PM મોદીએ કેવડિયામાં એકતા દિવસની કરી ઉજવણી, સંબોધનમાં કહ્યુ -બંધારણની માળા જપનારાઓએ જ બંધારણનું ઘોર અપમાન કર્યું
ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજ્યંતિ.. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી'ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી..આ વર્ષે 31 ઓક્ટોબરે દેશભરમાં અનોખો સંયોગ સર્જાયો છે.
ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજ્યંતિ છે.ત્યારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી. આ વર્ષે 31 ઓક્ટોબરે દેશભરમાં અનોખો સંયોગ સર્જાયો છે.
એકતા દિવસની સાથોસાથ દિવાળી પણ ઉજવાઈ રહી છે. વડાપ્રધાન મોદી આ પ્રસંગે કેવડિયામાં છે ત્યારે તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. PM મોદી સરદાર પટેલની પ્રતિમાનું ચરણ પૂજન કર્યુ, ત્યાર બાદ એકતા પરેડમાં પણ વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે એકતા પરેડમાં સંબોધન કરતા સરદાર વલ્લભભાઇ પટેલ અને તેમણે કરેલા કાર્યોને યાદ કર્યા હતા.
This time the National Unity Day has brought a wonderful coincidence. On one hand, today we are celebrating the festival of unity and on the other hand, it is also the festival of Deepawali#PMModiInGujarat #PMModi #SardarPatelJayanti #SardarPatel #TV9Gujarati #TV9News pic.twitter.com/6AHK58jKT5
— Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2024
PM મોદીની ઉપસ્થિતિમાં એકતા પરેડ યોજાઈ. 16 રાજ્યોના 530 કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કર્યું.
અનેક રજવાડાઓને સરદાર પટેલે એક કરીને બતાવ્યા-PM મોદી
રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સંબોધન કર્યુ. તેમણે સરદાર પટેલને યાદ કરતા કહ્યુ કે સરદાર પટેલે અસંભવ કામને પણ સંભવ કરેલુ છે. અનેક રજવાડાઓને સરદાર પટેલે એક કરીને બતાવ્યા છે. સરદાર સાહેબ ધ્યેયમાં રાષ્ટ્રવાદી હતા.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ પણ એકતાને દર્શાવે છે. આ સાથે જ તેમણે સંબોધનમાં જણાવ્યુ કે રેલ, હાઈવે, ઈન્ટરનેટથી ગામડાઓને શહેરથી જોડવાનું કામ કર્યું છે. PM આવાસ યોજનાના મકાન ભેદભાવ વગર મળી રહ્યાં છે. કોઈ પણ જાતના ભેદ ભાવ વગર તમામને આયુષ્યમાન યોજનાનો લાભ મળી રહ્યા છે.
ભારત ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યું છે – PM મોદી
ગુજરાતના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પર વન નેશન, વન ઈલેક્શન પર કામ કરાઇ રહ્યુ હોવાની વાત કરી.સાથે કહ્યુ- ભારત ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યું છે. આસામ અને મેઘાલય વચ્ચેનો વિવાદ ઘણી હદે સમાપ્ત થઈ ગયો છે. આસામમાં 50 વર્ષથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો. આસામમાં હજારો વિસ્થાપિત લોકો તેમના ઘરે પાછા ફર્યા છે.