જામનગર : રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ

પ્રાકૃતિક કૃષિના અમલીકરણ દ્વારા ઉત્પાદિત જુદી જુદી ખેત પેદાશો અંગેનું પ્રદર્શન તથા વેચાણ માટે પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન સ્ટોલનો શુભારંભ રાજ્યપાલના (Governor Acharya Devvrat ) હસ્તે કરવામાં આવ્યો હતો. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા જુદા જુદા ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

જામનગર : રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ
Jamnagar: Inauguration of Prakritik Krishi Prachar Prasar Abhiyan by the Governor
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 30, 2022 | 6:20 PM

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Governor Acharya Devvrat )જામનગર (JAMNAGAR) ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો (Prakritik Krishi Prachar Prasar Abhiyan)શુભારંભ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનીને દેશના ખેડૂતોને પ્રેરિત કરશે. તેમણે જણાવ્યું હતું કે, અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્તિ અપાવી એજ રીતે જનશક્તિના સામર્થ્યથી રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી દેશને મુક્તિ અપાવવા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે.

જામનગર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જિલ્લા પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ કરાવતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી ત્રસ્ત છે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં 24 % જેટલો ફાળો રાસાયણિક કૃષિનો છે, રાસાયણિક ખાતર અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થઇ રહ્યા છે. જમીનની ફળદ્રુપતા ઘટતા જમીન બંજર બની રહી છે. રાસાયણિક કૃષિથી ઉત્પન્ન થતાં દુષિત ખાધાન્નના કારણે લોકો કેન્સર, ડાયાબિટિસ, હૃદયરોગ જેવા અસાધ્ય રોગોના ભોગ બની રહ્યા છે, રાસાયણિક કૃષિમાં દિન-પ્રતિદિન કૃષિ ખર્ચ વધતો જાય છે અને ઉત્પાદન ઘટતું રહ્યું છે, સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. રાસાયણિક કૃષિના આ દુષ્પરિણામોમાંથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ એક મજબૂત વિકલ્પ હોવાનું રાજ્યપાલએ જણાવ્યું હતું.

પ્રાકૃતિક કૃષિથી અનેક લાભ મળે છે તેની વિગતો આપતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. એક દેશી ગાયની મદદથી 30 એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે તેના કારણે કૃષિ ખર્ચ નહિવત થાય છે અને ઉત્પાદનમાં ઘટાડો થતો નથી. પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત કૃષિ પેદાશોના ભાવ પણ પ્રમાણમાં વધુ મળે છે અને સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી એમ સ્પષ્ટ જણાવતા રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિના બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, વાપ્સા, મલ્ચીંગ અને મિશ્ર પાકના સિદ્ધાંતને અનુસરીને પૂર્ણ વિધિથી પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો ઉત્પાદન ઘટતું નથી પરંતુ જમીનના ઓર્ગેનિક કાર્બનમાં એક જ વર્ષમાં નોંધપાત્ર વધારો થાય છે, જમીન ફળદ્રુપ બને છે અને ઉત્પાદનમાં વધારો થાય છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂત મનોજ સોલંકી અને આશાપુરા ફાર્મના હરીશભાઈ ઠક્કરનું ઉદાહરણ આપતા રાજ્યપાલએ કહ્યું હતું કે, 400 એકર ફાર્મમાં પ્રાકૃતિક કૃષિ અપનાવીને હરીશભાઈએ એક જ વર્ષમાં ઉત્પાદનમાં 15 ટકાનો લાભ મેળવ્યો હતો. એટલું જ નહીં ખાતર અને જંતુનાશક દવાઓનો રૂપિયા એક કરોડ સુધીનો ખર્ચ તેઓ બચાવી શક્યા છે. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતર પાછળ કેન્દ્ર સરકાર 1 લાખ 60 હજાર કરોડ રૂપિયાની સબસીડીનો આર્થિક બોજો વહન કરે છે.

રાજ્યપાલએ જૈવિક કૃષિ એટલે કે ઓર્ગેનિક કૃષિથી પ્રાકૃતિક કૃષિને તદ્દન અલગ ગણાવી ઉમેર્યું હતું કે, જૈવિક કૃષિમાં વિદેશી અળસિયાનો ઉપયોગ થાય છે, તેમાં મલ્ચીંગની વ્યવસ્થા નહીં હોવાથી નિંદામણની સમસ્યા રહે છે, ખેડૂતોના કૃષિ ખર્ચમાં ઘટાડો થતો નથી. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ-ગૌમૂત્ર, બેસન, ગોળ અને માટીની મદદથી બનતા જીવામૃત અને ઘનજીવામૃતથી જમીનમાં અળસિયા અને મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે, જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વૃદ્ધિ થાય છે અને જમીન ફળદ્રુપ બને છે.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદાન એટલે કે મલ્ચીંગના મહત્વને સમજાવતા જણાવ્યું હતું કે, મલ્ચીંગથી જમીનને ઊંચા તાપમાન સામે રક્ષણ મળે છે અને જમીનનો ઓર્ગેનિક કાર્બન હવામાં ઊડી જતો નથી. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાય છે જેનાથી પ્રાકૃતિક ખેતીમાં પાણીની 50 ટકા જેટલી બચત કરી શકાય છે. મલ્ચીંગથી નિંદામણની સમસ્યાથી મુક્તિ મળે છે અને અળસિયા જેવા મિત્ર જીવોને વધુ કાર્ય કરવાનું વાતાવરણ મળી રહે છે.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવાના ઈશ્વરીય કાર્ય તરીકે ગણાવીને વધુને વધુ ખેડૂતો આ કૃષિ પદ્ધતિ સાથે જોડાય અને આત્મનિર્ભર ખેડૂત, આત્મનિર્ભર કૃષિ થી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સૌ યોગદાન આપે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

પ્રાકૃતિક કૃષિ શિબીરના શુભારંભ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યૂં હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જામનગરના દરેક ગામમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવાનો જિલ્લા વહીવટી તંત્રનો પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે.

આ પ્રસંગે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ધરતી પુત્રોને પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી આપી ખેડૂતોને આ દિશામાં પ્રયાણ કરી સમૃદ્ધ ભારત બનાવવા આહવાન આપ્યું હતું. આ ઉપરાંત, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને સમજાવી હતી અને પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના પ્રદર્શનમાં સહભાગી થવા બદલ આભાર માન્યો હતો. જામનગરના આત્મા પ્રોજેક્ટની પ્રશંસા કરી, જામનગર જિલ્લા પંચાયત દ્વારા પ્રાકૃતિક કૃષિ સાથે વધુમાં વધુ ખેડૂતોને જોડવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. જ્યારે રાજ્ય સરકાર ખેડૂતો માટે વાવેતરથી લઈને ટેકાના ભાવ આપવા સુધીની તમામ મદદ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, જગતના તાત પ્રાકૃતિક ખેતી અપનાવીને વિદેશી ખાતરોની આયાત પાછળ થતો ખર્ચ બચાવી શકે છે. રાસાયણિક ખાતરમાં સબસીડી ચુકવવા માટે કેન્દ્ર સરકાર મોટો ખર્ચ કરે છે, જેનો દેશ પર આર્થિક બોજો વધે છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તેવા શુભાશયથી જિલ્લા પંચાયત જામનગર દ્વારા જિલ્લાની 417 જેટલી ગ્રામ પંચાયતોને વિવિધ 86 જેટલા ક્લસ્ટરમાં સમાવિષ્ટ કરીને પ્રાકૃતિક કૃષિ અંગે માહિતી આપી હતી.

ખેડૂતોએ પોતાના ખેતરે તૈયાર કરેલ પ્રાકૃતિક પેદાશો લોકો વધુમાં વધુ ખરીદી કરે જેથી લોકોની આરોગ્ય સુખાકારી જળવાય અને ખેડુતની આત્મનિર્ભરતામાં સહયોગી બની શકાય તેવા શુભાશયથી જામનગર જિલ્લાની જાહેર જનતાને આ પ્રદર્શન તથા વેચાણ સ્ટોલની મુલાકાત લેવા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, દેવપ્રસાદજી મહારાજ, શહેર અધ્યક્ષ વિમલભાઈ કાગથરા, તથા અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનના સ્ટોલનું ઉદ્ઘાટન કરતા રાજ્યપાલે કર્યુ, તમામ સ્ટોલની મુલાકાત લઈને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદકો સાથે રૂબરૂ સંવાદ કરતા રાજયપાલ

આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિના અમલીકરણ દ્વારા ઉત્પાદિત જુદી જુદી ખેત પેદાશો અંગેનું પ્રદર્શન તથા વેચાણ માટે પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન સ્ટોલનો શુભારંભ રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યો હતો. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા જુદા જુદા ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાકૃતિક કૃષિના ઉપયોગ થકી થયેલા ઉત્પાદનો જેવાકે, ઘઉં, બાજરી, બાજરો, ચણા, વટાણા, રાગી, મગફળી, તેલીબીયા, શાકભાજી સહિતની અનેક ખેત પેદાશોનું રાજ્યપાલશ્રી તથા કૃષિમંત્રીશ્રીએ જાતનિરીક્ષણ કર્યું હતું તથા સ્ટોલ માલીકો સાથે રૂબરૂ સંવાદ કરીને માહિતી મેળવી હતી. જામનગર ટાઉનહોલ ખાતે કુલ 30 જેટલા પ્રાકૃતિક કૃષિના સ્ટોલનું ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરાયુ હતું.

સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ જોડાયા હતા. આ પ્રદર્શન સહ વેચાણમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ભાગ લીધો હતો. પ્રાકૃતિક કૃષિ આધારીત ઉત્પાદનો દરેક વ્યક્તિના સ્વાસ્થય માટે ખુબ જ ઉપયોગી સાબીત થાય છે. લાલપુર તાલુકાના અસ્મિતાબેન અને તેના સખી મંડળની બહેનો જણાવે છે કે પ્રાકૃતિક કૃષિ થકી અમારી જેવી બહેનોને વિકાસની એક નવી દિશા મળી છે અને આ ખેતીના ઉત્પાદનના ભાવ બજારમાં વધારે મળે છે. જેથી અમને પગભર થવામાં પ્રાકૃતિક કૃષિ જીવાદોરી સમાન સાબીત થઈ છે. આ પ્રદર્શનમાં પરેશ પન્નારાએ વિવિધ 14 પ્રકારની શાકભાજી પ્રાકૃતિક કૃષિ થકી ઉગાડી છે. જેની રાજ્યપાલને માહિતી આપી હતી. જામનગરના રહેવાસી અમિતા બહેને ગાયના છાણમાંથી બનાવેલી ઘડિયાળ તથા અન્ય કલાકૃતિઓનું પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો :Rajkot: ગોકુલનગર આવાસ યોજના મુદ્દે પૂર્વ કોર્પોરેટરના પરિવારજનો સામે નોંધાઇ પોલીસ ફરિયાદ, મકાન પણ ખાલી કરાવાયા

આ પણ વાંચો :Kheda: ભારતીય વિદ્યા ભવન્સ સ્કૂલમાં રમઝાન માસનું જ્ઞાન અપાતું હોવાનો આક્ષેપ, વિવિધ હિંદુ સંગઠનોએ સ્કૂલ સંચાલકો સામે નોંધાવ્યો વિરોધ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">