Navsari : વિશ્વાસના ભાવથી નવસારીના NRI પરિવારોને બે પેઢીઓથી સાચવતી દશેરા ટેકરીની વિધવા અને ત્યક્તા મહિલાઓ
આધુનિક જમાનાના શંકાશીલ સ્વભાવના કારણે વિશ્વાસની ભેદ રેખા ભૂસાઈ રહી છે. બદલાતા જમાનાની સાથે આર્થિક રીતે પગભર થવા માટે અને ભૌતિક સુખ સગવડો ભોગવવા માટે રાત દિવસ મથામણ કરી રહ્યો છે પરંતુ કેટલીક વાર બધી જ સુખ સંપદા હોવા છતાં સાચવનાર કોઈ નથી જેવો ઘાટ સર્જાય છે. નવસારી શહેરના NRI અને કેટલાક પરિવારો એવા છે કે જેમને પોતાના લોહીના સંબંધો ધરાવનાર વ્યક્તિ કોઈ નથી તેવા સમયે નવસારી શહેરનો દશેરા ટેકરી એક એવો વિસ્તાર છે જે શહેરને મદદરૂપ થઈને સુરક્ષા પૂરી પાડી રહ્યો છે.
નવસારી શહેરની વસ્તીમાંથી 10,000 થી વધુ NRI છે જેઓ દુનિયાના વિવિધ ખૂણાઓમાં વસવાટ કરે છે. સાથે પોતાના માદરે વતનમાં રહેલી સ્થાવર તેમજ જંગમ મિલકત સાચવનાર કોઈ નથી એવા પરિવારનો સહારો થઈને નવસારી શહેરની દશેરા ટેકરી વિસ્તારની વિધવા અને ત્યકતા મહિલાઓ વર્ષોથી સહારો બની રહી છે. અને 2 પેઢીઓથી પરિવારોને સાચવવાનું કામ કરી રહી છે.
દશેરા ટેકરી વિસ્તાર ના 800 જેટલા ઘરો છે જેમાંથી 700 મહિલાઓ નવસારી શહેરના વિવિધ ઘરોમાં ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને સાથે પરિવારોને પણ સાચવી રહી છે. ઘરકામ કરનાર મહિલાઓમાં 400 જેટલી મહિલાઓ તો વિધવાઓ અને ત્યક્તાઓ છે. સામાજિક દૂષણના કારણે વિધવાઓ બનેલી મહિલાઓ ઘરકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર બની છે.
સાથે વર્ષોથી વિદેશોમાં વસવાટ કરતા તેમજ નવસારી શહેરમાં વસતા ધનાઢ્ય વર્ગના ઘરો સાથે ઘરોબો ધરાવે છે અને વિશ્વાસના એક તંતુ સાથે બંધાઈને પરિવારોને સાચવી રહ્યા છે.
નવસારીના પારસી સમાજના 200 થી વધુ ઘરો વૃદ્ધોને સાચવે છે
નવસારી શહેરને વસાવનાર પારસીઓની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે જેમાં પણ વૃદ્ધોની સંખ્યા સૌથી વધુ છે જુનવાણા પારસી ઘરોમાં રહેતા પારસી વડીલોને સાચવવા માટે પણ દશેરા ટેકરી વિસ્તારના લોકો બે પેઢીઓથી ઘરોની સાચવણી તથા ઘરકામ કરીને મદદરૂપ થઈ રહ્યા છે સાથે રોજગારી મેળવી રહ્યા છે.
નવસારીના NRI ના 250 જેટલા ઘરો સાચવે છે.
નવસારી શહેરમાં વસતા મોટા ભાગના NRI તેમના ઘરો ખાલી રહેતા હોય છે અને પોતે વિદેશમાં વસવાટ કરતા હોય છે બે અથવા ત્રણ વર્ષે તેઓ નવસારી પોતાના માદરે વતન આવતા હોય છે તેમની ગેરહાજરીમાં સ્થાનિક વિશ્વાસુ પરિવારના સભ્યો ઘરની સાચવણી કરે છે. ત્યારે વર્ષોથી NRI ઓ ની ગેરહાજરીમાં તેમનું ઘર આ મહિલાઓ સાચવવાની કામગીરીમાં જોતરાઈ છે.
સામાજિક દુષણોના કારણે મહિલાઓ બની વિધવા
દશેરા ટેકરીની મહિલાઓ સૌથી વધુ વિધવા મહિલાઓના વિસ્તાર તરીકે પણ જાણીતો છે સામાજિક દૂષણના કારણે પતિ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘર પરિવાર ચલાવવાની જવાબદારી ઉઠાવતી મહિલાઓ ઘરકામ કરીને સ્વાભિમાન પૂર્વક ઘર ચલાવે છે.
400 મહિલાઓ સરકારની વૃદ્ધા પેન્શન અને વિધવા પેન્શન મેળવે છે
અહીની મહિલાઓ વર્ષોથી ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી પરંતુ ઉંમર થતાં કામ ન કરી સકતી તેવી મહિલાઓ ને હવે રાજ્ય સરકારનો સહારો મળ્યો છે. જેમને 1000 વૃદ્ધ પેન્શન મળે છે અથવા તો વિધવા સહાય 1250 જેવી યોજનાઓના કારણે ઘરકામમાંથી મુક્તિ પણ મળી છે.
શહેરની કેટલીક મહિલાઓ બે પેઢીઓથી એકજ પરિવારમાં કામ કરે છે
દશેરા ટેકરી એટલે મોટાભાગના લોકો ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવવાનું કામગીરીમાં જોતરાયા હોય જેમાં સૌથી વધુ મહિલાઓ એવી છે કે જેઓ બે પેઢીઓથી ઘરકામ કરી સમગ્ર પરિવાર સાથે રહીને પરિવારોને મદદરૂપ થઈ રહી છે અને પોતાનું પણ ગુજરાન ચલાવી રહી છે
આ આપણ વાંચો : Navsari શહેરમાં બનાસકાંઠા મહાસંમેલન યોજાયું, પ્રદેશ ભાજપ પ્રમુખ C R પાટીલ રહ્યા હજાર, જુઓ Video
વર્ષોથી ઘરકામ કરતી મહિલાઓના પગાર વધ્યો નથી સંગઠન બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી
ઘરકામ કરવા માટે જતા મોટા શહેરના લોકો માટે વિવિધ સંસ્થાઓ કામો કરતી હોય છે. પરંતુ નવસારી શહેરમાં એવી કોઈ સંસ્થા એનજીઓ બન્યું નથી તેવા સમયે કેટલીક વાર ઘરકામમાં શોષણનો ભોગ પણ બનવું પડે છે 50 વર્ષ પહેલા ઘરકામ કરવા માટે 20 રૂપિયા મળતા હતા જેમાં તમામ કામગીરીઓની વણી લેવામાં આવતી હતી હવે વાસણ,કપડા , કચરા-પોતું, રાધવાના 600 રૂપિયા લેખે મળી રહ્યા છે સામાજિક સુરક્ષા માટે સંગઠનની પણ જરૂરિયાત ઘરકામ કરતા લોકોને ઊભી થઈ છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)