Jamnagar: જામનગરના તબીબ સાથે 15 લાખની છેતરપિંડી, પુત્રને MDના અભ્યાસ માટે NRI ક્વોટામાં એડમિશ અપાવવાના બહાને ખંખેર્યા

Jamnagar: જામનગરના તબીબ સાથે 15 લાખની છેતરપિંડી થઈ છે. પુત્રના MDના અભ્યાસ માટે NRI ક્વોટામાં એડમિશ અપાવવાના બહાને શખ્સે 15 લાખ ખંખેરી છેતરપિંડી આચરી છે. આ અંગે તેમણે જાણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વહેલુ એડમિશન કરાવી આપવાની લાલચ આપી પૈસા પડાવી લીધા હોવાનું સામે આવ્યુ છે.

Jamnagar: જામનગરના તબીબ સાથે 15 લાખની છેતરપિંડી, પુત્રને MDના અભ્યાસ માટે NRI ક્વોટામાં એડમિશ અપાવવાના બહાને ખંખેર્યા
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Sep 07, 2023 | 12:00 AM

Jamnagar: જામનગરના જાણીતા તબીબે તેના પુત્રને મેડીકલ કોલેજમાં એડમીશન માટે લાખો રૂપિયા ગુમાવ્યા. M.D.ના અભ્યાસ માટે એન.આર.આઈ. ક્વોટામાં એડમીશન આપવાના બહાને એક શખ્સે 15 લાખ રૂપિયાની છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાઈ છે. M.D. ના અભ્યાસ માટે ઈન્દોરની ખાનગી કોલેજમાં એન.આર.આઈ ક્વોટામાં એડમીશન આપવાનુ કહીને લાખો રૂપિયા મેળવી લીધા. એડમીશન અન્ય કોલેજમાં મેરીટ પર મળતા પૈસા પરત માંગતા ના આપતા પોલીસને જાણ કરી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

NRI ક્વોટામાં એડમિશન અપાવવાના નામે ખંખેર્યા 15 લાાખ

જામનગર શહેરમાં ખાનગી હોસ્પીટલ ધરાવતા જાણીતા તબીબ ડો હિમાંશુ પાઢ સાથે 15 લાખની છેતરપીંડી થઈ હોવાની પોલીસને ફરીયાદ આપી છે. તેમના 25 વર્ષીય પુત્ર નિસર્ગને એમ.બી.બી.એસ નો અભ્યાસ પૂર્ણ કરતા એમ.ડી ના અભ્યાસ માટે અલગ-અલગ યુનિવર્સીટી અને કોલેજની તપાસ કરતા હોય તે દરમિયાન ધવલ સંઘવીને મળ્યા. જેણે ઈન્દોરની કોલેજમાં એન.આર.આઈ ક્વોટામાં એડમીશન અપાશે. અનેક વિધાર્થીઓને એડમીશન આપ્યા છે. તેવુ જણાવ્યુ.

કોલેજમાં NRI ક્વોટાની કોઈ સીટ ન હોવાનુ તપાસમાં સામે આવ્યુ

ઈન્દોરમાં સીટ ખાલી છે. જો વહેલુ કરે તો એડમીશન થઈ જાય તેવુ જણાવી પહેલા 10 લાખ અને બાદ અન્ય 5 લાખની રકમ મેળવી. પરંતુ તે દરમિયાન તેના બાળકને અન્ય જગ્યાએ મેરીટ પર એડમિશન મળ્યુ. તેથી ધવલ પાસેથી રકમ પરત માંગી. ડૉ હિમાંશુ પાઢે આ રકમ માંગતા વિવિધ બહાના કર્યા. રકમ કોલેજમાં ભરી છે જે પરત મળતા આપી દેશે. ત્યારે કોલેજમાં સંપર્ક કરતા જાણવા મળ્યુ કે એન.આર.આઈ ક્વોટા સીટ નથી. અને ધવલ સંઘવીને કોઈ ઓળખતુ નથી. તેથી પોતાની સાથે છેતરપીંડી થયાની જાણ થતા પોલીસને જાણ કરી. અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આ પણ વાંચો: જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી રદ કરવાની માગ સાથે TET-TAT પાસ ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ, કોંગ્રેસ કાયમી ભરતી માટે આપશે સાથ: મનિષ દોશી

ગત વર્ષે એડમિશન માટે 15 લાખ ગુમાવ્યા

શહેરના સીટી સી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીને શોધવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આશરે 15 માસ પહેલા આપેલા નાણા અંગે મોડે-મોડે ફરીયાદ નોંધવામાં આવી છે. ગત વર્ષે એડમીશન માટે તબીબે 15 લાખ રૂપિયા ગુમાવ્યા અને જે પરત ના મળતા પોલીસની મદદ લીધી. પોલીસે આરોપીને શોધવા પ્રયાસો શરૂ કર્યા છે. આ અગાઉ પણ આ જ પ્રકારે એડમિશનના નામે લાખો રૂપિયા કેટલાક વિધાર્થીઓ પાસે પડાવ્યા હોવાની ફરીયાદ નોંધાઈ હતી. તે કેસમાં આ જ આરોપી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">