે હુમલો કર્યો. હાલ પાંડેસરા પોલીસે (Surat police) આ મામલે ગુનો નોંધી આરોપીના ભાઇની અટકાયત કરી છે.

Surat :  ગ્રીષ્મા સાથે ઘટેલી ઘટનાનું પુનરાવર્તન થતા અટક્યુ, એક તરફી પ્રેમમાં પાગલ વિકૃત પ્રેમીએ કિશોરી પર ચપ્પુ વડે કર્યો હુમલો
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 9:51 AM

સુરત (Surat) માં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની જાહેરમાં ગળુ કાપી હત્યા કરી નાખવાની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી,ત્યાં ફરી એક વાર આ પ્રકારની ઘટના સામે આવી છે. આ વખતે ટપોરીના નિશાને 14 વર્ષિય વિદ્યાર્થીની (Student) આવી છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ કિશોરી પર ચપ્પુ વડે હુમલો કર્યો. જેના પગલે કિશોરીને ગાલ પર ગંભીર ઇજા પહોંચી છે અને 17 ટાંકા આવ્યા છે. હુમલા બાદ આ યુવક ફરાર થઈ ગયો હતો. માહિતી મુજબ છેલ્લા કેટલાંક સમયથી યુવક વિદ્યાર્થીનીને હેરાન કરતો હતો. તો વિદ્યાર્થીનીએ પોતાના વાલીને (parents) પણ હેરાનગતિની જાણ કરી હતી. ત્યારે સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા વેકરીયા (Grishma vekriya) જેવી ઘટના બનતા રહી ગઇ. હાલ પાંડેસરા પોલીસે (Surat police) આ મામલે ગુનો નોંધી આરોપીના ભાઇની અટકાયત કરી છે.

ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના બની હતી

આ પહેલા આવી જ ઘટના વેરાવળ (Veraval) માં બની હતી, જેમાં યુવતીના ઘરમાં ઘુસી એક તરફી પ્રેમમાં પાગલ યુવકે તેનું ગળું કાપવાનો પ્રયાસ કરાયો હતો. જોકે સદનસીબે યુવતી બચી ગઈ હતી, પરંતુ ગંભીર ઇજાને કારણે તાત્કાલિક હોસ્પિટલ (hospital) માં દાખલ કરવામાં આવી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં પણ અરેરાટી વ્યાપી હતી.

g clip-path="url(#clip0_868_265)">