Kheda: ભારતીય વિદ્યા ભવન્સ સ્કૂલમાં રમઝાન માસનું જ્ઞાન અપાતું હોવાનો આક્ષેપ, વિવિધ હિંદુ સંગઠનોએ સ્કૂલ સંચાલકો સામે નોંધાવ્યો વિરોધ

વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળે સ્કૂલ સંચાલકો પર આરોપ લગાવ્યો છે કે, સંચાલકો દ્વારા સ્કૂલમાં ધર્મ પરિવર્તન (Conversion) અને રમઝાન માસના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 6:04 PM

હિંદુ સંગઠનોએ ખેડાની ભારતીય વિદ્યા ભવન્સ સ્કૂલમાં (Bharatiya Vidya Bhavans School) રમઝાનના (Ramadan) પાઠ ભણાવાતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે સ્કૂલ સંચાલકો પર આરોપ લગાવ્યો છે કે, સંચાલકો દ્વારા સ્કૂલમાં ધર્મ પરિવર્તન (Conversion) અને રમઝાન માસના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. હિંદુ સંગઠનોનો દાવો છે કે છેલ્લા કેટલાક દિવસોથી આ અંગે વાલીઓ ફરિયાદ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે હિંદુ સંગઠનો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી, સ્કૂલ સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

હિંદુ સંગઠનોએ ખેડાની ભારતીય વિદ્યા ભવન્સ સ્કૂલમાં રમઝાનના પાઠ ભણાવાતા હોવાના આરોપ ભલે લગાવ્યા હોય, પરંતુ ભવન્સ સ્કૂલના સંચાલકોએ તમામ આરોપો ફગાવ્યા છે અને સ્કૂલમાં આવી કોઇ પ્રવૃતિ ન ચાલતી હોવાની સ્પષ્ટતા કરી છે. જોકે સ્કૂલમાં ઇદ વિશે જ્ઞાન આપવામાં આવ્યું હોવાનો સંચાલકો સ્વીકાર કરીને, તેઓની સંસ્થા સર્વધર્મમાં માનતી હોવાનો દાવો કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ નડિયાદની નોલેજ સ્કૂલ પણ આ પ્રકારના એક વિવાદમાં સપડાઇ ચૂકી છે. ત્યારે ભવન્સ સ્કૂલ સામે થયેલા આક્ષેપો સવાલોને જન્મ આપનારા છે. અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે સ્કૂલ સંચાલકો પર લાગેલા આરોપોમાં કેટલો દમ છે. શું ખરેખર સ્કૂલમાં કોઇ એક ધર્મનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે ? સ્કૂલમાં ધર્મપરિવર્તનના પાઠ ભણાવવા કેટલા યોગ્ય છે? સાથે જ સવાલ એ પણ થાય છે કે શિક્ષણ વિભાગ આરોપો મુદ્દે તપાસ કરશે કે કેમ.

આ પણ વાંચોઃ Surat: નાઈટ ફૂડ બજાર પર ગ્રહણ: 18 દુકાનોએ દોઢ વર્ષથી 40 લાખનું ભાડું નથી ચૂકવ્યુ, કોર્પોરેશન દુકાનો કબ્જામાં લેશે

આ પણ વાંચોઃ Ahmedabad: પીપાવાવથી પકડાયેલા ડ્રગ્સ અંગે ડીજીપીએ આપી જાણકારી, પતંગના દોરા પર રંગ ચઢાવાય તે રીતે સુતળી પર હેરોઈનનો ઢોળ ચઢાવાયો હતો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">