AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari શહેરમાં બનાસકાંઠા મહાસંમેલન યોજાયું, પ્રદેશ ભાજપ પ્રમુખ C R પાટીલ રહ્યા હજાર, જુઓ Video

Navsari શહેરમાં બનાસકાંઠા મહાસંમેલન યોજાયું, પ્રદેશ ભાજપ પ્રમુખ C R પાટીલ રહ્યા હજાર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 9:35 PM
Share

નવસારીમાં સંસ્કાર ભરતી શાળામાં આજે બનાસકાંઠા મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આ દરમ્યાન CR પાટીલે 3 હજાર લોકોને સંબોધન કર્યું હતું. આ દરમ્યાન કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવા રબારી સહિત બનાસકાંઠા જિલ્લાના અને ઉત્તર ગુજરાતના લોકો પણ આ દરમ્યાન ઉપસ્થિત રહ્યાં હતા. અબકી બાર 400 પારના નારા સાથે પાટીલે ભાજપને બહુમતી થી જીતાડવા હાકલ કરી હતી.

નવસારી શહેરમાં આજે બનાસકાંઠા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન CR પાટીલે 3 હજાર લોકોને સંબોધ્યા. નબળી લોકસભા ગણાતી પાટણ લોકસભા જીતવા માટે આહ્વાન કર્યું હતું.

આ પણ વાંચો : Navsari : ગુજરાતને “વાંચે ગુજરાત” પ્રોજેક્ટની ભેટ આપી વાંચનભૂખ જગાડનાર નવસારીની સયાજી વૈભવ લાયબ્રેરીને 7 મી વખત ગુજરાતની શ્રેષ્ઠ લાયબ્રેરીનો એવોર્ડ એનાયત

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવા રબારી સહિત બનાસકાંઠા જિલ્લાના અને ઉત્તર ગુજરાતના લોકો પણ આ દરમ્યાન ઉપસ્થિત રહ્યાં હતા. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આગામી લોકસભા માટે અબકી બાર 400 પારના નારા લગાવડાવ્યા. 50 થી વધુ આહીર સમાજના અગ્રણીઓ ભાજપમાં જોડાયા. પોતાના વક્તવ્યમાં કોંગ્રેસની અનિર્ણાયકતા સામે સવાલો ઉભા કર્યા. વડાપ્રધાને ઇઝરાયેલને દુનિયામાં સૌથી પહેલા સમર્થન કરવાની નીતિના વખાણ કર્યા.

(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 11, 2023 09:33 PM
g clip-path="url(#clip0_868_265)">