ગુજરાતના માથે હજુ બે દિવસ અત્યંત ભારે વરસાદની ઘાત, સૌરાષ્ટ્રમાં મેઘરાજા બોલાવશે તાંડવ- Video
રાજ્યમાં હજુ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. હજુ બે દિવસ ગુજરાતના માથે ઘાત છે. સૌરાષ્ટ્રમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. તોફાની પવન સાથે હજુ બે દિવસ સુધી મેઘરાજા રાજ્યને ઘમરોળશે. જે બાદ વરસાદનું જોર ધીમુ પડશે.
રાજ્યમાં હજુ ભીષણ અને પ્રચંડ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ 72 કલાક ગુજરાતના માથે ઘાત રહેલી છે અને વરસાદનું રેડ એલર્ટ છે. સૌથી મોટુ સંકટ સૌરાષ્ટ્રના માથે તોળાઈ રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે અને આગામી 3 દિવસ સુધી હજુ પણ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી છે. એટલે સૌરાષ્ટ્રમાં હજુ મૂશળધારનો ખતરો ટળ્યો નથી.
રાજ્યમાં હાલ કોઇ એવો જિલ્લો બાકી નહીં હોય જ્યાં હાલ મેઘકહેર ના જોવા મળી હોય. એવો કોઇ જિલ્લો બાકી નહીં હોય જ્યાંથી મેઘતાંડવના દ્રશ્યો સામેના આવ્યા હોય.જો કે હજુ પણ આગામી કલાકો ગુજરાત માટે ખુબ જ ભારે રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તે હાલ પાટણથી થોડે દૂર છે. આગામી કલાકોમાં ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધશે અને 29 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પસાર થશે. જેના કારણે આગામી કલાકો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ખુબ જ ભારે છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રેડ એલર્ટ આપ્યું છે. એટલે હજુ પણ સૌરાષ્ટ્રમાં 10થી 15 ઇંચ વરસાદ પડી શકે છે.
જો કે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી કલાકોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર સિવાય રાજ્યના 15 જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી,તાપી, દમણ અને દાદરાનગરહવેલીનો સમાવેશ થાય છે.
આ તરફ આગાહીકાર અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જળતાંડવ આગામી દિવસોમાં પણ યથાવત્ રહેશે તેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ મુશળધાર વરસાદ પડશે. જુનાગઢ, પોરબંદર અને સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. રાજકોટમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગીરસોમનાથમાં 8 ઇંચ જામનગરમાં 7 ઇંચ..વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી કલાકોમાં સૌરાષ્ટ્રમાં ખુબ જ ભારે રહેશે. એટલે આફત હજુ ટળી નથી. મેઘરાજા આગામી કલાકોમાં પણ આકાશમાંથી મુશ્કેલી વરસાવશે. છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને હજુ પણ આગામી 48થી 72 કલાક ખુબ જ ભારે રહેશે.