Porbandar: જિલ્લામાં દેશી દારૂની રેલમછેલ, પોલીસે 24 કલાકમાં નોંધ્યા 10થી વધુ કેસ
પોરબંદર (Porbandar)જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે અને પોલીસે 24 કલાકમાં જ દારૂ વેચાણ અંગેના 14 કેસ નોંધ્યા છે. તો નાગરિકોએ આ બદી ડામવા માટે પોલીસ વધુ કડક પગલાં લે તેવી માંગણી કરી હતી.
પોરબંર (Porbandar) જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે અને બેરોકટોક દારૂની ભઠ્ઠીઓ (Prohibition) ધમધમી રહી છે ત્યારે છેલ્લા 24 ક લાકમાં પોલીસે સઘન પેટ્રોલિંગ કરીને 14 જેટલા ગુના નોઁધ્યા છે. પોરબંદર જિલ્લામાંથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જિલ્લામાં જુદી જુદી 13 જગ્યાઓએથી 100 લિટર ઉપરાંતનો દેશી દારૂ ઝડપી લીધો હતો . સાથે જ આ પેટ્રોલિંગ દરમિયાન 2 જગ્યાએથી દેશી દારૂની ભઠ્ઠી તેમજ 1 શખ્સને ઝડપ્યો હતો. જે નશાની હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ પેટ્રોલિંગ દરમિયાન દારૂ બનાવવાનો 2200 લિટરથી વધુનો મૂળ આથો હોય તે મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ચાલુ મહિનામાં અગાઉ પણ ઝડપાયો હતો દારૂનો જથ્થો
પોરબંદરમાં વારવાર દારૂની ભઠ્ઠીઓ અંગેની રાવ ઉઠે છે ત્યારે પોલીસે સતર્કતના પગલાં લેતા વિવિધ સ્થળોએ રેડ કરી હતી અગાઉ 9 જૂનના રોજ પણ પોલીસે રેડ કરી હતી જેમાં પોરબંદરના રાણાબોરડી નજીક કારમાં વ્હીસ્કીની 24 બોટલ સાથે 3 ઝડપાયા હતા.સખપુર ગામ તરફથી વેગનઆર કારમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં રાણાબોરડી ગામના પાટીયા પાસેથી નિકળેલી કારમાંથી પોરબંદરના કડીયાપ્લોટમાં રહેતા 3 શખ્સો ધવલ જયસુખ મારૂ, કરણ સવદાસ બાપોદરા અને સમીર જોષીને પોલીસે જપ્ત કર્યા હતા અને તેમની કારની તપાસ કરતા કારમાંથી 12,480 રૂપિયાની વ્હીસ્કીની 24 બોટલ જપ્ત કરી હતી. આ અંગે પોલીસે વધુ પૂછપરછ કરતા આ દારૂ તેમણે સુખપુરના અરજણ કારા મોરી પાસેથી લીધો હોવાની કબૂલાત કરતા તેની સામે પણ ગુન્હો નોંધીને અરજણની તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોરબંદરમાં વારંવાર પ્રોહિબિશનના કેસની ઘટના સામે આવતી હોય છે જોકે તેમ છતાં દારૂનું બુટેલેગિંગ તેમજ દારૂ ગાળવાની ભઠ્ઠીઓ બંધ થતી નથી. અને નશાખોરો વધતા જાય છે ત્યારે પોરબંદર શહેરના નાગરિકોદ્વારા પણ એવી પ્રબળ માંગ કરવામાં આવી છે કે પોલીસ આ લોકો સામે કડક પગલાં લે.