Navsari: દરિયાકાંઠાના ગામોનું ધોવાણ અટકાવવા પ્રોટેકશન વોલનું સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
સ્થાનિક ધારાસભ્યએ રજૂઆત કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા 11 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ કિલોમીટર લાંબી પ્રોટેકશન વૉલ બનાવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેનું ખાતમુહૂર્ત આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
Navsari: દેશ અને દુનિયા માટે ગ્લોબલ વોર્મિંગ એ યક્ષ પ્રશ્ન બની ગયો છે. જેમાં દરિયાઈ ભરતીના કારણે કિનારો ધોવાઈ રહ્યો છે. ગામોનું ધોવાણ અટકાવવા માટે રાજ્ય સરકાર (State Government)દ્વારા 11 કરોડના ખર્ચે માછીવાડ ગામમાં પ્રોટેકશન વોલ (Protection Wall) બનાવવાનું નિર્ધારિત કરતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા બોરસી માછીવાડ ગામમાં જ્યાં પ્રોટેકશન વોલ (Protection Wall)તો બનાવવામાં આવી છે. પરંતુ દરિયો ધીરે ધીરે આગળ વધતાં હવે ગામોના અસ્તિત્વ સામે સવાલો ઉઠી રહ્યા હતા. કારણ કે દરિયાનું પાણી ધીરે ધીરે ગામમાં આવી રહ્યું હતું. અને ગામોનું ધોવાણ પણ વધી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિનો સામનો ગામજનો અનેક વર્ષોથી કરી રહ્યા હતા. ત્યારે સ્થાનિક ધારાસભ્યએ રજૂઆત કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા 11 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ કિલોમીટર લાંબી પ્રોટેકશન વૉલ બનાવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેનું ખાતમુહૂર્ત (Khatmuhurat)આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C.R.PATIL) અને રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
બોરસી માછીવાડ ગામમાં દરિયાનું પાણી ગામમાં અટકાવવા માટે બે પ્રોટેકશન વોલ બનાવવાનું ખાત મુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. ત્રણ કિલોમીટર લાંબી બનનારી આ પ્રોટેકશન વોલથી ગામમાં દરિયાનું પાણી આવતું અટકશે. ભૂતકાળમાં ચોમાસા દરમ્યાન આવતી મોટી ભરતીના કારણે આ ગામમાં મોટાભાગના ઘરોમાં પાણી ભરાઇ જતું હતું. જેને લઇને ગામ અનેક દિવસથી સંપર્ક વિહોણું બની જતું હતું. આ સમસ્યાને કેન્દ્રસ્થાને રાખીને સ્થાનિક ધારાસભ્ય ચૂંટાયેલી પાંખ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ત્રણ વર્ષના લાંબા વિરામ બાદ રાજ્ય સરકાર દ્વારા વોલ બનાવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.
દરિયાકિનારાના ધોવાણના કારણે કાંઠાવિસ્તારના ગામોનું અસ્તિત્વ જોખમમાં મુકાયુ છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે કરોડો રુપિયા ખર્ચીને સંરક્ષણ દિવાલો તો બનાવી છે. પરંતુ દરિયાના પ્રચંડ મોજાની સામે ઝીંક ઝીલી શકે તેમ નથી. ત્યારે માછીવાડ ગામમાં બનનારી પ્રોટેકશન વૉલ ગામને પાણી કેટલું સુરક્ષિત કરે છે એ હવે બન્યા પછી જ ખબર પડશે.
આ પણ વાંચો : Vadodara : જૈવિક ખાતરોના ઉપયોગથી આ પ્રગતિશીલ ખેડૂતે શેરડીના ઉત્પાદનમાં 25 ટકા વધારો લીધો