3 એપ્રિલના મોટા સમાચાર: ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો, આજે રાજ્યમાં 231 કોરોના કેસ નોંધાયા
Gujarat Live Updates : આજ 3 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 3 એપ્રિલને સોમવારના રોજ, રાહુલ ગાંધી સુરત આવશે. તેઓ સુરતની કોર્ટે ફટકારેલી બે વર્ષની સજા સામે અપીલ કરશે. તો ગુજરાતમાં આજે ગુજકેટની પરીક્ષા પણ યોજાશે. આરએસએસના વડા મોહન ભાગવત આજે અમદાવાદમા એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
Gujarat News Live: Kutch: BSFના DG ગુજરાતની મુલાકાતે, ઓખા બાદ કચ્છમાં 3 દિવસ કરશે સુરક્ષા સમીક્ષા
ભારતને અડીને આવેલી સરહદો પર સતત થઇ રહેલી હિલચાલ વચ્ચે દેશની સુરક્ષા કરતી તમામ એજન્સીઓ સાથે ફસ્ટ લાઇન ઓફ ડિફેન્સ બી.એસ.એફ પણ સતત સર્તક રહેવા સાથે સુરક્ષામાં સુધારા અને સમીક્ષા કરી રહ્યા છે ત્યારે આજે BSF ના DG ડૉ. સુજોય લાલ થાઓસેન, IPS, DG BSF, નેશનલ એકેડમી ઑફ કોસ્ટલ પોલીસિંગ (NACP) ઓખાની મુલાકાત લીધી હતી.
ઓખા મુલાકાત બાદ તેઓ કચ્છ પહોચ્યા હતા ડાયરેક્ટર જનરલ બીએસએફનો ચાર્જ સંભાળ્યા પછી, ડૉ. થાઓસેન 03 થી 05 એપ્રિલ, 2023 દરમિયાન ગુજરાતમાં ભુજ સેક્ટરની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની 03 દિવસની મુલાકાત કરવાના છે. સેક્ટર ભુજ ખાતે આગમન બાદ, ડીજી બીએસએફને વ્યાપક બ્રીફિંગ આપવામાં આવી હતી.
-
Gujarat News Live: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને હાલ પૂરતી રાહત, જાણો શું કહ્યું કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને હાલ પૂરતી મોટી રાહત મળી છે. સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીના 13 એપ્રિલ સુધીના જામીન મંજૂર કર્યા છે. એટલે કે 13 એપ્રિલે સજા પર રોકની અરજી પર વધુ સુનાવણી હાથ ધરાશે. તો નીચલી કોર્ટના ચુકાદા પર 3મેના રોજ સુનાવણી હાથ ધરાશે. રાહુલ ગાંધીની સુનાવણી બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિવિધ મુદ્દે પોતાના જવાબો આપ્યા હતા.
રાહુલ ગાંધી સત્ય સાથે રહીને લડત આપશે
અમિત ચાવડાને રાહુલ ગાંધી મુદ્દે હાલ પૂરતી મળેલ રાહત અંગે તેમજ ન્યાયતંત્ર પર દબાણ લાવવાના અને નાટક ના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે અંગે પોતાના સ્પષ્ટ મંતવ્યો જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલજી કાયમ કહે છે કે ડરો મત લડો, અને રાહુલ ગાંધીને સંસદમાં પણ બોલતા બંધ કરવામાં આવ્યા છે. આથી જ રાહુલ ગાંધી સામે વિવિધ કેસ કરવામાં આવ્યા છે જોકે રાહુલ ગાંધી હંમેશાં સત્યની સાથે રહીને લડત આપશે.
-
-
Gujarat News Live: Rajkot: અહી નથી ચાલતો સરકારનો સિક્કો, જાણો TV9ના સ્ટીંગ ઓપરેશનના Videoમાં થયેલો ખુલાસો
ગત રોજ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક પેટ્રોલ પંપમા રૂપિયા 10 નો ચલણી સિક્કો ન સ્વીકારવાની ઘટના સામે આવી હતી અને મામલો ગ્રાહક સુરક્ષા અને RBI સુઘી પહોંચ્યો હતો. ત્યારે Tv9ની ટીમે આ અંગે રાજકોટમાં પણ સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. સ્ટીંગ ઓપરેશનમાં જે ખુલાસા થયા તે જોઈ તમે પણ ચોંકી જશો. આ સ્ટિંગ ઓપરેશનમાં અનેક સવાલો એવા હતા જેના જવાબ ન તો વેપારી પાસે છે ન તો ગ્રાહક પાસે.
અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં એક પેટ્રોલ પંપમા રૂપિયા 10 નો ચલણી સિક્કો ન સ્વીકારવાની ઘટના સામે આવી હતી અને મામલો ગ્રાહક સુરક્ષા અને RBI સુઘી પહોંચ્યો હતો.ત્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં તો આખા શહેરમાં મોટા ભાગના વેપારીઓ અને ગ્રાહકો રૂપિયા 10નો સિક્કો નથી સ્વીકારતાં તેવા લોકોના અનુભવ સામે આવ્યા હતા. ત્યારે tv9 ની ટીમે પણ આ વાતને લઈને રિયાલિટી ચેક કર્યું હતું.
-
Gujarat News Live: મહાત્મા ગાંધીના કહેવા પર વીર સાવરકરે અંગ્રેજોને લખ્યો હતો પત્ર, દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યો પલટવાર
મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં આજે ‘વીર સાવરકર ગૌરવ યાત્રા’ કાઢવામાં આવી હતી. જેમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ પહોંચ્યા હતા. અહીં તેમણે કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તમે કહ્યું કે વીર સાવરકરે માફી માંગી અને અંગ્રેજોને પત્ર લખ્યો. તેમણે કહ્યું ના, તે ખોટું છે. સાવરકરે પત્ર લખ્યો કારણ કે તેઓ જાણતા હતા કે અંગ્રેજો તેમને છોડશે નહીં. તેથી તેમણે લખ્યું કે સાવરકરને છોડશો નહીં. તેના બદલે અન્ય કેદીઓને છોડી દો. જેના પર કોંગ્રેસે અંગ્રેજો સામે કશું કર્યું નહીં.
-
Gujarat News Live: પાણીપુરી વેચતા એકમો પર AMCની તવાઈ, અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો
અમદાવાદમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ખાદ્ય સામગ્રી વેચતા એકમો પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું. કુલ 6 વોર્ડમાં 206 એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 84 એકમોને નોટિસ આપી 56 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
કેલિકો મિલ કમ્પાઉન્ડમાં અખાદ્ય પાણીપુરી વેચતા લારીવાળા ઝડપાયા. જેમની પાસેથી મળેલા સડેલા બટાકા અને પકોડીના પાણીનો નાશ કરવામાં આવ્યો હતો. દાબેલી, વડાપાઉ અને પફ વેચતા લારીવાળાઓને ત્યાથી પણ અખાદ્ય જથ્થો ઝડપાયો. ખાસ કરીને અખાદ્ય સોસ અને ચટણીનો નાશ કરવામાં આવ્યો. કુલ 405 કિલો બિન આરોગ્ય પ્રદ અને અખાદ્ય ચીજવસ્તુઓનો આરોગ્ય વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.
-
-
Gujarat News Live: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનને લાગ્યો મોટો ઝટકો, રશિયાની સીમા નજીક પહોંચ્યું NATO, ફિનલેન્ડ NATOનું 31મું સભ્ય બની જશે
રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનને લાગ્યો મોટો ઝટકો, રશિયાની સીમા નજીક પહોંચ્યું NATO, ફિનલેન્ડ NATOનું 31મું સભ્ય બની જશે
રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનને લાગ્યો મોટો ઝટકો, રશિયાની સીમા નજીક પહોંચ્યું NATO, ફિનલેન્ડ NATOનું 31મું સભ્ય બની જશે | #TV9GujaratiNews pic.twitter.com/FxD7qn5JuW
— Tv9 Gujarati (@tv9gujarati) April 3, 2023
-
Gujarat News Live: ઈન્ડોનેશિયાના સુમાત્રામાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની કોઈ શકયતા નહીં
યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે સોમવારે ઇન્ડોનેશિયાના નિયાસ પ્રદેશમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. EMSCએ જણાવ્યું હતું કે ભૂકંપ 90 કિમી (55.92 માઇલ) ની ઊંડાઇએ હતો. વધુ વાંચો
-
Gujarat News Live: Jamnagar: વૃદ્ધોને પેન્શન યોજનાનો લાભ અપાવવાનું કહી માલમત્તા ખંખેરતી મહિલા રાજસ્થાનથી ઝડપાઈ
જામનગર શહેરના ચાંદી બજાર નજીક એક વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસમાં પોલીસે રાજસ્થાનથી આરોપી મહિલાને ઝડપી પાડી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે વર્ષ 2015થી રાજયભરમાં વિવિધ શહેરમાં વૃધ્ધોને વિશ્વાસમાં લીધા બાદ તેમને છેતરીને દાગીના કે અન્ય સામાન લઈને આ મહિલા ફરાર થઈ જતી. આરોપી મહિલા શાહીદાબીબી ફિરોઝખાન પઠાણ સામે રાજ્યના વિવિધ શહેરમાં બે ડઝન જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
-
Gujarat News Live: Accident Death: બનાસકાંઠાના દિયોદરના ભાભર હાઇ વે ઉપર કારની અડફેટે રાહદારીનું મોત, કાર ચાલક નશામાં હોવાનો મૃતકના પરિવારનો આક્ષેપ
Accident Death: બનાસકાંઠાના દિયોદરના ભાભર હાઇ વે ઉપર કારની અડફેટે રાહદારીનું મોત, કાર ચાલક નશામાં હોવાનો મૃતકના પરિવારનો આક્ષેપ
બનાસકાંઠાના દિયોદરમાં કારની અડફેટે રાહદારીનું મોત, કાર ચાલક નશામાં હોવાનો મૃતકના પરિવારનો આક્ષેપ | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/uExHsvMiRb
— Tv9 Gujarati (@tv9gujarati) April 3, 2023
-
Gujarat News Live: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને હાલ પૂરતી રાહત, જાણો શું કહયું અમિત ચાવડાએ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને હાલ પૂરતી રાહત, જાણો શું કહયું અમિત ચાવડાએ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને હાલ પૂરતી રાહત, જાણો શું કહયું અમિત ચાવડાએ | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/f2tGbo0jYw
— Tv9 Gujarati (@tv9gujarati) April 3, 2023
-
Gujarat News Live: PM મોદીએ ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ શરૂ કરવા બદલ નીતા અંબાણીને અભિનંદન પાઠવ્યા
PM મોદીએ ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ શરૂ કરવા બદલ નીતા અંબાણીને અભિનંદન પાઠવ્યા
PM Modi congratulates Nita Ambani for the opening of Nita Mukesh Ambani Cultural Centre in Mumbai pic.twitter.com/LisJdWjDHS
— ANI (@ANI) April 3, 2023
-
Gujarat News Live: અતીક અહેમદના બંને સગીર પુત્રો કસ્ટડીમાં, પત્નીએ કોર્ટમાં અરજી કરી
માફિયા અતીક અહેમતના 2 સગીર પુત્રોની મુક્તિ માટે પત્ની શહાસ્તાએ CJM કોર્ટમાં અરજી કરી છે. આવતીકાલે આ અંગે સુનાવણી થશે. સગીર પુત્રો એહઝામ અને આબાનની મુક્તિ માટે વિનંતી કરી છે. પોલીસ પર તેની ગેરકાયદેસર રીતે અટકાયત કરવાનો આરોપ છે. બંને પુત્રોને રાજરૂપપુરના બાળ સુધાર ગૃહમાં રાખવામાં આવ્યા છે.
-
Gujarat News Live: અમદાવાદના શિવાનંદ આશ્રમમાં આયોજિત હિન્દુ ધર્મ આચાર્ય સંમેલનની પૂર્ણાહુતિ થઇ
અમદાવાદના શિવાનંદ આશ્રમમાં આયોજિત હિન્દુ ધર્મ આચાર્ય સંમેલનની પૂર્ણાહુતિ થઇ
અમદાવાદના શિવાનંદ આશ્રમમાં આયોજિત હિન્દુ ધર્મ આચાર્ય સંમેલનની પૂર્ણાહુતિ થઇ | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/RFakrcM6Bn
— Tv9 Gujarati (@tv9gujarati) April 3, 2023
-
Gujarat News Live: કેનેડા-અમેરિકન બોર્ડર ઉપર ચૌધરી પરિવારના મોતમાં એજન્ટ સચિનનું નામ આવ્યું સામે
મહેસાણાના ડાભલાના માણેકપુરાનો ચૌધરી પરિવાર કેનેડા-અમેરિકા બોર્ડર ક્રોસ કરતા મોતને ભેટ્યો હતો. આ ઘટનામાં ચૌધરી પરિવારને કેનેડાથી અમેરિકા મોકલનાર એજન્ટનું નામ સચિન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે સચિન ડાભલાના વડોસણા ગામનો વતની છે અને હાલ તે સ્વિટ્ઝરલેન્ડની આસપાસ જ રહે છે. તેમજ સચિન અગાઉ કેનેડામાં રહેતો હતો, જ્યાંથી તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ કેનેડામાં 56 જેટલા પાસપોર્ટ સચિન પાસેથી મળી આવ્યા હતા. તેમજ સચિન પોતે પણ કોઈ એજન્ટ મારફતે જ અમેરિકા ગયો હતો. આ ઘટનામાં પરિવાર અમેરિકા જવા સચિનના સંપર્કમાં આવ્યો હતો અને સચિનને ચૌધરી પરિવારે 56 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું.
-
Gujarat News Live: Ahmedabad: Tea Postમાં ભાગીદારી છે એમ કહીને Conman કિરણ પટેલે અનેકને છેતર્યા, ટી પોસ્ટના માલિકને 200 એકર જમીનની પણ આપી લાલચ
મહાઠગ કિરણ પટેલ પકડાયા બાદ તેના એક બાદ એક અનેક કાંડ ખુલી રહ્યા છે. જેણે સરકારી અધિકારીઓ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, નેતાઓ, વેપારીઓ, ખેડૂતોને પણ પોતાની વાતમાં ફસાવી દીધા હતા તે મહાઠગ કિરણનું વધુ એક કરસ્તાન બહાર આવ્યું છે.
કિરણ પટેલ વેપારીઓને મળવા ટી પોસ્ટ ખાતે જ બોલાવતો હતો
કિરણ પટેલે ટી-પોસ્ટના માલિક પાસે પણ તેણે છેતરપિંડી આચરવાનો પ્રયાસ કર્યો હતો. ટી-પોસ્ટના માલિક દર્શન દાસાણીએ કિરણના આ તમામ કારનામાનો પર્દાફાશ કર્યો છે. દર્શન દાસાણીના જણાવ્યા પ્રમાણે દર્શન દાસાણીને કેવડિયા પાસે 200 એકર જમીન આપવાની અને તેના રિસોર્ટ ઉભો કરવાની કિરણે લાલચ આપી હતી. તેમજ કિરણે તેમની પાસે 20 લાખ રૂપિયા પણ માગ્યા હતા. જો કે, દર્શન દાસાણી કિરણ પટેલની જાળમાં ફસાયા નહોતા.
-
Gujarat News Live: Accident Death: મહેસાણા-કડીના કલ્યાણપુરા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકના મોત
મહેસાણાના કડીના કલ્યાણપુરા રોડ ઉપર અકસ્માત સર્જાતા 3 બાઇક સવાર યુવક મોતને ભેટ્યા હતા. પ્રાથમિક વિગતો પ્રમાણે આ ત્રણેય યુવક અમરાપુરના રહેવાસી હતા. વધુ વાંચો
-
Gujarat News Live: ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો, આજે રાજ્યમાં 231 કોરોના કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના નવા કેસ ઘટાડો નોંધાઈ રહ્યો છે . જેમાં 03 એપ્રિલના રોજ કોરોનાના નવા 231 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા 2214એ પહોંચી છે. ગઈકાલની સરખામણીમાં કોરોના એક્ટિવ કેસ અને એક દિવસમાં નોંધાયેલા કેસમાં ઘટાડો થયો છે. ગઈ કાલે ગુજરાતમાં 2332 એક્ટિવ કેસ હતા. આજે કોરોના રિકવરી રેટ 98.97 ટકા થયો છે. જેમાં આજે કોરોનાથી 374 દર્દી સાજા થયા છે. આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયુ નથી.
ગુજરાત કોરોના અપડેટ, કોરોનાના નવા 231 કેસ #coronaupdate #coronanews #TV9News pic.twitter.com/TS1rgKqS7X
— Tv9 Gujarati (@tv9gujarati) April 3, 2023
-
મિત્રકાળ સામે લોકશાહી બચાવવાની લડાઈ… સુરત સેશન્સ કોર્ટમાંથી રાહત બાદ રાહુલ ગાંધીએ આપી પહેલી પ્રતિક્રિયા
માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. તેમને સુરતની સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા છે. વાસ્તવમાં રાહુલ ગાંધીએ માનહાનિના કેસમાં 2 વર્ષની સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. આ અંગે સોમવારે સુનાવણી બાદ સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. જામીન મળ્યા બાદ રાહુલ ગાંધીએ પહેલી પ્રતિક્રિયા આપી છે અને પોતાની લડાઈને લોકશાહી બચાવવાની લડાઈ ગણાવી છે.
-
હિંસાને લઈને બિહાર વિધાનસભામાં હંગામો, નેતાઓએ હાથમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા
બિહારના બિહારશરીફ અને સાસારામમાં રામનવમીના સરઘસ દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ પોલીસ એક્શન મોડમાં છે. પોલીસે અત્યાર સુધીમાં સાસરામમાં 43 અને બિહાર શરીફમાં 140 લોકોની ધરપકડ કરી છે. હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં 183 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વહીવટીતંત્રે બંને શહેરોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.
બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ભાજપ પર નિશાન સાધ્યું
આ દરમિયાન રામનવમી હિંસા પર આરજેડી ધારાસભ્ય સુધાકર સિંહનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્ય સુધાકર સિંહની વાત માનીએ તો અધિકારીઓની મિલીભગત વિના હિંસા અસંભવ છે. બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેજસ્વીએ કહ્યું છે કે અમારી સરકારે હંમેશા રાજ્યમાં ભાઈચારો તોડવાના ભાજપના કોઈપણ પ્રયોગનો જડબાતોડ જવાબ આપ્યો છે.
-
ભરૂચમાં સગી માતાએ જ 5 વર્ષીય બાળકીની કરી હત્યા
ભરૂચમાં સગી માતાએ જ 5 વર્ષીય બાળકીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જે પછી માતાએ હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હોવાનું ખુલ્યુ છે. બાળકીના ગળા પર ઈજાના નિશાન દેખાતા તબીબોએ પોલીસને જાણ કરી હતી. તબીબની સજાગતાને કારણે સમગ્ર કિસ્સો સામે આવ્યો છે. બાળકીની હત્યા થઈ હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે.
-
રાજકોટમાં વધુ એક લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ, આરોપીએ ફ્લેટની કોમન જગ્યામાં દુકાનો બનાવી ભાડે આપી દીધી
ગુજરાત સરકાર દ્વારા જમીન અથવા મિલકત પચાવી પાડવા વિરુદ્ધમાં વિધાનસભામાં કાયદા સ્વરૂપે અધિનિયમ ઘડવામાં આવ્યો છે. જેની લોકોને અન્યાય સહન ન કરવો પડે. ત્યારે રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપીએ ફ્લેટની પાર્કિગની જગ્યામાં 3 દુકાનો બનાવી નાખી અને ભાડે પણ આપી દીધી. માલવિયાનગર પોલીસ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આરોપી સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે.
-
મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ સુધી લંબાવવામાં આવી
દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.
-
Rajkot: યુવાને બહેનને વીડિયો મોકલી કરી આત્મહત્યા
રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા ઘનશ્યામનગર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાન સિકંદરે ગત 25 માર્ચે પોતાના ઘરે માતા સાથે આત્મહત્યા કરી હતી. પહેલા તેના 80 વર્ષીય માતા અમીનાબેન લીંગડીયાને ઝેરી દવા પીવડાવી હતી અને બાદમાં પોતે દવા પી લીધી હતી. જે પછી બંન્નેનું મોત નીપજ્યું હતું. આત્મહત્યા પહેલા સિકંદરની બહેનનો એક વીડિયો સામે આવ્યો છે.
-
સુરતમાં બાળકી પર સાડીનું પોટલું પડતા બાળકી બેભાન થઈ
સુરતના ગોડાદરા ખાતે આવેલ સુમન ગંગા વિસ્તારમાં ચોકાવનારી ઘટના બની છે. જેમાં બાળકી ઉપર સાડીનું પોટલું પડતા ઈજા પહોચી છે. ટેક્સ્ટાઈલને લઇ સુરત શહેર એ ખુબ જાણીતું છે કારણ કે, અહી મોટાભાગના લોકો સાડીના વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્યારે સુરતના ગોડાદરા ખાતે ફરી ચોકાવનારી ઘટના બની છે. જેમાં બિલ્ડીંગ ઉપરથી બાળકી ઉપર સાડીનું પોટલું પડતા અકસ્માત સર્જાયો છે. બિલ્ડીંગના ચોથા માળેથી આ પોટલું પડ્યું હોવાનું પણ સામે આવ્યું છે.
-
રાહુલ ગાંધીની અરજી પર આગામી 13 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે
રાહુલ ગાંધી સામેના માનહાનિ કેસમાં નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં 13 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને થયેલી બે વર્ષની સજા પર સ્ટે અંગે થયેલી અરજી પર આગામી 13 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે. માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને રેગ્યુલર જામીન આપ્યા છે. માનહાનિ કેસમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટમાં ફાઈલ કરવમાં આવી છે.
-
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી સુરત પહોંચ્યા, સીધા સેશન્સ કોર્ટ જવા થયા રવાના
માનહાનિ કેસમાં થયેલી સજામાં અપીલ માટે રાહુલ ગાંધી સુરત આવી પહોંચ્યા છે. ઍરપોર્ટથી સીધા જ તેઓ સુરત સેશન્સ કોર્ટ જવા રવાના થયા છે. રાહુલ ગાંધી સામે થયેલા માનહાનિ કેસમાં સુરતની નીચલી કોર્ટે તેમને બે વર્ષની સજા અને 15000નો દંડ કરેલો છે. આ સજા બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ રદ્ થઈ છે. આ કેસમાં રાહુલ ગાંધી સેશન્સ કોર્ટમાં અપીલ કરવાના છે.
-
ખેડૂતોના માથેથી માવઠાની મુસીબત નહીં થાય ઓછી, એપ્રિલના આ દિવસોમાં પડશે ધોધમાર વરસાદ
ગુજરાતમાં ખેડૂતોના માથા પરથી મુસીબત જાણે ઓછુ થવાનું નામ જ નથી લઇ રહી. આખા માર્ચ મહીનામાં માવઠાનો માર સહન કર્યા બાદ એપ્રિલ મહીનામાં પણ ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી ભર ઉનાળે અષાઢી માહોલ બનવાનો છે. 5થી 7 એપ્રિલ રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
-
માનહાનિ કેસમાં Rahul Gandhi ના સમર્થનમાં કોંગી કાર્યકરો સુરત રવાના થયા,ભરૂચ પોલીસે વાહનો રોકી 250 થી વધુની અટકાયત કરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત પહોંચી રહ્યા છે. માનહાનિના કેસમાં ગાંધીને મળેલી બે વર્ષની સજા સામે રાહુલ આજે અપીલ દાખલ કરી રહ્યા છે. 23 માર્ચ 2019 ના રોજ સુરતની અદાલતે તેને ‘મોદી અટક’ પર ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવા હતા. આ મામલે તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટના ચુકાદા બાદ 24 માર્ચે રાહુલનું સંસદ સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું અને તેમને સાંસદ તરીકે ફાળવવામાં આવેલો સરકારી બંગલો પાછો ખેંચવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી.આજે રાહુલગાંધીના સમર્થનમાં સુરત રવાના થવાની તૈયારી કરી રહેલા કોંગી કાર્યકરોને ભરૂચ પોલીસે અટકાવી 250 થી વધુની અટકાયત કરી હતી.
-
રાહુલ અને પ્રિયંકા ગાંધી દિલ્હીથી સુરત આવવા થયા રવાના
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભાનું સાંસદપદ ગુમાવ્યાના 11 દિવસ બાદ સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરશે. કાયદાકીય પ્રક્રિયા અનુસાર રાહુલ ગાંધી તેમની સામે થયેલા માનહાનિ કેસમાં સુરતની સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. રાહુલ ગાંધી અને સમગ્ર લીગલ ટીમ સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. સેશન્સ કોર્ટ જવા માટે રાહુલ ગાંધી દિલ્હીથી સુરત આવવા માટે નીકળી ચુક્યા છે. દૃશ્યોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પ્લેનમાં બેસી સુરત આવી રહ્યા છે. જેમા થોડી જ વારમાં તેઓ સુરત સેશન્સ કોર્ટ પહોંચશે.
-
CBI તપાસની માગ કરવા લોકો આંદોલન કરે છે, એજન્સી ન્યાયની બ્રાન્ડ છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં CBIના સ્થાપના દિવસની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે સીબીઆઈના નામે ઘણી સિદ્ધિઓ નોંધાઈ છે. સીબીઆઈએ ન્યાયની બ્રાન્ડ તરીકે પોતાની ઓળખ બનાવી છે. હવે જ્યારે પણ ક્યાંક કંઇક થાય છે ત્યારે દરેકના હોઠ પર સીબીઆઇ તપાસનું નામ રહે છે. આ પોતાનામાં એક મોટી સિદ્ધિ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 1 એપ્રિલ 1963ના રોજ સીબીઆઈની સ્થાપના કરી હતી.
-
ઝારખંડના ચતરામાં 5 માઓવાદી માર્યા ગયા
ઝારખંડના ચતરામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં એવા 5 નક્સલવાદીઓ માર્યા ગયા છે જેમના પર સરકારે ઈનામ જાહેર કર્યું હતું.
-
Gujarat News Live : રાહુલને મળવા પહોચ્યા સોનિયા ગાંધી
સોનિયા ગાંધી કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. આજે રાહુલ ગાંધી તેમની સજા સામે સુરતની સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ રાહુલ ગાંધીની સાથે સુરત આવશે.
-
Gujarat News Live : હાટકેશ્વર બ્રિજ મામલે મોટા સમાચાર, 15 એપ્રિલ સુધી લેવાશે નિર્ણય
હાટકેશ્વર બ્રિજ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ મામલે કમિટી રચવામાં આવી છે. તજજ્ઞોની કમિટીમાં બ્રિજ એક્સપર્ટ, સ્ટ્રેંધન એક્સપર્ટ અને રૂડકીના અધિકારીનો સમાવેશ કરાયો છે. આ કમિટીને બ્રિજ મામલે તપાસ કરી 15 એપ્રિલ સુધી રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી છે. ટેસ્ટ અને રિપોર્ટના આધારે મ્યુનિસિપલ કમિશનર યોગ્ય કાર્યવાહી કરશે. કોન્ટ્રાકટર અજય ઇન્ફ્રા અને જવાબદાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી.
-
Gujarat News Live : 6 એપ્રિલે ભાજપનો 43મો સ્થાપના દિવસ, પીએમ મોદી ભાજપના કાર્યકરોને સંબોધશે
આગામી 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો 43 મો સ્થાપના દિવસ છે. ભાજપે સ્થાપના દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી છે. વડાપ્રધાન મોદી, આગામી 6 એપ્રિલે ભાજપના કાર્યકરોને સંબોધશે. તમામ કેન્દ્રિય મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, હોદેદારોને સૂચના આપવામાં આવી છે. ભાજપે સ્થાપનાથી લઈને આજદીન સુધીની સિદ્ધિઓ અંગે, પીએમ મોદી કાર્યકરોને વાત કરશે. આગામી દિવસના પડકારો અને કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે પણ પીએમ મોદી વાત કરશે. 6 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી, સમગ્ર દેશમાં સેવા સપ્તાહ ઉજવાશે.
-
Gujarat News Live : મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને કોર્ટમાં કરાશે રજૂ
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને કોર્ટમાં કરાશે રજૂ. રિમાન્ડ પૂર્ણ થતાં ક્રાઇમ બ્રાન્ચ, માલિની પટેલને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરશે. ક્રાઇમ બ્રાન્ચ માલિની પટેલને કોર્ટમાં રજુ કરી માંગી શકે છે વધુ રિમાન્ડ. કિરણ પટેલની સાથે માલિની પટેલ પણ સામેલ હોવાનુ તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદમાં મકાન પચાવી પાડવાના કિસ્સાની ક્રાઈમબ્રાન્ચમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ છે. ઠગાઈના કેસમાં, ક્રાઈમ બ્રાન્ચ કિરણ પટેલ અને માલિની પટેલને સાથે રાખીને કરી શકે છે તપાસ.
-
Gujarat News Live : આજે ગુજકેટની પરીક્ષા, 626 શાળામાં 1.30 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાતભરમાં આજે સોમવારે 626 શાળામા, 1 લાખ 30 હજાર વિદ્યાર્થીઓ, ગુજકેટના ટુંકા નામે ઓળખાતી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપશે. આ પરીક્ષા થકી વિદ્યાર્થીઓ ઈજનેરી, ફાર્મસી, મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મળે છે. ગુજકેટમા મળેલા માર્કના આધારે ઉપરોક્ત ક્ષેત્રમાં પ્રવેશ ફાળવવામાં આવે છે.
Published On - Apr 03,2023 6:58 AM