11 જૂનના મહત્વના સમાચાર : ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, 4 દિવસ પહેલા કરી ધમાકેદાર એન્ટ્રી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2024 | 10:47 AM

આજે 11 June 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

11 જૂનના મહત્વના સમાચાર : ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, 4 દિવસ પહેલા કરી ધમાકેદાર એન્ટ્રી

મોદી સરકારમાં પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. અમિત શાહ, રાજનાથ, ગડકરી, નિર્મલા, જયશંકરના મંત્રાલય રિપીટ કરવામાં આવ્યા છે. તો જે.પી નડ્ડાને આરોગ્ય મંત્રાલય આપવામાં આવ્યુ છે.  તો મોદીના નવા મંત્રીમંડળમાં ગુજરાતનો દબદબો યથાવત છે. સી આર પાટીલને જળશક્તિ, તો મનસુખ માંડવિયાને શ્રમ રોજગાર મંત્રાલય અને નિમુબેનને રાજ્યકક્ષાનો હવાલો સોંપાયો છે. તો ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા ભાજપના ધારાસભ્યોની આજે શપથવિધિ લેશે. સવારે 11 કલાકે વિધાનસભા અધ્યક્ષ લેવડાવશે શપથ. ગુજરાતના દરિયાકાંઠે ચોમાસું પહોંચ્યું. ટુંક સમયમાં તેનું ધમાકેદાર આગમન થશે. આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેની આગાહી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Jun 2024 09:19 PM (IST)

    યોગ દિવસ પર શ્રીનગર જઈ શકે છે PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે યોગ દિવસ પર શ્રીનગરની મુલાકાત લઈ શકે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

  • 11 Jun 2024 07:47 PM (IST)

    સુરત હીરા બજારમાં પગાર ના મળતા કારીગરોએ કારખાનામાં કરી તોડફોડ

    સુરત હીરા બજારમાં આવેલ લેબગ્રોન ડાયમંડ કંપનીમાં  3 મહિનાનો પગાર ના મળતા કારીગરોએ કારખાનામાં તોડફોડ કરી છે. પગારથી વંચિત 600 કારીગરોએ રોષે ભરાઈને કારખાનામાં તોડફોડ કરી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

  • 11 Jun 2024 07:03 PM (IST)

    સનાતન ધર્મ ટ્રસ્ટની માંગ સ્વીકારતા વડતાલ સ્વામિનારાયણ ગાદી પીઠના અજેન્દ્રપ્રસાદ

    સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એસપી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ સ્વામિનારાયણ ગાદી પીઠના અજેન્દ્રપ્રસાદ સ્વામીએ સનાતન ધર્મ ટ્રસ્ટની માંગ સ્વીકારી છે. લેખિતમાં સનાતન ધર્મની તમામ માંગણીએ સ્વીકારી છે. મૂળ સંપ્રદાય દ્રારા કોઇ પુસ્તકોમાં સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન હોય તો તેને દૂર કરવામાં આવશે. મૂળ સંપ્રદાયના કોઇ સંતો ભવિષ્યમાં પણ સનાતન ધર્મના દેવી દેવતાને લઈને કોઇ અપમાનજનક ટિપ્પણી નહિ કરે. મૂળ સંપ્રદાયના કોઇ સાહિત્યમાં દેવી દેવતાઓનું અપમાનજનક લખાણ લખાયું નથી, મૂળ સંપ્રદાયમાંથી છુટા પડેલા સંપ્રદાયે લખાણ કર્યા છે. દેવી દેવતાનું અપમાન કરતા લોકો સામે કાર્યવાહી થવી જોઇએ. આ માટે અમે પણ સનાતન ટ્રસ્ટની સાથે છીએ તેમ જણાવ્યું હતું.

  • 11 Jun 2024 06:01 PM (IST)

    ઓડિશાના નવા મુખ્યપ્રધાન હશે મોહન માઝી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં કરાઈ જાહેરાત

    ઓડિશામાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત નોંધાવી છે. રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે ? આ અંગે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે ભાજપની બેઠક યોજાઈ હતી. જેમા ઓડિશાના નવા મુખ્યપ્રધાન તરીકે મોહન માઝીના નામની જાહેરાત કરાઈ છે.

  • 11 Jun 2024 05:52 PM (IST)

    નીટની પરિક્ષામાં ગેરરીતી મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરાઈ રજૂઆત

    નીટની પરિક્ષામાં ગેરરીતી મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરાઈ રજૂઆત. નીટની પરિક્ષામાં ગેરરીતી આચરનાર સામે તપાસ કરાવવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. પોતાના રાજ્યમાંથી બીજા રાજ્યમાં પરિક્ષા આપી ગેરરીતી આચરવામાં આવી હોવાનો આક્ષેપ ગુજરાત સ્ટેટ પેરેન્ટસ એન્ડ સ્ટૂડન્ટસ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરાયો છે.

  • 11 Jun 2024 04:18 PM (IST)

    માલાવીમાં ઉપરાષ્ટ્રપતિને લઈ જતું વિમાન તુટી પડ્યું, પ્રથમ મહિલા સહિત નવના મોત

    માલાવીના ઉપરાષ્ટ્રપતિ અને અન્ય નવ લોકોને લઈ જતું લશ્કરી વિમાન સોમવારે અચાનક ગાયબ થઈ ગયું હતું. બાદમાં જાણવા મળ્યું કે પ્લેન ચિકાંગાવાની પહાડીઓમાં ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ ઉત્તરી માલાવીના પર્વતીય વિસ્તારમાં વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. માલાવીની પ્રથમ મહિલા પણ વિમાનમાં સવાર હતી. ઘણા કલાકોના સર્ચ ઓપરેશન બાદ પ્લેનનો કાટમાળ મળી આવ્યો હતો.

  • 11 Jun 2024 03:50 PM (IST)

    પાટણ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારને મત ના મળતા ચાણસ્માના ધારાસભ્યે સ્વીકારી જવાબદારી

    પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને યોગ્ય લીડ ના મળતા, ચાણસ્મા બેઠકના કોંગ્રેસના ધારાસભ્યે જવાબદારી સ્વીકારીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખ્યો છે. ચાણસ્મા બેઠક પરથી 27 હજારથી વધુની લીડ મળતા હારની જવાબદારી સ્વીકારી છે. કોંગ્રેસના ઉમેદવારને પુરતા મત ના મળતા ધારાસભ્ય દિનેશ ઠાકોરે, પ્રદેશ કક્ષાએ જે પણ કાર્યવાહી કરવામાં આવે તેનો સ્વીકાર કરવાનુ જણાવ્યું છે.

  • 11 Jun 2024 03:33 PM (IST)

    ઇડર-હિંમતનગર સ્ટેટ હાઇવે પર આવેલ સીએનજી પંપ પર કારે ટક્કર મારતા 3 ઈજાગ્રસ્ત

    સાબરકાંઠાના ઇડર-હિંમતનગર સ્ટેટ હાઇવે પર આવેલ સીએનજી પંપ પર કારે ટક્કર મારતા 3 ઈજાગ્રસ્ત થયા છે. હિંગળાજ પાસે આવેલ સીએનજી પંપ પર સીએનજી પુરાવા માટે આવેલ કાર ચાલકની પરિવાર રાહ જોઈ રહ્યો હતો તે સમયે એક કારે તેમને અડફેટે લીધા હતા. બે મહિલા અને બાળકી કારની ટક્કર વાગતા સામેની દીવાલ સાથે અથડાયા હતા. ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલ માં ખસેડાયા છે.

  • 11 Jun 2024 03:04 PM (IST)

    ચાર બાંગ્લાદેશી ઘૂસણખોરની મુંબઈ ATS દ્વારા કરાઈ ધરપકડ

    ચાર બાંગ્લાદેશી ઘૂસણખોરની મુંબઈ ATS દ્વારા  ધરપકડ કરાઇ છે. લોકસભા ચૂંટણીમાં ખોટા પાસપોર્ટના આધારે પુરાવા ઉભા કરીને મતદાન કર્યું હતુ. તમામ બાંગ્લાદેશી આરોપી સુરતમાં રહેતા હોવાનું બતાવીને પુરાવા ઊભા કર્યાનું તપાસમાં ખુલ્યું છે. ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પાસપોર્ટ સહિતના પુરાવા ઊભા કર્યા હતા. ખોટા પાસપોર્ટના આધારે સાઉદી અરેબિયામાં એક આરોપી નોકરી માટે ગયો હોવાના પુરાવા મળ્યા છે. આરોપીઓના આતંકી કનેક્શન અંગે ATS તપાસ કરી રહી છે. અગાઉ પણ આ ચારેય આરોપીઓની મુંબઈ ATS દ્વારા ધરપકડ કરાઇ હતી.

  • 11 Jun 2024 02:21 PM (IST)

    અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનનો ભાવ વધાર્યો

    શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા મોંઘવારીનો વધુ એક માર. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનનો ભાવ વધાર્યો છે. સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20 ટકાનો વધારો કર્યો છે. RTO રજિસ્ટ્રેશન, ફિટનેસ, પાસિંગનો બોજો આવતા ભાવ વધાર્યો છે. રિક્ષાના ભાવમાં રૂ.100 અને વાનના ભાવમાં રૂ.200 વધાર્યા છે. આખા રાજ્યમાં વર્ધીના ભાવ વધારાનો અમલ કરાશે.

  • 11 Jun 2024 01:08 PM (IST)

    ગુજરાતમાં ચોમાસાનું આગમન

    આખરે ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાનું ગુજરાતમાં ચાર દિવસ વહેલા આગમન થઇ ગયુ છે.

  • 11 Jun 2024 01:04 PM (IST)

    દ્વારકા: મોજપ દરિયાકાંઠેથી મળ્યું બિનવારસી ચરસ

    દ્વારકા: મોજપ દરિયાકાંઠેથી બિનવારસી ચરસ મળ્યુ છે. અંદાજિત 42 લાખનું ચરસ મળી આવતા તપાસ શરુ કરાઇ છે. મીઠાપુર પોલીસના કોમ્બિંગ દરમિયાન ચરસ જપ્ત કરાયુ છે. 2 દિવસ પહેલા પણ દરિયાકાંઠે ડ્રગ્સ ઝડપાયું હતું.

  • 11 Jun 2024 01:03 PM (IST)

    સુરત: ACBએ લાંચિયા અધિકારી સામે કરી કાર્યવાહી

    સુરત: ACBએ લાંચિયા અધિકારી સામે કાર્યવાહી કરી છે. ખાણ-ખનીજ વિભાગના અધિકારી વતી બે લાખની લાંચ લેતા ઈસમ પકડાયો છે. ખાણ ખનીજ અધિકારી નરેશ જાનીનો ખાનગી સહાયક ACB ના સકંજામાં આવી ગયો છે. ફરિયાદીની જગ્યા પર કામગીરીમાં કોઈ હેરાનગતિ નહીં કરવા લાંચ માગી હતી. ખાણ-ખનીજ વિભાગના અધિકારી સામે તપાસ શરૂ કરાઇ છે. એક બાદ એક લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી ACB કરી રહી છે.

  • 11 Jun 2024 11:18 AM (IST)

    સુરત: ડુમસની કરોડોની સરકારી જમીનના વિવાદની તપાસ ACBને સોંપવા માગ

    સુરત: ડુમસની કરોડોની સરકારી જમીનના વિવાદ મામલે  કોંગ્રેસ નેતા દર્શન નાયકે ACB તપાસની માગ કરી છે. આયુષ ઓકની મિલકતની તપાસ કરવા કોંગ્રેસની માગ છે. દર્શન નાયકે કહ્યુ કે, રાજકીય આગેવાનો અને જમીન સાથે સંકળાયેલ લોકોની તપાસ થવી જોઈએ. સુરતમાં 10 હજાર હેકટર સરકારી જમીન પર ગેરકાયદે દબાણો. 10 હજાર હેકટર સરકારી જમીન પર દબાણો દૂર થવા જોઈએ. આયુષ ઓકના સમયગાળા દરમિયાન સરકારી જમીનો પર ગેરકાયદે દબાણો કરાયા છે.

  • 11 Jun 2024 11:11 AM (IST)

    રાજકોટ: ફાયર NOCને લઇને મનપાની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ

    રાજકોટ: ફાયર NOCને લઇને મનપાની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે ચેમ્બર ઓફ કોમર્સ કમિશનરને રજૂઆત કરશે. શહેરના વિવિધ એસોસિએશનને સાથે રાખીને RMC કમિશનરને રજૂઆત કરશે. સીલ કરવાની કાર્યવાહીને બદલે વ્યવહારૂ ઉકેલ લાવવા રજૂઆત કરાશે. TRP અગ્નિકાંડ બાદ RMCએ અનેક શાળા-કોલેજોમાં સીલ માર્યા છે. અગ્નિકાંડ બાદ હોસ્પિટલો અને અનેક એકમોને RMCએ સીલ કરી દીધા. વેપારીઓ સફેદ કપડાં પહેરી વિરોધ નોંધાવશે.

  • 11 Jun 2024 08:26 AM (IST)

    હાલ માત્ર 30થી 40 કિમી ગુજરાતથી દૂર છે ચોમાસું

    ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે. ગમે તે ઘડીએ ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ શકે છે. હાલ માત્ર 30થી 40 કિમી ચોમાસું દૂર છે. હાલ માહારાષ્ટ્રના દહાણું ચોમાસું પહોંચ્યું છે.ગુજરાતના દરવાજે આવીને ચોમાસાએ  બ્રેક મારી છે.

  • 11 Jun 2024 08:02 AM (IST)

    અમદાવાદઃ ફરજમાં બેદરકારી રાખનાર અધિકારી સામે પગલા

    અમદાવાદમાં સરખેજમાં બની રહેલા કોમ્યુનિટીિના કામમાં ગોટાળા બદલ ઇજનેર વિભાગના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  કોમ્યુનિટી હોલના કામમાં ગેરરીતિ મામલે વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી. જે બાદ મનપા કમિશનર એમ. થેન્નારસને 4 અધિકારીઓ ધવલ ગજ્જર, દિલાવર હઠીલા, ગ્રીષ્મા શાહ અને બિપીન ચાવડાને સસ્પેન્ડ કર્યા છે. હોલના બાંધકામમાં સિમેન્ટને જકડી રાખતી ડિઝાઈન મુજબ કામ થયું ન હતું તેમજ રજિસ્ટર પણ નિભાવવામાં આવતું ન હતું.

  • 11 Jun 2024 08:02 AM (IST)

    વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ

    વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ થયા છે. ડુમસ જમીનકાંડમાં IAS અધિકારી સસ્પેન્ડ થયા છે. કરોડોના જમીન કૌભાંડમાં વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ થયા છે. 2 હજાર કરોડના કૌભાંડ મુદ્દે રાજ્ય સરકારે  સસ્પેન્ડ કર્યા છે. આયુષ ઓકે બદલીના એક દિવસ પહેલા જ કૌભાંડનો સમગ્ર ખેલ પાડી દીધો હોવાનું ખુલ્યુ છે.

  • 11 Jun 2024 08:00 AM (IST)

    કચ્છઃ ગાંધીધામના આદિપુરમાં મહિલાની હત્યા

    કચ્છઃ ગાંધીધામના આદિપુરમાં મહિલાની છરીના ઘા ઝીંકી પતિએ જ  હત્યા કરી છે. ત્રણ વર્ષ પહેલા બન્નેએ પ્રેમલગ્ન  કર્યા હતા.પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે. આરોપી પતિને પોલીસે ઝડપી પાડ્યો છે.

  • 11 Jun 2024 07:26 AM (IST)

    ગુજરાતની પેટાચૂંટણીમાં જીતેલા ધારાસભ્યો આજે શપથ લેશે

    ગુજરાતની પેટાચૂંટણીમાં જીતેલા ધારાસભ્યો આજે શપથ લેશે. પેટાચૂંટણીમાં પાંચેય બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ગુજરાતમાં લોકસભા સાથે 5 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ હતી. આજે 11 વાગ્યે પાંચેય ધારાસભ્યો શપથ લેશે. પોરબંદર, વિજાપુર, માણાવદર, ખંભાત અને વાઘોડિયાના ધારાસભ્યો શપથ લેશે.

  • 11 Jun 2024 07:25 AM (IST)

    ટેકાના ભાવને લઈને મહત્વની જાહેરાત

    ટેકાના ભાવને લઈને સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર ચાલુ વર્ષના ટેકાના ભાવની કેન્દ્રમાં દરખાસ્ત કરશે. ઘઉં, ચણા, શેરડી, રાયડો અને સરસવના ભાવ અંગે દરખાસ્ત કરશે. ગત વર્ષ કરતા 8 ટકા વધારા સાથે નવા ભાવની દરખાસ્ત કરશે.

  • 11 Jun 2024 07:24 AM (IST)

    રાજકોટઃ જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે વરસાદ

    રાજકોટઃ જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. દૂધીવદર, ધોળીધાર, બોરીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.

  • 11 Jun 2024 07:23 AM (IST)

    અમરેલીઃ ખાંભાના ગામડાઓમાં સતત બીજા દિવસે વરસાદ

    અમરેલીઃ ખાંભાના ગામડાઓમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. ગીરના ગામડાઓમાં નદી-નાળાઓમાં વરસાદી નીર આવ્યા છે. ખાંભાના ધાવડિયા અને ગીદરદી ગામની નદીઓમાં નવા નીર આવ્યા છે. ધાવડિય ગામે નદીમાં પાણી વહેતા થયા છે. ગીરના ગામડાઓમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ છે.

  • 11 Jun 2024 07:23 AM (IST)

    અરવલ્લીઃ શામળાજી પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

    અરવલ્લીના શામળાજી પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અણસોલ, રતનપુર બોર્ડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

Published On - Jun 11,2024 7:22 AM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">