Porbandar : લમ્પી વાયરસને અટકાવવા માટે પશુ આરોગ્ય વિભાગ એકશનમાં, સારવારથી ઘણા પશુઆનું સ્વાસ્થ્ય સુધર્યુ

|

Jun 22, 2022 | 6:20 PM

પોરબંદર (Porbandar) જિલ્લામાં થોડા દિવસોથી લમ્પી વાયરસ (Lumpy virus) ફેલાઇ રહ્યો છે. જેને ધ્યાને રાખીને પશુ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. ઉદ્યોગનગરમાં એક આઇસોલેશન વોર્ડ શરૂ કરી લમ્પીગ્રસ્ત પશુઓની સારવાર શરૂ કરી છે

Porbandar : લમ્પી વાયરસને અટકાવવા માટે પશુ આરોગ્ય વિભાગ એકશનમાં, સારવારથી ઘણા પશુઆનું સ્વાસ્થ્ય સુધર્યુ
લમ્પી વાયરસથી પીડિત પશુઓને આપવામાં આવી રહી છે સારવાર

Follow us on

પોરબંદરમાં (Porbandar) પશુઓમાં લમ્પી વાયરસનો (Lumpy virus) રોગચાળો ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ત્યારે પોરબંદરમાં લમ્પી વાયરસને અટકાવવા માટે પશુ આરોગ્ય વિભાગ (Department of Animal Health) એકશનમાં આવ્યું છે. પશુ આરોગ્ય વિભાગે આઇસોલેશન વોર્ડ શરૂ કરી તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કર્યુ છે. તો આજે પણ કેટલાક પશુ સારવારમાં છે, તો કેટલાક પશુઓના મોત થયા છે. આરોગ્ય વિભાગે જિલ્લામાં રખડતા અને માલિકીના પશુઓની વૅક્સીનેસનની કામગીરી શરૂ કરી છે.

2100થી વધુ રખડતા પશુઓને વેકસીન અપાઇ

પોરબંદર જિલ્લામાં થોડા દિવસોથી લમ્પી વાયરસ ફેલાઇ રહ્યો છે. જેને ધ્યાને રાખીને પશુ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. ઉદ્યોગનગરમાં એક આઇસોલેશન વોર્ડ શરૂ કરી લમ્પીગ્રસ્ત પશુઓની સારવાર શરૂ કરી છે. કેટલાક ગંભીર બીમાર પશુઓના મોત પણ થયા છે, ત્યારે આરોગ્ય વિભાગે આરોગ્ય વિભાગે જિલ્લામાં રખડતા અને માલિકીના પશુઓની વૅક્સીનેસનની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 2100થી વધુ રખડતા પશુઓને વેકસીન આપવામાં આવી છે

લમ્પી વાયરસથી 12 પશુઓના મોત

પોરબંદરના પશુ ચિકિત્સક એ. જી મનસુરીએ જણાવ્યુ હતુ કે, પોરબંદર ઉદ્યોગનગરમાં એક આઇસોલ્સન વોર્ડ શરૂ કરી તેમાં બિનવારસી પશુઓને સારવારમાં લાવવામાં આવેલા છે. અત્યાર સુધીમાં કુલ 58 પશુઓની સારવાર આપી છે. જેમાંથી 4 પશુઓની તબિયત સુધરી જતા તેમને ડિસ્ચાર્જ કરેલા છે. તો વધુ ગંભીર હતા તેવા 12 પશુઓના મોત થયા છે. આ કામગીરીમાં અમને પાલિકા અને સેવાભાવી સંસ્થાઓએ જગ્યા ફાળવી આપી છે. તેમજ ભોજન અને દવાની વ્યવસ્થા કરી આપી છે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

સારવાર થતા ઘણા પશુઓની તબિયત સુધારા પર

આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ પશુઓને કેટલીક સેવાભાવી સંસ્થા અને માનવતા વાદી લોકોએ પાણી ખોરાકની પૂરતી વ્યવસ્થાના કારણે આજે ઘણા પશુઓની તબિયત સુધારા પર છે. આજે દાતા અને પશુ ચિકિત્સકોના પ્રયાસથી મૃત્યુ આંક ઘટી રહ્યો છે. પરંતુ રખડતા ઢોરને જો નિયમિત ખોરાક અને દવા મળતી રહે તો લંપી રોગમાં રાહત મળી રહે તેવું પશુ ચિકિત્સકો માની રહ્યા છે.

Next Article